સીતા હનુમાનને કે છે (ઢાળ – મણિયારો)

સીતા હનુમાનને ક્યે છે શંકા મને ઉરમાં રે છે.
સમ ખાઈને કહી દે સાચું તને રખોપાં હું રામનાં યાચું.

સાત સાગર જોને ઘૂઘવે સામે તું થી તર્યા કેમ જાય.
નથી પવનની પાંખડી તારે આભમાં કેમ ઉડાય . સીતા . ૧

માયાવી વીંટી મોકલે એવા દાનવો કેરા દાવ.
માનેના મારૂ મનડું આવ્યો ભાઇતું લેવા ભાવ . સીતા . ૨

જોઇદે વીરા વીંટી મઢેલા રૂદિયા કેરા રામ.
છબી છે રૂડી ચીતરી એમાં નીચે લખ્યાં અમ નામ . સીતા . ૩

લાલ લોચનીયાં લૂછતાં પ્રેમે નિરખી વીંટી જોઇ.
ચુબનો દેતા ચાંપતાં હૈયે ઉરમાં આસન દેય . સીતા . ૪ 

વેગે તું વાવડ આપને વાલા સહુના કુશળ ક્ષેમ.
મને યાદ કરે કે અળગી કીધી રામને કેવીક રેમ . સીતા . ૫

કેજે મારે નથી કંચવો જોતો દિલના ધરજો રૂખ.
ભાઇજી કેજે ભાવથી વંદન રામના ચરણે સુખ . સીતા . ૬

ભાઇજીભાઈ ચાટકા – અમરાપુર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...