આજ રમવા દ્યો રાસ મને

ઢાળ . કોઇ તાતણીયે જઇને મનાવો માં ખોડીયાર 

આજ રમવા દ્યો રાસ મને આવડને આંગણે,
રાસ રમવાની મને હોંશ થાયછે .
મને રોકશો ના કોઈ રુડી રઢીયાળી રાત,
નવનોરતાની મારી હવે હાલી જાય છે .

સુંદર છે ચોક રૂડી ખીલી છે ચાંદની,
મબલખ મેદની છે જામી .
થનગન તન થાય અંગ સરખી સાહેલીયુ,
ઉભી છે રાહ જોઇ સામી .
ધ્રિસ બોલેછે નોબત નગારાને ઢોલ મીઠા,
શહનાઇના સુર ત્યાં તો સંભળાય છે .
મને રમવા . ૧ .

મંડપની વચ્ચે મેં તો પુર્યો છે સાથીયો,
હરખેથી ગરબો ત્યાં મેલી .
હાલી ઉતાવળી કરવાને આરતી,
ફુલથી ભરેલ લઇ થેલી .
માના શોભા શણગાર મેં તો કીધાં છે સ્નેહથી,
ભાળી માનું મુખ દિલ હરખાય છે .
મને રમવા . ૨ .

ઝળહળતી જ્યોત માને મંદિર બીરાજે,
ઝણણણ ઝાલરીઓ વાગે .
મલપતુ મુખ માનું સામે નિહાળી,
ભવભવના દૂખ બધાં ભાગે .
માના ચરણોમાં ચિર નિંદરામાં જાઉં પોઢી હું,
અંતર ઉન્માદ એવો જાગી જાય છે .
મને રમવા . ૩ .

આવોને આજ રૂડો રમવાને રાસમાં, 
ઘુમજોને આજ મન મેલી .
ભાંગી નાખોને આજ ભવ ભીડ ભાઇજીની,
ખોલી નાખો ને દિલ ડેલી .
આજ ફરી લઉં ફેરા આ ભવભવના રાસના,
ફેરો સફળ મારો થઇ જાય છે .
મને રમવા . ૪ .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...