આપને તારા અંતરનો એક તાર..

આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઇ ન માંગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઇ ન માંગું. … આપને

તુંબડું મારું પડ્યું નકામું,
કોઇ જુએ નહીં એના સામું,
બાંધીશ મારા અંતરનો ત્યાં તાર,
પછી મારી ધૂન જગાવું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઇ ન માંગું …. આપને

એકતારો મારો ગૂંજશે મીઠું,
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું,
ગીતની રેલાશે એક અખંડિત ધાર,
તેમાં થઇ મસ્ત હું રાચું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઇ ન માંગું  … આપને

– રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com