માણસ છું – ગઝલ

માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું,
વહેંચણ વચ્ચે વહેંચણ થઈ, વહેંચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈને, પથરાઈ ગયેલો માણસ છું.

દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઈ નથી,
દુનિયાના જખમો જીરવી, રૂઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કર જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું,
અમથો અમથો આદતવશ, રિસાઈ ગયેલો માણસ છું.

“નાઝિર” એવો માણસ છું, જે કેમ કરી વિસરાય નહિ,
જાતને થોડી ખર્ચીને, ખર્ચાઈ ગયેલો માણસ છું.

– નાઝિર સાવંત

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...