ટપકેશ્વર તવ રૂપ

દોહા
શીતળતા સ્થાને સદા . ધગવે ના કઇ ધૂપ .
નિહાળ્યું એવું નથી . ટપકેશ્વર તવ રૂપ . ૧ .

ટપકે જળ તેના થકી . સર્જન થ્યું છે સ્તુપ .
ફૂદરતની કૃપા થકી . ટપકેશ્વર તવ રૂપ . ૨ .

મીઠા નાદે મોરલા . ગાતાં બનીને ગ્રુપ .
અદભુત ત્યારે ઓપતું . ટપકેશ્વર તવ રૂપ . ૩ .

અગર ચંદનને ઔષધી . ધધકે ચોગમ ધૂપ .
સંત સભાથી શોભતું . ટપકેશ્વર તવ રૂપ . ૪ .

ઝાલર નોબત શંખના . આવે સુર અનુપ .
સોળ કળાએ શોભતું . ટપકેશ્વર તવ રૂપ . પ .

હોય હકડેઠઠ હાજરી . અંતર સહુ એક રૂપ .
સુંદર શ્રાવણ માસમાં . ટપકેશ્વર તવ રૂપ . ૬ .

સમરણમાં જ્યારે ચડું . ચિત કરીને ચૂપ .
ત્યાં અંતરમાં આકાર લ્યે  ટપકેશ્વર તવ રૂપ . ૭ .

વાધામ્બર વીટેલને . ભાલે તિલક ભભૂત .
કર ત્રિશુલ ગંગે જટા . ટપકેશ્વર તવ રૂપ . ૮ .

ડમરૂના સુર ડહડહે . ભેરી નાદને ભુત .
બેલ સવારી શોભતું . ટપકેશ્વર તવ રૂપ . ૯ .

છંદ હરિગીત

પાટણની પાછળ ડુંગરામાં એક એવું સ્થાન છે .
ઈશ્વર કૃપા અદભુત ત્યાંનું મહાત્મય મહાન છે .
જામે છે જ્યોતિ લીંગ જ્યાં જળથી બનેછે ઉત્પત્તિ .
ત્રુઠે જો ટપકેશ્વર દાદા તો સુખ સન્મત સમૃધી . ૧ .

કેવળ પહાડી કંદરા હરિયાળી ચોગમ હલબલે .
પહાડે નિતરતાં નીર ઝરણાં ગાન કરતાં કલબલે .
મયુર નાદે કંદરાઓ ગહન નાદે ગુંજતી .
ત્રુઠે જો ટપકેશ્વર દાદા તો સુખ સન્મત સમૃધી . ૨ .

આંટીઘુટી પંથ આકરો કઠણ ધરાને કાંકરા .
ઝાડી ઘણીને ઝાંખરાં ને ક્યાંક રસ્તા સાંકડા .
દુર્ગમ છતાં પણ દૂખ વીણ દર્શન કરે સહુ દંપતી .
ત્રુઠે જો ટપકેશ્વર દાદાતો સુખ સન્મત સમૃધી . ૩ .

પ્રાંસલાથી પશ્ચિમે પરડવા એક ગામ છે .
ઉતર દિશાએ જાય રસ્તો એ સ્થળે આ ધામ છે .
ભાઇજી કે ભાવ જાગે ને આવે ત્યારે ઉન્નતિ .
ત્રુઠે જો ટપકેશ્વર દાદા તો સુખ સન્મત સમૃધી . ૪ .

- ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...