મોખડાજી ગાન

Advertisements
Advertisements
દુહા

જસ ગ્રાગી રાજા જસો,
સુબલ સુહાગી સોય,
મોજ દાન મહેરાણ મન,
જાન સબે ગુન જોય...૧

પ્રથમ ગુણ પરીઆ તણો,
આરંભ છંદ અનુપ,
શાલિવાહન વંશમે,
ભુજબલી સેજક ભૂપ...૨



છંદ - ઉધોર

ભુજબલી સેજક ભૂપ,
રાજાન સરવસ રૂપ,
એહિધર ખેડગઢતે આય,
મરધર મેલ સોરઠમાંય...૧

તે પંચાળ કર પ્રસ્થાન,
મોરલિધરન સાચો માન,
તે કુલ દેવકો પરતાપ,
અનભે ભ્રાત કુંવરાં આપ...૨

લાયક બાંધ લીલા લેર,
સેજકપુર નામે શેર,
કમ્મરબાંધ અશમર કોય,
લીધાં દેશ મારી લોય...૩

દલબલ પાય સોરઠ દેશ,
નરભે રાજકિય નરેશ,
ઝાંઝરસિંહ સુત બરજોર,
સેજક તપે સેજકપુર...૪

રાજા પુત્ર તાકો રાણ,
અહિધર ખૂબ  વરતી આણ,
રાણક ઘરે ધારણ ધીર,
કુંવર મોખડો કંઠીર...૫

મેપત મોખડો મન મોટ,
કીધો રાજ ઉમરકોટ,
સુરાબીર લશ્કર સાથ,
હરમત ખોખરા કીય હાથ...૬

ઘોઘા બંદ્ર લીધો ઘેર્ય,
વેરા જુજવા વિખેર્ય,
ઈતપે તખત બેઠો આપ,
મારું મોખડો વડ માપ...૭

ભારી સિંધ રણ ભેભીત,
રજવટ પ્રગટ જાણે રીત,
મારું મરદ સોરઠ માઝ,
રાજા કીધ ચકવે રાજ...૮

પેરંભનાથ પેરંભ પાટ,
ખાસા મલક બેઠી ખાટ,
ઉહાંદલ આવીઓ સુલતાન,
ઝબકી રહી સારી જાન...૯

મેગલ ધટાંફોજાં મેલ,
ઉલટા સમુદ્ર જ્યું ઉખેલ,
બેવટ હયદલાં જલબોળ,
ખેવટ ધુંધળો ખગોળ...૧૦

આયો દલેશર અણવાર,
સોરઠ નમાવા સરદાર,
હુબક તોપ તાલી હીંક,
ઝૂઝે કોણ જાલે ઝીંક...૧૧

કટકે રાજ નમિઆ કેક,
અણનમ મોખડો છે એક,
ઘોઘા દીશા બાધિ ઘેર્ય,
ફોજા ફર હરિ યહુ ફેર્ય...૧૨

બહાદુર મોખડે સુન બાત,
અડપ્યો રાખવા અખિયાત,
રૂઠ્યો ભૂપ ત્રાંબક રોડય,
મારુ બોલ્ય મુંછા મ્રોડય...૧૩

નર હું મરધરાકો નાથ,
સામો કોણ હે સમરાથ,
અમસુ કોણ જીતે આજ,
લોપુ સાત પતસા લાજ...૧૪

ભડ હું મોખડો અનભંગ,
ઝટકે મચાડું રણજંગ,
દશમસ લડે જો રહું દેખ,
લાજે શાલવાહન લેખ...૧૫

વંકો રાણ સૂત દહીવાણ
પલ્લા ઝટક ઉઠયો પાણ,
લશ્કર સુબલ કરી લલકાર,
તલસજ તોપ ખાના ત્યાર...૧૬

રાજા ખેધ મંડયે રાડય,
પેલે મોરચે ગજ પાડય,
સુરા વઢણ ચડીઆ સોય,
હર હર કર્યે ભેળા હોય...૧૭

ખેલે ખાગ ધારાં ખેલ,
ઠેલે અસુર દલ આઠેર,
ભાલાં ઝીંક લાગી ભાઈ
તોપાં જવ ન લાગી ત્રાય...૧૮

સીધર પાડ્ય હોદા સોત,
મીટે શાહ દીઠા મોત,
પાડે ઈરાની પઠાણ,
ખાલી પાલખી ખુરશાણ...૧૯

દહીતા દેત જ્યું મ્રતદાન,
મેપત મોખડો હનુમાન,
ઢુંઢે ઢુંઢ દીધાં ઢાળ,
બળકે રગત વહેતી ખાળ...૨૦

ગ્રીધણ અમખ ચરતી ગુડ,
ભરતી ભવાની ભ્રેકુંડ
સમહર દેખ થંભ્યા સૂર,
હરખે ઝુલ વરવા હૂર...૨૧

હમળા વીર વાજે હાક,
ડમરું શીવ શક્તિ ડાક,
દેવા દાણવા જેમ દોય,
લાગો મામલો વડ લોય...૨૨

વેઢક વજાડી અણવાર,
ત્રીજા પોર લગ તરવાર,
ચોરંગ ઉડ બાટા ચૂટ,
તેગા ઝાળ બંગલ ત્રૂટ...૨૩

સીંધુ રાગ વાગાસુર,
પલચર અચરવર ભ્રખપૂર,
ઝુઝે મોખડો રણજંગ,
અશમર ઉડીઓ અતબંગ...૨૪

રાજા શીશ પડીઓ રાન,
મારુ ધડ લગ્યો અશમાન,
શતવ્રત ભીષમરો સરખોજ,
ફારક કરે આઘી ફોજ...૨૫

શરબીન બાહતો સમશેર,
જવના દિધ દંતા ઝેર,
પેરંભનાથકો થર પગ્ગ,
લડીયો સાત કોશી લગ્ગ...૨૬

લશ્કર સરવ મરતે લાગ,
તરકે નાખ ગળીયલ ત્રાગ,
ધડતાં ધરણ ઢળિયો ધીંગ,
સેજક હરો ભડ તરસીંગ…૨૭

માથો પડ્યો ઘોઘમાંય,
ધડ ગ્યો ખદડપર લગધાય,
સુતો પિંડ મેલ્યે સૂર,
નિરજણ નૂર ભળીઓ નૂર...૨૮

નીરમળ ચાડ્ય પરીઆનીર,
ધનધન સરઠકે રણધીર,
તું નરલોક ધન અવતાર,
ધનધન સુરલોક સુધાર...૨૯



દુહો

મારું ધનધન મોખડા,
ધન્ય વાહી તલવાર,
ધન જીવિત વૃત્ત ધારઓ,
ધનધન વંશ ઓધાર...૧
Advertisements
Advertisements
Advertisements
loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({ id : “747068”, domain : “n.ads1-adnow.com” }); //st-n.ads1-adnow.com/js/a.js
Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com