દેખ્યું રે કનૈયા તારૂં દ્વારકા

દેખ્યું રે કનૈયા તારૂં દ્વારકા .

રૂક્ષ્મણી રીસાણી ભરાણી જઇ ભાઠ્યમાં એકલી નારીના હોય અભાગ .
માથે રે ધોવાતાં એને માછલાં અંગડામાં લાગે દેખીને આગ . દેખ્યુંરે . ૧

વેરીને એ વસમાં દિ એવા નવ આપજે જેવી તારી ભોમના ભળાય .
એવાં રે કરમ એના શું આગલાં માથે એને મીઠા રે વવાય . દેખ્યું રે . ૨ .

છાંયો રે ન આપે એવા છોડવા કેરડા કાંટાળા બાવળના બાગ .
વગડો ઝાઝોને નહીં વાવેતરો કાળા માથે કળેળે છે કાગ . દેખ્યું રે . ૩ .

સોનાની દ્વારકાને સ્વપને આવીઓ દેવળમાં દર્શનને કાજ
ખખડીને ખંઢેર થ્યું છે તારું ખોરડું પડે નહીં માટે બાંધી છે પાજ . દેખ્યું રે . ૪ .

મરવું એ ગમે નહીં એવા મૂલકમાં એનાં તમે આપ્યાં છે એંધાણ .
પ્રભુજી પધાર્યા અંતે પ્રાચીએ પીપળે આવીને છાંડ્યા પ્રાણ . દેખ્યું રે . ૫ .

કાબાએ અર્જુન લુંટ્યો જે કેડીએ જોયાં એની ઝાડી કેરાં ઝાડ .
ભાઇજી કે ભાવી કેમ આવી ભોમકા નિરખ્યામાં ન આવે તારી નાડ . દેખ્યું રે . ૬ .

- ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...

2 thoughts

  1. પાર્થરાજસિંહ જી, શોધી ને જલ્દી આપની ઈચ્છા પુરી કરવા પ્રયત્ન ચાલુ છે…
    આપના જેવા બીજા સાહિત્ય પ્રેમી લોકો સુધી પહોંચવામા અમને મદદ કરશો એવી અપેક્ષા..
    જય માતાજી..

  2. કાગ રૉવડાવે મને પ્રાચી કેરૉ પિપડૉ ………
    આ હૉય તૉ મૉકલવા વિનંતિ

Comments are closed.