માયા મહીયરની મેલી – દિકરી વિદાય

ઢાળ.તાલ મણીયાર.

માયા મહીયરની મેલી હાલી આજે હેતની હેલી.

ખોળલે જેદિ ખેલતી તેદિ દાઢીએ ઘસતી હાથ.
કુમળા હાથે કાન ખેંચીને કરતી કિલકિલાટ.
ઘુઘવતીને હસતી ઘેલી. હાલી આજે.૧.

મુખ ખોલીને ગાલને ચૂમે વ્હાલથી ખેંચે વાળ.
રૂઠતી તો રૂમઝુમતી ભાગે હસી આવે હેતાળ.
વળગે ડોકે વ્હાલની વેલી. હાલી આજે.૨.

પગમોજાં બુટ પેરીને ચાલે એવી ચટકતી ચાલ.
ઝુલ્ફાને જુલાવતી નાચે નેણ ગુલાબી ગાલ.
ખંભે નિશાળની થેલી. હાલી આજે.૩.

ઝપટુ દેતી ને ઝૂમતી હોંશે કરતી ઘરના કામ.
અખંડ આનંદ મુખડે મ્હાલે અંતરે નહી આરામ.
ઘરના કામે એટલી ઘેલી. હાલી આજે.૪.

પેની અડેના પૃથ્વી એની એવી તે ચપળ ચાલ.
રાસ રમે ત્યારે ભાન ભૂલેલી ઝુલતા લાાંબા વાળ.
ઝુલે જેમ વાયરે વેલી. હાલી આજે.૫.

આવે અતિથી આંગણે ત્યારે હૈયે અતી હરખાય.
ચા અને પાણી સ્નેહથી દેતી પીરસવા પોરસાય.
હળવે મિષ્ટાન દયે મેલી. હાલી આજે.૬.

આજ માથા ઢક ઓઢણી એને પેની ઢક્યો પેરવેશ.
મર્યાદાની મુરતી આજે પિયર થ્યો પરદેશ.
દિશે બંધ દાંતની ડેલી. હાલી આજે.૭.

પગ દબાતે પગલાંને વિલંબથી બોલે વેણ.
હસવા માં હડતાલ પડી ગઇ નીચાં ઢળ્યાં છે નેણ.
ભાઇજી ના ભાવને ભૂલી. હાલી આજે.૮.

  • ભાઇજીભાઈ ચાટકા
loading…
(sc_adv_out = window.sc_adv_out || []).push({ id : “747068”, domain : “n.ads1-adnow.com” }); //st-n.ads1-adnow.com/js/a.js

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...