ઢાળ . એકલાં આવ્યાં છે મનવા એકલાં જવાનાં .
બેઠી ગીરનાર ગાળે પાટવડના હાડે .
દેવી તો દયાળી બેઠી ડુંગરા વચાળે .
આઇ રવરાય બેઠી અરણ્યું વચાળે .
નમન કરે ને નાચે જંગલની ઝાળી .
ગરવાની ગંગધારા અનગળ વારી .
સ્નેહથી કાયમ તારાં ચરણો પખાળે . દેવી . ૧ .
મેંદને બચાવ્યો માએ ગેબી નાદ કીધો .
સમજણ આપી સોના પરસોએ દીધો .
તળી નાખ્યો તાંત્રીક કળા તેલની વચાળે . ૨ .
ધનવધાન પામે સારાં સનમાન પામે .
દૂખ દૂર થાતાં સઘળાં વર્ણવે જો સામે .
મમતાળી માં છે બધાં પાપને પ્રજાળ . દેવી . ૩ .
પડે પડછંદા તારી આરતી ને ટાણે .
માણવા મળેના એવા ખરચ્ચેથી નામે .
તારી આ નદીનાં પાણી કોઢને મટાડે . દેવી . ૪ .
દૂર ડુંગરામાં સાવજ ડણકુ એ દેતા .
સાધુ સંત ચારણ તારા ચરણોમાં રેતા .
ભાઇજી કટે ભવ ફેરા વ્રતમાં જો પાળે . પ .
– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર.