જાનકી જાયા

તાલ. મણીયાર .

જગદંબા શ્રી જાનકી જાયા મોજ માણે વનની માયા .

તીર ધનુષ ચડાવીને તાકે તારલાનાં નિશાન .
ઝુંપડી માં જેવાં ઝુમખાં ટાંગી લટકે છે અસમાન .
લેવા અંજવાસની છાંયાં . મોજે માણે . ૧ .

ઝાડ ઝંઝેડીને ઝીલતા તાજા ફળનો લેતા લાવ .
બાંધી લતાના હીંચકા ઝુલે પૃથવીએ દિ પાવ .
સેલારા થાય સવાયા . મોજે માણે . ૨ .

દેતા ધરામાં ધુબકા લાવે શિવ કે શાલીગ્રામ .
ઠેકઠેકાણે સ્થાપનો કીધાં ધન્ય બનાવ્યું ધામ .
હેતે ઋષિ નેય હસાવ્યા . મોજે માણે . ૩ .

સમીર સુખડ ધૂપને ગૂગળ ઔષધીઓ અણપાર .
પારીજાતના પુહપો કેરો હેતે બનાવે હાર .
તોરણ દ્વારદ્વાર સોહાયાં . મોજે માણે . ૪ .

ભાઇજી ભાળે જ્યાં વનનાં પ્રાણી ખેલવા સંગે જાય .
કપીના સંગે ઓળકોળામણ સિંહ સવારી થાય .
મૃગને જંપ માંહી હંફાવ્યા . મોજે માણે . ૫ .

ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({ id : “747068”, domain : “n.ads1-adnow.com” }); //st-n.ads1-adnow.com/js/a.js

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...