મારે જાવું છે ગઢેશ્વર ગાયત્રી ધામ

ઢાળ . કોઇ તાતણીએ જઇને મનાવો

મારે જાવું છે ગઢેશ્વર ગાયત્રી ધામ .
માના દર્શનથી દૂખ બધાં દૂર થાય છે .
ત્યાંના શીતળ સમીર અને સંત તણા સંગથી
ચીતડાને શાન્તી ભરપુર થાય છે .

વેણું કીનારો ને વિમલ વિશાળતા
ઉપવનની છાંય બધે આછી .
મળી મંજીલ મારા મનડાને ભાવતી
કરતો તો ક્યારની તલાસી .
એ વાગે ઝાલર નગારાંને વેદમાતા વેણના
નિર્મળ નાદોના સુર સંભળાય છે . ૧ .

દિનકર દર્શન કાજ દેવળમાં આવતો
ઉઠી નિત ઉગમણા દ્વારે .
વેણું નાં નીર અહીં વહે સદા વ્હાલથી
પાવન એ ચરણો પખાળે .
વડ ડાળે વિસામો લઇ પક્ષીઓ પ્રેમથી
ગાયત્રી માના તે ગુણ ગાય છે . ૨ .

પૂન્ય પુરાં હોય એનો પ્રાંગણમાં પાવ પડે
અંતરમાં રહે નિત્ય યાદી .
આરતીથી આનંદે ઉર ઉભરાય જાય
વિદાય થઇ જાય વ્યાધી .
એ પામી પ્રસાદી અહોભાવ ઉમટેને પંડ્ય એનું
પાવન ત્યાં થઇ જાય છે . ૩

ભાઇજી કે ભાવ જાગે ભીતર ભાવુક થઇ
ભવભવના ફેરા ભુલાતા .
સાક્ષાત્ થાય દિલે સદા બીરાજે છે
જ્ઞાન દાતા ગાયત્રી માતા .
એ દિલમાં એ દેખાય અને દિવડા પ્રગટાય જાય
આતમમાં અંજવાળાં થઇ જાય છે . ૪

- ભાઇજીભાઈ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...