માધુપુર મેળાની માયા લગાડી

મને માધુપુર મેળાની માયા લગાડી શ્યામ . તારી જાનમાં જોડાવું .
તારા રથડાના ઘોડલાની ઘમકે ઘૂઘરમાળ એ સંગે ગીત મારે ગાવું .

ગાંડા થઇ ગીતે ચડ્યાં મધુવનના મોરલા શહનાઇ સુર શરમાતા .
સાંભળીને સુર શીશ ઝુલાવે ઝાડવાં વાયુનો વિંઝણો વાતાં .
એ નાચું હરખેથી હું પણ ઝુલાવી હાથ લાંબા
ને લેવા ઓવારણાં આવું . મને . ૧ .

રસી તડ ઘોડાની તાણી લગામ રાખ કાબૂમાં અથરો તું થામાં .
વિઠ્ઠલ વરરાજાની મર્યાદા રાખ થોડી અમને મુકીને આમ જામાં .
એ ભાવ રાખીને જાનૈયાને લઇ જાને ભેળા
આમ જોને હું પણ સંગ આવું . મને . ૨.

ભીને વાનેછે તોય ભભકાનો ઠાઠમાઠ વરણાગી લાગે વરલાડો .
રાણી રખમાઇ રૂપરૂપે અંબાર પણ અંચળો ધર્યો છે મુખ આડો .
એ આજ મધુવનને માંડવે રાજા રણછોડને
હરખે થી હું પણ વધાવું . મને . ૩ .

જોડે સજોડે બેસી મધુવન ને માંડવે કરવો કંસારો કીધો .
વધ્યો એ વિઠ્ઠલના વીવાના માનમાં પ્રસાદી રૂપમાં દીધો .
ચાખ્યો મેં પણ ને ચસકો લાગ્યો છે મને ચીતમાં
કેને હવે મારે ક્યાં જાવું . મને . ૪ .

વાગેછે મીઠી ઝેર વગડામાં વાંસળી દૂખી એ દિલને દઝાડે .
ગોતું છું ગાંડી થઇ ગોવિંદા માંયલો મધુવન મેદની વચાળે .
એ ભાઇજી કે છે ભેળાભેળ તારે આ માંડવે
એકજ ખર્ચામાં પતાવું . મને . ૫ .

- ભાઇજીભાઈ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...