અફવાનો નો છે ખુબ ઉપાડો. મોટો રોગ એજ મટાડો.
હારેલા દિલને આપજો હીંમત. તો દુખને દર્દો જાય.
ભ્રમમાં નાખોતો ભાન ભુલીને. મનમાં એ મુંજાય.
ભલા થઇ બીક ભગાડો. અફવાનો .1.
કોરોનામાંથી કૈક બચી ગ્યા નથી ભયાનક રોગ.
રીતથી રેતાંને નવ રંજાડે. ભુલે એ થાતાં ભોગ.
પુરે પુરા નિયમો પાળો. અફવાનો .2.
સમય થોડો છે સાચવી રેવું. સમજણ માં છે સાર.
ભુલ ખાતાં એને ભરખી જાતો. સાંભળો સમાચાર.
સમયની રીત સંભાળો. અફવાનો .3.
ભાઇજી કે છે ભટકે છે જે. છટકે નહીં સદાય.
એક બીજાને અટકે એવાં ખટકે છે દિલ માંય.
બલી થઇ જાય બચાડો. અફવાનો .4.
– ભાઇજીભાઈ ચાટકા. અમરાપર