
દોહો
દૂખ વિદારણ દિકરી . પાપણ છલકે પ્યાર .
હતભાગી હૈયાં હીણા . જેને ભોરીંગ લાગે ભાર
ઢાળ . તાલ મણીયાર .
દિકરીયુની દૂનિયા ન્યારી . શાને લાગે સાપની ભારી .
વ્હાલપ વેલી હેતની હેલી સ્નેહ તણો શણગાર .
દૂખ વિદારણ દિલડાં જેનાં પાપણે છલકે પ્યાર. દિકરીયુ . 1 .
આંગણ ઝાઝી દિકરી એ ઘર પૂન્ય તણો પડથાર .
હતભાગી નવ હેતને પામે ભોરીંગ લાગે ભાર. દિકરીયુ . 2 .
પ્રેમથી પાવ પછાડતી જાગે ઝાંઝરીના ઝણકાર .
ગરબે ઘૂમેને ગીતડાં ગાતી આઇ સમો અવતાર. દિકરીયુ . ૩ .
ઢોલ ધિંગેરા ધ્રીસતા શોભે શરણાયોના સૂર .
નેણથી નેવાં હાલતાં ત્યારે પાપણે આવે પુર. દિકરીયુ . 4 .
ભાઇ ભાંડુને ભેટતી ત્યારે વેરીનેય છુટે વ્હાલ .
દલડાં કાચાં દેખીને ભાગે લઇ આંખો ચોધાર. દિકરીયુ . 5 .
દૂર બેઠી તોય દલડાં બાળેને પિયર માથે પ્યાર .
ભાઇજી કે મે ભાળીયો એમાં ઈશ્વરનો અવતાર. દિકરીયુ . 6 .
- ભાઇજીભાઈ ચાટકા. અમરાપર
loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({
id : “747068”,
domain : “n.ads1-adnow.com”
});
//st-n.ads1-adnow.com/js/a.js