ખેલજો હોળી

મણીયારો
હરખે સહુ ખેલજો હોળી . ભાગે આઘાં રોગ સવ ધ્રોડી .

કોરોના ની કેટલી જાત્યું, ભાત ભાત્યુના રોગ .
સમજી રેવું એ વાત છે સાચી, થાવું પડે ના ભોગ .
ડાપણ આમાં સૌ રહ્યા ડોરી . હરખે .

શરદીને ધાંસ્યનિ સોરઠી ભોમે કાયમી ધામા હોય .
તાવ ભેળો દેખાય તો જાવુ કરવી ન ઢીલ કોય .
જોશે કફ ધોઇને ખોળી . હરખે .

ટાઢી જગ્યાએ ટકતો ભારી ઠંડક ફાવે છે ઠીક .
ઠેકડા મારે ત્યાં ઠંડક ક્યાંથી લોહ ઉકળતા હોય .
ભાગે બે હાથ એ જોડી . હરખે .

હવે હોળીની ઝાળમાં જીવે એવા ના જંતુ હોય .
રાંધીને તાજા રોટલા ખાજો ટાઢાં ન ખાતાં કોય .
વાસી વધ્યું નાખજો ઢોળી .  હરખે .

રેવા દેજો ને રંગ છાટ્યાનું એક વરસ આરામ .
ભાઇજી કહે છે થઇ ભલાને કરજો આ એક કામ .
મારી વાત માનજો થોડી . હરખે .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...