વાંસમાંથી બની વાંસળી

છંદ ઝુલણા

ગામ ગોકુળને ગોંદરે ગાયનાં ગોવિંદો કાયમી ધેન ચારે .
બટબંશી અને વૃદાવનરાઇમાં નિત્ય નવલા વિચારો વિચારે .
ભાળતાં વાસનાં ઝુંડને ભે પડી વાંસ પ્રજાળશે વૃંદ મારૂં .
કુહાડે કાપીને કૈક કટકા કર્યા . વાંસના વંશ આજે પ્રજાળું . ૧ .

તુટેલી વાંસની છીપમાં જોરથી પવનની લેરખી એક લાગી .
બોલીયા વાંસના બાળકો બાપજી વેદના ઉરમાં ખૂબ જાગી .
દૂખતા ઘાવ પર ફુંક માર્યે મટે એક ના ફુંક શું શ્યામ મારો .
વેદના જો મટે વ્હાલથી બોલશું સ્નેહથી સાંભળો સૂર મારો . ૨ .

ફુંક લાગી અને પડળ તુટી પડ્યાં વાંસના આગલા પૂન્ય જાગ્યા .
અધર કૃષ્ણ ધરી સ્નેહ ચુંબન દઇ મીઠડા એમના સૂર લાગ્યા .
વાંસના વંશ માંથી બની વાંસળી કાન સંગે પછી નિત્ય મ્હાલી .
રાધિકા રૂસણે જાય તો છો જતી મને તો વાંસળી ખૂબ વ્હાલી . ૩ .

વાંસના વંશને સૂર સંગ સાંપડ્યો ત્યારથી તેમનાં ભાગ્ય જાગ્યા .
ભેરૂ ભાંગ્યા તણા દીન દાતા બન્યા કષ્ટ વેળા બધે કામ લાગ્યા .
મરણમાં તરણમાં છાપરે વરણમાં જામ્યાને ઝરણમાં કામ આવે .
ડાંડવે માંડવે સુંડલે ગુડલે પિંઝણી વિંઝણા પણ બનાવે . ૪ .

વૃધ્ધ આધારને આથ સંભારમાં ગ્રુહ શણગાર શોભા વધારે .
મારવા ઠારવા વેરી પડકારવા પશુને વારવા થાય વારે .
ભાઇજી કુળમાં હોય ત્યારે કૂણો વાળો જેમ વાળવો હોય ઘાટે .
માનવી સંગ આવ્યા પછી વાળતાં ફટ કહીને એ તુરંત ફાટે . ૫ .

- ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...