ચારણના સંસ્કાર

એવા હોય ચારણના સંસ્કાર .
ચારણના સંસ્કાર જેમાં લેતી આધ્યશક્તિ અવતાર . ટેક .

ધિરગંભીરાને ધર્મપરાયણ ઇશરા જેવા અવતાર .
ભાંગે ભ્રમને આપે ભક્તિ ભયહરણ ભવતાર . એવાહોય . ૧ .

નરપત જેને શીશ નમાવે હોય હુંપદના હુંકાર .
ટેકીલાને ત્રેવડવાળા પણ ત્રાસ નહીં તલભાર . એવા હોય . ૨ .

રણસુરા પ્રણ પાલનહારા રાજ્યના રક્ષણહાર .
સન્મતદાતાને ભીડમાં ભ્રાતા નિર્મળ નાતાદાર . એવા હોય . ૩ .

શાન્ત સુરને સ્નેહી સલુણા જેના ઉતમ હોય આચાર .
શીલ શોભાને વિમલ વાણી વેણે ન હોય વિકાર . એવા હોય . ૪ .

સંધ્યા ટાણે છંદ સુણી આવે એ ઘરની અણસાર .
પાપી પ્રપંચી જેને પ્રાંગણ પામે ના પદ સંચાર . એવા હોય . ૫ .

માયાળુ એવી માતૃશક્તિ જેની ભક્તિ ભય હરનાર .
ભુંડપ ભાળે તો જાતી ભરખી પેખે નહીં પલવાર . એવા હોય . ૬ .

હેતાળાંને હુંફાળાં હૈયાં પણ હઠ તણા હક્કદાર .
દ્વારકામાં જઇને દેખો દેવળ ફરીયાં દ્વાર . એવા હોય . ૭ .

ભાઇજી આજ ભાળું નજરે ત્યાં અંતર વ્યાપે અંધકાર .
દેવકુળનાં દૈવત આજે ભાંગી થ્યાં ભંગાર . એવા હોય . ૮ .

- ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...