ઢાળ . ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા .
સ્મરણથી સદા શોભતું જીવતર બનાવી દે .
માનવ થવું છે મારે તું ઇશ્વર બનાવી દે .
ધર્મનો દે ધંધો જેમાં પાપના પડે .
મફતની મુડી માં મારું મનડું ચળે .
ભવ સુધારે એવું ભણતર બનાવી દે . માનવ થવું છે .
વૃક્ષની વિશાળતા નિર્મળતા નીરની .
સુગંધને શિતળતા ચાહું સમીરની .
પરોપકારે પૂર્ણ તું જીવતર બનાવી દે . માનવ થવું છે .
સત્સંગ મળે સ્નેહથી મહેમાનની માયા .
સદાય દિવસ આપજે તું યામ સવાયા .
તું પ્રેમથી પધારે એવું ઘર બનાવી દે . માનવ થવું છે .
ભાઇજી ને દિલ તું સદાય ભાવજે .
સ્મરણ કરૂ ત્યાં શામળા સહાયે આવજે .
આર્તનાદે ઓપતું અંતર બનાવી દે . માનવ થવું છે .
- ભાઇજીભાઇ ચાટકા . અમરાપુર
Share it with your friends:
Like this:
Like Loading...