કલાકાર કહેશો નહીં કોઇ ભાઇ

કલાકાર કહેશો નહીં કોઇ ભાઇ .
કહેશો નહીં કોઇ ભાઇ મારે નથી આના પર જીવાઇ .

આનંદ વ્યાપે આપ સહુમાં તો હૈયું મુજ હરખાય જી .
મારા મનને આનંદ માટે ગમે તે નાખું ગાઇ . કલાકાર . ૧ .

અઢળક આમાં ઉડે નાણું નથી કાંડા તણી એ કમાઇ જી .
પાપનો પૈસો પેસે ઘરમાં તો જડમૂળથી જાય . કલાકાર . ૨ .

ભાવ ભજનનો અંતરમાં પણ ભગત કહેશો ન ભાઇ જી .
ભગત ઘણાના ભોપાળાથી આતમ આ અકળાય . કલાકાર . ૩ .

દેવી દેવામાં સમજે લેવા ના લલચાયજી
ભેળીયાનેય ભોંઠપ આવે લેવા હાથ લંબાય . કલાકાર . ૪ .

ભાઇજી જેને ભાવ જાગે એ સાંભળવા રોકાઇ જી .
અંતરમાં અકળામણ જાગે એ ભલેને ભાગી જાય . કલાકાર . ૫ .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...