કોરોના એ કીધી જગમાં કભાતુ ને વાતુ એ જગમાં વિખ્યાત. દુખમાં ડુબાડી છે આખી આ દુનિયાને કેટલાએ ઘેરે ક્લ્પાંત. એવા સમયે તો આ ઉભું અડીખમ ગંભીર થઇ ગરવી ગુજરાત. હાં હાં રે એવું રૂડું રંગીલું ગુજરાત.
સોમનાથ દ્વારકાને પાવાગઢ અંબાજી ડાકોર સમ દેવદ્વાર. કોરોના ની ત્યાં તો કારી ના ફાવી અંતર અકળાયો અપાર. મદના છકેલાને માન નવ આપ્યું ને મારીને કીધો મ્હાત. હાં હાં રે એવી દેવભોમ દુર્લભ ગુજરાત.1.
રેવરની જેમ રોગ હાલે છૈ જાણીને સઘળા કીધાં બંધ બાર. મેળાપ થાવું ભરમાવું ના ભેદેથી એવા બનાવ્યા આચાર. પાળે છે પ્રેમેથી પ્રધાન તણી વસમી વેળાની વાત. હાં હાં રે મસ્ત મોદીનું મુલ્ક ગુજરાત.2.
આરોગ્ય વાળાએ લીધો ઉપાડી ભારત બચાવવાનો ભાર. જોખમ છે જીવનુ એ જાણવા છતાં પણ વિચારી નહીં એવી વાત. જનતાને કાજે ઉભી અડીખમ જોઇ નહીં દિવસ કે રાત. હાં હાં રે એવા ગાંધીનું ગરવું ગુજરાત.3.
દાતાએ કરી વેતી દાન સરવાણી ને બાળકો દ્યે બચતો નાં દાન જગતનો તાત પણ ઝોળી છલકાવે કેમ રહે પાછળ કીસાન. સેવાભાવી એ કીધાં ચાલુ રસોડાંઓ ભુખ્યાને દેવાને ભાત. હાં હાં રે સંત ભક્તોથી શોભે ગુજરાત.4.
ખાખીએ સાચવી છે સાચી ખુમારી કાયદાના ફરી સન્માન. સમજણ વિનાનાઓ છેતરાય જાશે તો થાશે કોરોના નું પાન. સ્નેહે થી સમજાવી ડારી ડખારીને વિગતેથી સમજાવી વાત. હાં હાં રે એવો વલ્લભનું વિમલ ગુજરાત.5.
સ્વચ્છતાના સાથી ને મોટા મહારથી એ સમજીને થઇ ગ્યા સજાગ. સર્વેમાં શિક્ષકોને વિતરણમાં વેપારી ભાવેથી ભજવે છે ભાગ. રેવન્યુ પંચાયત રખડીને જનતા સેવામાં તત્પર દિ રાત. હાં હાં રે જયંતિનું આ જબરૂ ગુજરાત.6.
ઇઠોતેર ઉંમરને ડગલું હલાય નહીં કાને સંભળાય નહીં વાત. દેશ દાઝ દિલે પણ હાલત છે એવી કે કામ કોઇ બીજું ન થાત. બેની નિરાંતે ને ગીત આ બનાવ્યું હું ભાઇજી છું ચારણની જાત. હાં હાં રે માત સોનલનું સમરથ ગુજરાત.7.