બેનબાઈમા છે બલપ્રદા

અમીદ્રષ્ટી આઇ અમપર અવિરત છે આપની .
સત્કર્મ માં ચિત રહે કાયમ ના ફીકર કંઇ પાપની .
આનંદમય અવસર બધા આવે ન કોઇ આપદા .
સંકટ હરણ સન્મત કરણ બેનબાઈમા છે બલપ્રદા . ૧ ,

ધિંગી ધજાયુ ફરહરે ને જ્યોત જગમગ જાગતી .
ઝાલર તણા ઝણકાર ગળહળ નોબતો પણ ગાજતી .
હેતે થી હસતું મુખ હરદમ નજર નેહ નિતરતી સદા .
સંકટ હરણ સન્મત કરણ બેનબાઈમાં છે બલપ્રદા . ૨

મોડ વિજાણંદને નેણબાઇની કુળ ચારણી .
ત્રાગાં કરી ગૌમાત કાજે ગાયનાં ધણ વારણી .
અવિચળ બીરાજે એરડા આસન તમારા ઉમદા .
સંકટ હરણ સન્મત કરણ બેનબાઈમા છે બલપ્રદા . ૩ .

દૂકાળ ભાગે દૂર જ્યાં આઇ તમારું આંગણું .
વરસે મદારે અને આઇને આંગણે માદયું .
એકજ ફસલ આરામ છે સંતોષ મોટી સંપદા .
સંકટ હરણ સન્મત કરણ બેનબાઈમા છે બલપ્રદા . ૪ .

વર્ણન કરે કોઇ વેદનાનું આવી તારે આંગણે .
પ્રગટ મળે પરચો તરત જો ચિત રાખી લ્યે ધડે .
અળગી થતી એની મુશીબત સુખ સંપત સર્વદા .
સંકટ હરણ સન્મત કરણ બેનબાઈમા છે બલપ્રદા . ૫.

ભાઇજી કે શુધ્ધ ભાવે દેવળે દર્શન જજો .
મદ મોહ લાલચ લોભને જગનાં પ્રપંચોને તજો .
હરખીને માડી હેતથી દૂખ દાળીદર બાળે બધાં .
સંકટ હરણ સન્મત કરણ બેનબાઈમા છે બલપ્રદા . ૬ .

– ભાઇજીભાઈ ચાટકા.અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...