સુર્ય ઉદય પેલાં સમરણ ચા નું

ઢાળ . ભોર સમે ભવતારણ ભોળો .

સુર્ય ઉદય પેલાં સમરણ ચા નું દિન ભરનાં દૂખ કરે

અવનિ પર આસામ પ્રદેશે આળસ હણવા અવતરે .
ઉંઘ બગાસાં બેચેનીથી માનવને તું મૂકત કરે . સુર્યઉદય . 1 .

સહુ કુટુંબી સાથે મળીને પ્રેમ થકી જો પુજન કરે .
અવનિ ઉપર એ દિન એનો સહેજે સંકટ હીન સરે . સુર્યઉદય . 2 .

સાધૂ હો યા હોય શ્રીમંતો કે રસ્તે રઝળતો રાહ પરે .
સર્વ ઉપર સમધારણ નજરૂ મમતાળી તું માત કરે . સુર્યઉદય . 3 .

ચોરે ચૌટે તિરથ કાઠે દેવળ દુર્ગે ગીરીવરે .
સચરાચરતું વ્યાપી સઘળે અવનિમાં અનેક સ્થળે . સુર્યઉદય . 4 .

વેળા કોઇ વિલંબ ના થાતો સંજોગો ના કોઇ નડે .
હરપળ તું હાજર થઇ જાતી સ્નેહેથી કોઇ સાદ કરે . સુર્યઉદય . 5 .

આ તો પબેડો છે ના પ્રભાતી સ્થિર રહી કોઇ ચિત ધરે .
આનંદ મય તો એ દિન એનો ભાઇજી કે જો ભાવ ધરે . સુર્યઉદય . 6 .

- ભાઇજીભાઈ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...