મનડું છે આ પતંગના જેવું . એમાં કામ કુશળ થઇ લેવું .
વાયરો કેવો વાય છે એ જુગતે થી જોઇ લેવું .
ધીમે - ધીમે ઢીલ મુકવી ઉંચે ચડતા રેવું . મનડું . 1 .
સમજણ સાચી નું પુચ્છ વધારી ગોથું ન ખાવા દેવું .
ધિરજ ધર્મની કમાન બાંધી સમતુલા માં રેવું . મનડું . 2 .
દ્રઢતા રગડો પાઇને દોરને કાચો ન રેવા દેવો .
દોર તુટ્યો તો ક્યાં એ પડશે સ્થળ હશે એ કેવું . મનડું . 3 .
વાયરો અવળો વાય કદી તો સટ સંકેલી લેવું .
ભાઇજી કે એને ભારે પવનમાં ફાટી જવા નવ દેવું . મનડું . 4
- ભાઇજીભાઈ ચાટકા. અમરાપર
Share it with your friends:
Like this:
Like Loading...