પ્રભુ હું દ્વારમાં ઉભો

સદા તારૂં સમરણ કરતો પ્રભુ હું દ્વારમાં ઉભો .

કાયાછે કાચનો કટકો તુટે ક્યારે તે ના સમજું .
ઝોખમ પુરૂછે કે જમના પ્રભુ હું દ્વારમાં ઉભો . સદા .

પ્રભુ એવું જીવન દેજે હ્રદયમાં ભાવમય ભક્તિ .
ઉઘાડું આંખ ત્યાં ભાળું પ્રભુ હું દ્વારમાં ઉભો . સદા .

જગતનો રંગના લાગે મને એવું જીવન દેજે .
પડી શું મારે આ જગની પ્રભુ હું દ્વારમાં ઉભો . સદા .

પુજાનો થાળ લઇ મારે હવે મંદિર શું જાવું .
સુમન એ શ્વાસનાં ધરતો પ્રભુ હું દ્વારમાં ઉભો . સદા .

"ભાઇજી" ભાવ તું રાખે કહે તું તે કરું છું હું .
તું ડગલું એક ના ભરતો રહે મુજ દ્વારમાં ઉભો . સદા .

- ભાઇજીભાઈ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...