જય જય મા રવરાય કૃપાળી

ચોપાઇ

જય જય મા રવરાય કૃપાળી .
પ્રણમુ પ્રમેશ્વરી માત દયાળી .
વાગડમાં રવ વાસ તમારો .
રણમાં વિમલને રઢીયાળો . 1 .

જળહળ નેજા માત ફરૂકે .
નોબત ઝાલર ઢોલ ધડૂકે .
જગમગ જ્યોતે માત હું ભાળું
દૂખ હરણી મા દેવ દયાળુ . 2 .

કંઠ વસો માં રવની દાતા .
ભેર રહો મા ભવની ત્રાતા .
હાક કર્યે મા હોંકારા દેજે .
સમરણથી મા સહાય તું રેજે . 3 .

માવલ પર મા નજરૂ ભાળી .
કરૂણા મયી મા આંખ કૃપાળી .
કાચે કુંભ તમે રવ મેલ્યાં .
આવીને અઘરાં કાજ ઉકેલ્યાં . 4 .

જુગતે વરસે જાનો જમાડી .
ભભકે તમારા ભાવ નેભાળી .
મેંદ જપે આઇ મમતાળી .
રાણ પ્રગટ થઇ તું રખવાળી . 5 .

તાંત્રીક આઇ તળી તે દીધો .
પરસો પ્રેમ થકી તેં કીધો .
કંચન દાન અનેરાં કીધાં .
દળદર દૂખ હરી તેં લીધાં . 6 .

મુજ પર મા એ નજર કરી ધ્યો .
અભરે આંગણ એમ ભરી ધ્યો
વિમલ વાક વિવેક વિખ્યાતા .
સુખ સંપત સન્મતની દાતા . 7 .

ભાઇજી ભાવે સાવળ ગાવે .
મમતાળી માં ભાળજો ભાવે
મીઠી નજરૂ માત કરી ધ્યો .
ભવ સાગર માં પાર કરી ધ્યો . 8 .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...