નિહાળ્યું તારૂં મેં તુલસીશ્યામ

દોહો
શ્યામ સુંદર ના કુંડમાં જો નિત ઉઠીને ન્હાય .
ખસ ખોડોને ખરજવું જડામુળથી જાય.

શોભંતુ જ્યાં શ્યામ સુંદર નું ધન વડેરૂં ધામ .
નિહાળ્યું તારૂં મેં તુલસીશ્યામ .

ગીરની ગાળીને જટાઝૂટ જાળી ગોત્યું જડે ન કોઇ ગામ .
દિવસનાં પણ ડણકૂ દેતા સિંહ જ્યાં સુંદર શ્યામ. નિહાળ્યું . ૧ .

તપ્તકુંડ પ્રભુ તારા ચરણે ઉષ્ણોદક અવિરામ .
સ્નાન કર્યેથી મન સુધ થાતાઃ ટાળે રોગ તમામ. નિહાળ્યું . ૨ .

સીતા રામ સદાવ્રત ચાલે ધર્મ દયાનું ધામ .
એકજ પંગત પામે પ્રસાદી નિર્ધનને ધનવાન. નિહાળ્યું . ૩ .

ગોકુળ ભાળ્યું ભાળ્યું મથુરા ઓખાનું પણ આમ .
ભુધર આવી ભોમકાં ભાવે ઘડ ન બેસે ઘનશ્યામ. નિહાળ્યું . ૪ .

ભાઇજી કે છે ભાવ ધરીને સ્નેહે રટું શ્યામ .
ઠાકર ઠીક તને જો લાગે દેજે વૈકુંઠ ધામ . નિહાળ્યું . ૫ .

- ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...