કાનુડાને કોઇ જઇ કહેજો

ઢાળ . તાલ મણીયાર .

કાનુડાને કોઇ જઇ કહેજો અળગા છો તો એમણા રેજો .

ગાયો ઝુરે છે ગમાણમાં કાના મોર ગીતો ના ગાય .
નદિયોનાં નિર સાવ નિમાણા વાંસળી ના સંભળાય .
મધુવનમાં પગ મુકે જો . કાનુડાને . ૧ .

ગુલ બકુલ કદંબની ડાળો પાન ગયાં સુકાઇ .
વાયરો ઠંડો વાયના એથી ઝાડ ગયાં ઝકડાય .
નીરખવાને તસ્દી લેજો . કાનુડાને . ૨ .

રાસ રમ્યા વિણ ગોપીયો રૂઠી જુઠી આ માયા જાળ .
અધરાતે અમે આવતી ઉઠી શામળા એ સંભાળ .
અવગુણ એવા કાંઇ ના જોજો . કાનુડાને . ૩ .

ચીર હર્યાતાં એ શેરમાં જઇને ક્યાંય કેતો નહી શ્યામ .
ગમે તેવી તોય ગામની ગોપી કરતો ના બદનામ .
અમને એવાં દૂખ ના દેજો . કાનુડાને . ૪ .

મટકી ફોડીને મહિડાં લુંટે અમને આનંદ થાય .
તું મોટો થયો મર્યાદ શું આવી શ્યામ હવે શરમાય .
આવીજા તું આવી શકે જો . કાનુડાને . ૫ .

બળ્યું બધું ઇ કાન એનું તો અમને કાંઇ ન દૂખ .
મા એ ઉછેરીને મોટો કર્યો એનું જોઇજા જાદવ મુખ .
અંતર તારે ભાવ ઉઠે જો . કાનુડાને . ૬ .

મથુરાના એ મીઠડા મેવા ભાઇજી ભાવે ખૂબ .
રાધાથી રૂઠ્યો કુબજાનો કંથ કેમ બન્યો તું ચૂપ .
હવે મરજાદમાં રેજો . કાનુડાને . ૭ .

- ભાઇજીભાઈ ચાટકા. અમરાપર
loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({ id : “747068”, domain : “n.ads1-adnow.com” }); //st-n.ads1-adnow.com/js/a.js

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...