સ્નેહે થી સમરૂં માં તમને શીંગાળી

સ્નેહે થી સમરૂં માં તમને શીંગાળી,
રમવા પધારો રવરાય રાણવારી .
આંગણ આવોને રવરાય રાણવારી.

વાગડમાં વાસ તારો રણની વચાળે,
પૂરવનો વાર નહીં વાયરો તું દ્વારે .
રવ ગામ માથે આઇ તારી રખવાળી . આંગણ .૧.

રણે માડી તારાં ધણ એકલાં ચરે છે,
આરતીનો નાદ સુણી પાછાં વળે છે .
ભેળી ફરે છે એક બાળ ભેળીયાળી . આંગણ .ર .

માડી તારી ધિંગી ધજાયુને છાંયે,
પગલાં માંડે એના પાપ બધાં જાયે .
કરૂણા ભરી છે તારી આંખડી ક્રુપાળી . આંગણ . ૩ .

રાણમાંથી પ્રગટ્યાં રવરાયમા હેતાળી,
આશા અતિત તણી દીધી પ્રજાળી .
અતિત ઉપાડ્યો તળી નાખ્યો તો માડી . આંગણ . ૪ .

માવલનાં માડી તમે એવાં કામ કીધાં,
અભરે ભંડાર સોને ભરી દીધાં .
બારમાસ આંગણીયે જાનું જમાડી . આંગણ . ૫

દેવલ પૂજીને પછી અનુપાન લેતી .
હાકલે એની માડી હોંકારા દેતી .
દેવલ ની સંગ દાયજામાં દબાણી . આંગણ . ૬ .

ભક્તિ માં ન માને એને કેમ કહેવું .
પૂજ્યા વીના માડી અન્ન કેમ લેવું .
રોષે ભરાણી ને પ્રગટી શીંગાળી . આંગણ . ૭ .

ભાઇજીના માડી ભાવ અંતરના ભાળી .
આવીને એકવાર પગલી લ્યો પાડી .
દર્શન દેવાને તમે આવજો દયાળી . આંગણ . ૮ .

– ભાઇજીભાઈ ચાટકા. અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...