ગઝલ – મજા છે દૂર રહેવામાં

કહુ છુ પ્રેમીઓ ઓ ભોળા મજા છે દુર રહેવા મા
સમીપે સંતાપો જાજા મજા છે દુર રહેવા મા !

ઊગે આકાશે ભાનુ કમળનુ મુખડુ મલકે
રવિ ને સ્પર્શવા કરતા મજા છે દુર રહેવા મા !

બજે જયાં બિન મીઠુ ત્યાં ન હરણી આવજે પાસે
વિંધાવુ બાણથી પડશે મજા છે દુર રહેવા મા !

ચકોરી દુર થી નાચે ન ઊડી ચંદ્ર ને ભેટે
કલંકો દેખવા કરતા મજા છે દુર રહેવા મા !

પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવુ
દિપક મા દાઝવા કરતા મજા છે દુર રહેવા મા !

તજી ને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કુષ્ણ દ્વારકા
પ્રભુએ પણ પીછાણ્યુ કે મજા છે દુર રહેવા મા !

કહુ છુ પ્રેમીઓ ભોળા મજા છે દુર રહેવા મા !

Jabbardan Gadhavi

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...