શ્રીકૃષ્ણ બાળલીલા

(શ્રીમદ ભાગવત દસમસ્કંધ )

દોહા

ભાવસિંહ મહારાજનું , રામચંદ્રા સમ રાજ ,
રાજકવિ તે રાજનો , ગાય પ્રભુ ગુણ આજ ,
ઓગણીશ ત્રેસઠ અને , શ્રાવણ વદિ શનિવાર
કૃષ્ણ અષ્ટમી દિન કર્યો , પૂર્ણ ગ્રંથ ધરી પ્યાર .

૧. છે સર્વ લીલા સર્વ સ્થળમાં રાગ : ભૈરવી – ત્રિતાલ છે સર્વ લીલા સર્વ સ્થળમાં, સર્વ શક્તિમાનની ગુણવંત થાવું ગર્વ તજીને, ગૂઢ ગતિ છે જ્ઞાનની,…ટેક. ભક્તિ નવ ભેદ છે, સમજો તેનો સાર, પ્રેમ ભક્તિ પ્રભુને પ્રિય પામે નહીં કોઈ પાર, કોઈ પાર પામે પુરુષ વીરલા, ધૂન લાગે ધ્યાનની.. છે સર્વ…૧ લીલામાં રસ લાગશે સુકામાં નહીં સ્વાદ, સ્થિર મનથી અનુભવ થશે, આપ કરી લ્યો યાદ, કરી યાદ બરને કવિ પિંગલ, બાળલીલા કાનની.. છે સર્વ…૨
૨. રાગ : કાલિંગડો લાવની મનહર મુરતી જનમ્યા શ્રી મથુરામાં, પ્યારા જગપતિ…. … …મનહર…ટેક શ્રાવણ વદિ અષ્ટમી સુખકારી, મધ્ય રાત્રી વેળા મુરારી, આવ્યા સુખ દેવા અવતારી. મનહર…૧ દેવકીજી મનમાં અધિક ડરે, વસુદેવ વિચાર અનેક કરે, વિઠલ વૈરાટ સ્વરૂપ ધરે. મનહર…૨ કીધાં દર્શન અદભુત કૃતિ, પિતુ માત પ્રસન્ન ટળી વિપતી, આવ્યો તેથી વિશ્વાસ અતિ. મનહર…૩ ઈશ્વર કહે તમે શીદ અકળાઓ, મને નંદ દ્વાર મૂકી આવો, પુત્રી ત્યાથી અહીંયા લાવો. મનહર…૪ એટલું કહીને અંતરયામી, શિશુ વેશ ધરીને રહ્યા સ્વામી, નિરખ્યા કવિ પિંગલ બહુ નામી. મનહર…૫
૩. લઈને ચાલ્યા વસુદેવ આપના લાલને રે રાગ : જીલ્લો – તાલ : ઠુમરી લઈને ચાલ્યા વસુદેવ આપના લાલને રે, લાલને રે ગહુ પાલને રે…લઈને …ટેક. ઘારણ વળીયાં તાળાં ટળીયાં, મન ગમતાં સહુ સાધન મળીયાં, સુક્રત ફળીયા કોઈ ન જાણે ખ્યાલને રે…લઈને…૧ વાદળ લાગ્યાં સુધા વરસવા, દેવ આવીયા વદન દરસવા, જમુના ચઢી પરસવા પદ નખ લાલને રે…લઈને…૨ ચિત અતિ છળમાં બુદ્ધિબળમાં, ધમ રાત્રી પહોંચ્યા ગોકુળમાં, નંદ દ્વાર જઈ દીધા દીનદયાળને રે…લઈને…૩ જસોમતી સ્તન પાન કરાવે, પુત્રી લઈ પિતુ પાછા આવે , પુત્રી લઈ પિંગલ ગાવે ઉત્સવ ગ્વાલને રે…લઈને…૪
૪. જન્મ પુત્રીનો થયો તે જાણી ગરબી – તાલ : દાદરો જન્મ પુત્રીનો થયો તે જાણી……ટેક. આવ્યો ભૂપ કાળરૂપ સર્વ ચુપ, તેગ તાંણી તાંણી…વાત જાણી…જન્મ…૧ દેવકીજી લાગ્યાં અતિ ડરવા, કાલાવાલા લાગ્યાં કરવા, હણ્યા પુત્રો ખટ ભ્રાત, ન કર તાત બાળ ઘાત, દીન પ્રાણી પ્રાણી…વાત જાણી…જન્મ…૨ તો પણ કંસેનવાત માન્ય કીધી, લાજ ત્યાગી કન્યાને ખેંચી લીધી, પટકી ઝટકી બે હાથ શિલા સાથ શિશુ અનાથ, પ્રાણ હાંણી હાંણી હાંણી…વાત જાણી…જન્મ…૩ મહા રૂપ ધર્યું તુર્ત જોગ માયા, કળા સોળ ભુજા અષ્ટ દિવ્ય કાયા, તેનો થઈ ચુકયો અવતાર, તારો માર છે તૈયાર, સત્ય વાણી વાણી…વાત જાણી…જન્મ…૪ ભગિની પાસે ઊભો હાથ જોડી, તુરત નાખી બેડી તેની તોડી, કીધું પૂરણ મેં પાપ, તજી વિલાપ કરો માફ, રહેમ આંણી આંણી…વાત જાણી…જન્મ…૫
૫. કંસ ઉદાસી મનમાં થઈને લાવની કંસ ઉદાસી મનમાં થઈને સેવકને લાગ્યો કહેવા, ઝટ હણજ્યો તમે વૃજમાં જઈને, નાનું બાળ નવ દયો રહેવા…૧ નંદરાય કર ભરવા મથુરાં, ગયા ગોપ સંગે લઈને, વસુદેવ ઘર જઈને મળીયા, કુશળ ખબર શિશુના કહીને…૨ વસુદેવ કહે નંદરાયને, જલદી મથુરાથી જાવું, ઉતપાતો છે વૃજનન ઉપર, મટે નહીં કદીએ થાવું…3 પછી કંસના હુકમ પ્રમાણે, બાળ ઘાત થવા લાગી, પિંગલસી કહે ભય પામીને, ભુવન તજી રૈયત ભાગી…૪
૬. પ્યાસી પ્રાણ તણી બાળકની માસી (ગરબી – ત્રિતાલ) પ્યાસી પ્રાણ તણી બાળકની માસી પુતના રે, વૃજ વાસી છે ઉદાસી તેથી આજ…પ્યાસી…ટેક. મથુરામાંથી મોકલી બેશક હણવા બાળ, ગર્ભ આઠમો ગોતવા કંસ રાયનો કાળ, આવી ઊભી રહી નંદજીને આંગણેરે, મોહન પારણીએ પોઢયા છે મહારાજ…પ્યાસી…૧ પ્રીતિથી તેડયા પછી કરાવવા સ્તનપાન, ગોવિંદ દૃગ વીંચી ગયા જાણ્યા છતાં અજાન, જોઈ માતાજી જશોદા લાગ્યાં ધ્રુજવા રે, કરશે આ ઘડી આસુરી કુડું કાજ…પ્યાસી…૨ દીધી મુખમાં ડીટડી વિષભરી તે વાર, લાલ ખેચવા લાગીઆ પિડા થઈ અપાર, છોડી દે છોડી દે એમ કહેવા લાગી શંખણી રે, આકુળ વ્યાકુળ થઈ કંઈ ચાલ્યો અહી ઈલાજ…પ્યાસી…૩ પ્રાણ ત્યાગવાથી પડી અદભુત જેનું અંગ, સુધર્યા કારજ સંતનાં પિંગલ ખેલ પ્રસંગ, વળી વળી લીએ માતા પ્રભુના વારણાં રે, રાજી થયો સર્વ ગોપિનો સમાજ. …પ્યાસી…૪

૭. અતિ ઉત્સવ નંદને દ્વાર ગરબી અતિ ઉત્સવ નંદને દ્વાર અંગ પરિવર્તનનો, સજી ગોપીઓ સોળ શણગાર જામો વૃજ જનનો. અતિ…ટેક. આવી મોહનને નીંદ્રા અપાર જનની તે જાણી, બાંધ્યુ ગાડા પુરાતન સંગ પારણીયું તાણી. અતિ…૧ સહુનું કરવા સન્માન રોકાણા નંદરાણી, પ્રભુજી કરવા સ્તનપાન ઉઠયા અતિ રીસ આણી. અતિ…૨ તોડયું પટુથી તેવાર ગાડું ગિરધારી, અચરજ થયું ગોપને અપાર આ બાળ અવતારી. અતિ…૩ તેડયા લાલને જસોમતી માત શુભ કારજ કીધાં, ઘનશ્યામની મટી ગઈ ઘાત દાન દીનને દીધાં. અતિ…૪
૮. વદે શુકદેવજી સત્ય વાણી ગરબી વદે શુકદેવજી સત્ય વાણી રે, સુણે પરીક્ષિત રાજા ભાવ આંણી રે બાળલીલામાં ચિત્ત ગયું બાંધી રે, મટી આધિ અને સર્વ વ્યાધિ રે…વદે…ટેક. એક દિવસ ઉતસંગમાં, બેઠા ક્રુષ્ણ મુરાર ભૂધર સમ ભૂધર તણો ભાસ્યો જનની ભાર ભાર લાગ્યાથી ખેલ થયો ભારી રે, આપ ખોળેથી દીધાં ઉતારી રે વૃજ માથે ચડ્યો વીંટોળો રે, ગજબ ગેબી વાયુનો એક ગોળો રે. વદે…૧ ગિરધારીને લઈ ગયો ઉડાડી અશમાન વૃતાસુર એ વંશમાં હતો અસુર હેવાન અંધ અંધ રહ્યું કાંઈ નવ સુઝે રે; બાળ ક્યાં ગયા ગોપાળ માત બૂઝેરે, ગળે વળગ્યાં તેને ગિરધારી રે, મૂંઢ રાક્ષસને નાખ્યો મારી રે. વદે…૨ મનુષ્ય સર્વ આવી મળ્યો-શાંત થયું તોફાન, પૃથ્વી પર આવી પડ્યો નિશિચર ગિરિ અનુમાન. તેની ઉપર છે કૃષ્ન અવતારી રે, આવ્યા માતાજી લીધા ઉતારી રે વૃજવાસી હરિને વધાવે રે, ગુણ પિંગલ કવિ નિત ગાવે રે. વદે…૩
૯. એક દિવસ ગોકુળ અંદર લાવની એક દિવસ ગોકુળ અંદર, માત રમાડે મોહનને, બીજા બાળ સમ આ બાળક છે, એવી ભૂલ થઈ છે મનને …ટેક. બાળ કૃષ્ણજીએ ખાધું બગાસું મુખ અંદર જોવે માજી, સૂર્ય ચંદ્ર નભ તારા સુંદર, બણી ચાર જુગની બાજી. એક…૧ અમર ઈંદ્ર શંકર અવિનાશી, બ્રહ્મ વેદ ભણે ભારી ચૌદ લોકની રચના શોભે, નિરખી છબી ન્યારી ન્યારી. એક….૨ જસોમતી મન લીધું જાણી, આ બાળક છે અવતારી, મહદ ભાગ મારા મંદિરમાં, સુત થઈ આવ્યા સુખકારી. એક…૩ જનનીના મનની પ્રભુ જાણી, મોહ ભરી કીધી માયા, વાત વિસારી દીધી માતને, ગુણ કવિ પિંગલ ગાયા. એક…૪

૧૦ . ગોર આવીયા ગરગાચારજ લાવની ગોર આવીયા ગરગાચારજ, નામ આપવા જસનામી; નંદરાયજી ચરણ નમ્યા જઈ, ખુશી થવામાં નહીં ખામી …ટેક. ગોર કહે સહુને નિજ ગુણથી, રોહિણીસુત રંજન કરશે, ઠામ ઠામ ભુજના બળથી, બળરામ નામ તેનું ઠરશે…ગોર…૧ સહુ યાદવને સંગ રાખશે, સંકર્ષણ તે કહેવાશે, અનુજ ભ્રાત ઘનશ્યામ અનુપમ, ક્રુષ્ણ કહી જન ગુણ ગાશે…ગોર…૨ વસુદેવ ઘર જન્મ થવાથી, વસુદેવ જ્ઞાની વદશે, દિવ્ય રૂપ તેના દર્શનથી, જલદી જનના પાપ જશે…ગોર…૩ એમ ઘણી આશિષ આપીને, ગોરદેવ નિજ દ્વાર ગાયા, પિંગલ કવિ કહે સહુ સુખ પામ્યા, દીનબંધી અતિ કરી દયા…ગોર…૪
૧૧. પછી નંદજીના બે પુત્રો લાવણી પછી નંદજીના બે પુત્રો, રામ કૃષ્ણ લાગા રમવા, ઘુંટણ વતી ફરતા નિજ ઘરમાં, ઝટ માતા દેતાં જમવા …ટેક. કરથી ચાલીને કાદવમાં, ઉતાવળા દોડે આવી , તેમાંથી જનની લ્યે તેડી, હેત બતાવી હરખાવી… પછી…૧ આવે કોઈ વૃજજન આંગણામાં, જટ તેની પાછળ જાતા, ડર પામી વળી આવે દોડી, જ્યાહોય પોતાની માતા…પછી…૨ ચંદન લેપ કરે તન સુંદર, અતિ શોભે પ્રભુ અવિનાશી, અણસમજુ પેઠે વરતે પ્રભુ, અનંત કળાના અભ્યાસી…પછી…૩ છાતી સરસા ચાંપી સ્નેહે, જલદી ધવરાવે માજી, પિંગલ કવિ કહે બાળ પ્રભુને, રહે સદા નીરખી રાજી…પછી…૪
૧૨. ભાળી ભાળી ભાળી રે રાગ : જિલ્લો – તાલ : ચલતી ભાળી ભાળી ભાળી રે… મને ભાવ વધ્યો છબી ભાળી. …ટેક. રૂમક ઝુમક પગ બાજે ઝાંઝરીયા, ચાલ ચલે લટકાળી રે …મને…૧ માત સુણે તેમ તોતલી મુખથી, વાણી વદે રસવાળી રે …મને…૨ નાના વચ્છનાં પુંછને વળગી, માંડે પગ વનમાળી રે …મને…૩ પિંગલ દર્શન બાળ પ્રભુનાં, તુરત દીએ દુ:ખ ટાળી રે …મને…૪
૧૩. બળથી બળથી બળથી રે રાગ : જિલ્લો બળથી બળથી બળથી રે… પ્રભુ ચાલે પોતાના બળથી. …ટેક. ચપળ હરિને માતા સંભાળે, છટકી જાય અતિ છળથી રે…પ્રભુ…૧ માખણ મિસરી સહુ મળી ખાવું, ન્હાવું જળ નિર્મળથી રે…પ્રભુ…૨ જુવતી વૃજની ક્રીડા જોવા , ઊભી દૃષ્ટિ અચળથી રે …પ્રભુ …૩ પિંગલસી કહે પ્રભુની આંખડીયું કેવી સુંદર છે કમળથી રે…પ્રભુ…૪
૧૪. માતા જસોદા તેને વારો ગરબી – તાલ : દાદરો માતા જસોદા તેને વારો કાનુડો મારાં મહી ચોરે…..મહી ચોરે રે…ટેક. પારકું ખાવું ને પારકું પીવું એ છે ક્યાનો ધારો વિચારી જુવો તો ઘરનું ખાધા વિના, શરીરે નહીં થાય સારો. કાનુડો…૧ કહેવું અમારું લાગશે કડવું પુત્ર હશે બહુ પ્યારો પાંચ દી જાતાં તમને પીડશે, છોકરાંને લાડ નહીં સારો. કાનુડો…૨ સંગના સખાને કાનુડો શીખવે શીંકેથી મહીડાં ઉતારો ફાવે તેમ પછી ઢોળીફોડીને, ગોરસમાં નાખે છે ગારો. કાનુડો…૩ કેટલા એવા ફંદ કરીને નટવર રહે છે ન્યારો પિંગળ તે વિના ચેન પડે નહીં, એથી છે અંતે ઉગારો. કાનુડો…૪
૧૫ . મારો નટવર છે બાળ ગરબી – તાલ : દાદરો મારો નટવર છે બાળ હજી નાનું મૈયારી હું તો નહીં માનું રે નહીં માનું…ટેક. નવલખ ધેનુ દુઝે છે આંગણે પય છે ઘણેરું પીવાનું જે જોવે તે વસ્તુ જડે છે, ખૂબ છે અન્ન ખાવાનું. મૈયારી…૧ ચાર દિવસથી શીખ્યો છે ચાલવા શું સમજે ચોરવાનું સાચું જૂઠું કહો તે રહું સાંભળી, પડયું છે તમથી પાનું. મૈયારી…૨ લાલજીની તમે કેડે લાગ્યા શું છે કારણ છાનું એક ગઈ ને વળી બીજી આવે, જૂઠું બતાવે બાનું. મૈયારી…૩ જો તું દેખ તો પકડી લાવજે કૂડું નથી કહેવાનું, પિંગળસી કહે ભવસિંધુમાં, તે છે નાવ તરવાનું. મૈયારી…૪

૧૬. વેળા કવેળા આવે કાનુડો ગરબી વેળા કવેળા આવે કાનુડો વેળા કવેળા આવે, ધેનુને વચ્છ ધવરાવે. કાનુડો…ટેક. પોતે ખાતાં દહીં વધી પડેતો વાંદરાંને ખવરાવે. કાનુડો…૧ જો અમે તેને કહેવા જાઈએ તો બળીયો થઈને બિવરાવે. કાનુડો…૨ મહીની મટુકી પાછી માગીએ તો વાલો અંગૂઠો બતાવે. કાનુડો…૩ પિંગલસી કહે તેને કેમ પહોંચીએ મોટા મોટાને ભરમાવે. કાનુડો…૪
૧૭. શું કહીને સમજાવું કાનુડાને ગરબી શું કહીને સમજાવું કાનુડાને, શું કહીને સમજાવું; મહી લુંટી લુંટી ખાવું. કાનુડાને…ટેક. હું રે ખીજું તો પોતે હસે છે, થાય છે તેથી શરમાવું…કાનુડાને…૧ એકબે બોલમાં વશ કરે એવું. ગોવિંદને આવડે ગાવાનું…કાનુડાને…૨ એનું થવું પડે નિત્ય ઓશિયાળુ, જળ ભરવાને જાવું…કાનુડાને…૩ બળીયા સાથે વેર બાંધીને, પીંગળ છે પસ્તાવું…કાનુડાને…૪
૧૮. ખાઓ માં ખાઓ માં ગરબી – તાલ : દાદરો ખાઓ માં ખાઓ માં કાનુડા ધુરી ખાઓ માં રે, મરમાળા છોગાળા ઘનશ્યામ માણારાજ …ખાઓ. ટેક. મન ગમતા મગાવું મેવા માવજી રે, દેવા પડે ઘણેરા ભલે દામ માણારાજ…ખાઓ. ૧ કહે નટવર મેં કાંઈ ખાધું નથી રે, મુખ જુવોને તપાસી તમામ માણારાજ…ખાઓ. ૨ માતા જુવે છે ક્રુષ્ણ કેરું મુખડું રે, ધન્ય જોયાં તેમાં ચૌદ ધામ માણારાજ…ખાઓ. ૩ કહે પિંગલ અદભુત વાત કૃષ્નની રે, રાણી નંદની વદે છે રામ રામ માણારાજ…ખા. ૪

૧૯. જાણ્યું આ પ્રભુ અવતાર છે રે ગરબી જાણ્યું જાણ્યું આ પ્રભુ અવતાર છે રે એની માયા છે અપરંપાર માણારાજ…જાણ્યું ૧ મન કર્મ વાણીથી જણાય નહીં રે, એવા જગતને જેનો છે આધાર માણારાજ…જાણ્યું ૨ મોહનપુત્ર છે અને હું તેની માત છું રે, ભ્રમ થવાથી ઉપાડું છું ભાર માણારાજ…જાણ્યું ૩ એમ જ્ઞાન થતું જાણ્યું કૃષ્ણ માતને રે, વળી માયાનો કીધો વિસ્તાર માણારાજ…જાણ્યું ૪
૨૦. મારે કરવું છે પય પાન ગરબી – તાલ : દાદરો મારે કરવું છે પય પાન માતા રે, ગોરસ મેલી દયો વલોવવાં રે. માતા. ટેક. જસોદાએ મેલ્યાં વલોણા જાળવી રે, ભાવેથી તેડી લીધા ભગવાન…માતા ૧ એટલામાં દૂધ ઉફાળે આવીયું રે, દોડી ગયાં માતા બેઠા રહ્યા ભગવાન…૨ પ્રમુખજી પુરણ સંતોષ પામ્યા નહીં રે, એથી માન્યું પોતે અપમાન…માતા ૩ કહે કવિ પિંગલ લીધો કર કાંકરો રે, નટવરે કીધું ગોળીનું નિશાન…માતા ૪
૨૧. ક્યાં રે ગયો કાન ક્યાં ગરબી ક્યાં રે ગયો કાન ક્યાં રે ગયો, ગોળી ફોડીને કાન ક્યાં રે ગયો. ટેક. ગોપીયો તેને દોડી છે ગોતવા, લાલજી દ્વારમાં લપાઈ રહ્યો…ગોળી.. ૧ મોહન મળે નહીં માતા મૂંઝાણા, ત્યારે આવીને આપ હાજર થયો…ગોળી.. ૨ લાલને જોઈ માએ લીધી છે લાકડી, આવો ગોપી તેને પકડી લીયો…ગોળી.. ૩ પિંગલ કહે પુરણ બ્રહ્મ પોતે, ગોપીઓના હાથથી બંધાઈ ગયો..ગોળી.. ૪

૨૨. એથી માતાજી અકળાય ગરબી – તાલ : દાદરો એથી માતાજી અકળાય, બાંધ્યો કાનો નવ બંધાય, જેમ જેમ દોરડાં લાવતાં જાય, ગાંઠ વાળતાં ઓછાં થાય, જશોમતી થાકી ગ્યાં જ્યારે ત્રીકમજીએ વિચાર્યું ત્યારે, બંધાણો બળવાન વાલો…૧ ચોક્કસ ખાડણીયાની સાથ, હરિના બાંધ્યા બંને હાથ જમળા અર્જુનના બે ઝાડ એમાં થઈ ચાલ્યો ઓનાડ, મણી ગ્રીવ નળ કુબેર બે યક્ષો શ્રાપ નારદનો વૃજના વૃક્ષો, ધરતા હરિનું ધ્યાન વાલો…૨ પડતાં વૃક્ષો છૂટયો શ્રાપ, દિવ્ય દેહ ધરી ઊભા આપ, પુરુષ રૂપ થઈ લાગ્યા પાય, ગુણ ગોવિંદના ગાતા જાય, અનંતને બાળ લીલાથી ઉધાર્યા, તાપ મટાડી દધિ ભવ તાર્યા, દીધાં ઘણેરા દાન વાલો…૩ ગોપી મળીને ગાવે ગીત, પિંગલ કવિ એની તેમાં પ્રીત, જસોદા સુતને તેડી જાય, હરિનું મુખ જોતાં હરખાય, એની લીલા છે એવી એવી ખૂબ જુગ પ્રત્યે જોયાં જેવી, પ્રભુજી કરે પય પાન વાલો…૪
૨૩. નંદાદીક ગ્વાલ કરે ગરબી – તાલ : દીપચંદી નંદાદીક ગ્વાલ કરે, મળી વાતો રે, અહીયાં થાય છે ઘણાં ઉતપાતો. નંદાદીક…ટેક તેથી હવે આ સ્થળ દેવું ત્યાગી રે, રહેવું બીજે જઈ અનુરાગી રે, ભારી વિઘ્ન ગયાં છે બડ ભાગી. નંદાદીક…૧ જાહેર કીધું વૃજના જનમાં રે, મંત્ર એક ધર્યો સહુ મનમાં રે, વસવું જઈને વૃદાવનમાં. નંદાદીક…૨ ઝટ ચાલ્યાં સહુ ગાડા જોડી રે, સંગે લીધાં વાછરું છોડી રે, તે ભૂમિની માયા તોડી. નંદાદીક…3 વૃંદાવનમાં થયાં સહુ વાસી રે, પિંગલ કહે કૃષ્ણ ઉપાસી. નંદાદીક…૪
૨૪. સખી આજ બાલકૃષ્ણ ગરબી – તાલ : દાદરો સખી આજ બાલકૃષ્ણ વાછરું ચરાવે, વાછરું ચરાવે હરિ અસુરને હરાવે. સખી…ટેક. વાછડાનો વેશ લઈ વચ્છાસુર આવ્યો. વાલાજીએ દૂરથી બળદેવને બતાવ્યો , એ સમે છળ રાખી, પગ પકડીને ઉઠાવ્યો. સખી…૧ કોઠીના ઝાડ દીસી ઘાવ કરી દીધો, હાલ હાલ નિશિચરનો પ્રાણ હરી લીધો, કઈ વાર વૃજજનનો પ્રભુ બચાવ કીધો. સખી…૨ એક સમય આવ્યા પ્રભુ, ગહુને જળ પાવા, બગાસુર બળથી ત્યાં લાગ્યો બિવરાવા, ઝટ પકડી લીધો પ્રભુ દીધો નહીં જાવા. સખી…૩ ફેરવી પછાડયો તેની ચાંચ નાખી ફાડી, એ ઘડીએ ફેંકી દીધો હાથથી ઉપાડી, દેવ કરી વિનતિ ગુણ ગાય દાડી દાડી. સખી…૪

૨૫. વૃજમાં પ્રભુ એક દી ગરબી વૃજમાં પ્રભુ એક દી જાગ્યા પ્રભાત વેળા, ભ્રાત સહિત સર્વ સખા આવી મળયા ભેળા. વૃજમાં…ટેક. વાછરું અસંખ્ય લઈ ચાલ્યાં વૃજવાસી, તેવ તેવડા શરીર જુવે છે તપાસી, અંગ ઉમંગ સંગ ચાલે અવિનાશી. વૃજ…૧ ચણોઠી સુવર્ણ મણી માળ કંઠ છાજે, રંગ રંગ વસ્ત્ર શિષ મોર પિંછ રાજે, ગાય ગીત શિગી સુર બંસી ધૂન ગાજે. વૃજ…૨ અઘાસુર ઈર્ષા કરી આવ્યો અભિમાની, સુતો થઈ અજગર ત્યાં વાત નહીં છાની, નાક છિદ્રો મોટાં મુખ ફુગાની નિશાની. વૃજ…૩ મારગના ભ્રમથી મુખમાંહી ગયાં સમાઈ, રમતા સહુ બાલ ગ્વાલ રહ્યા છે રોકાઈ, પાપ જાણી લીધું કૃષ્ણ આપની પ્રભુતાઈ. વૃજ…૪
૨૬. ગ્વાલ કહે ગુણ ગાઈ સુંદરવન ભજન – તાલ : ચલતી ગ્વાલ કહે ગુણ ગાઈ સુંદરવન, જલદી કરો સહાઈ હો જી…ટેક. પ્રભુ તુરત તેનાં મુખમાં પેઠા, મનુષ્ય રહ્યા છે મૂંઝાઈ હોજી, વેગ થકી નિજ અંગ વધાર્યું, રહ્યું ગળું છે રુંધાઈ. સુંદરવન…૧ અજગર તે વેળા અકળાણો, દુ:ખથી રહ્યો દબાઈ હો જી, તેનો પ્રાણ બ્રહ્મરંધ્ર તોડીને, નીકળ્યો થઈ નવાઈ. સુંદરવર…૨ સુધા નજરથી ગ્વાલ સરવને, જીવાડયા જદુરાય હો જી, અસુર ઉદરથી બાર આવીયા, વૃજમાં વાગી વધાઈ. સુંદરવન…૩ દેવ પ્રસન્ન થયાં તે દેખી, બ્રહ્મા રહ્યા લોભાઈ હો જી, પિંગલ કહે થઈ અળગી પીડા, શ્યામ સદા સુખદાઈ. સુંદરવર…૪
૨૭. એવા અસુરને મારી આવ્યા ભજન એવા અસુરને મારી આવ્યા, પ્રભુ જમુના તટ અવિકારી હો જી…ટેક. ગીરધારી કહે ગ્વાલને, વન શોભા વિસ્તારી. આવ્યા…૧ પાયાં વાછરું ત્યાં પાણી, વદ્યા કૃષ્ણ મુખ વાણી હો જી, ઝટ આવો હવે મળી જમીએ, વખત ઘણી વરતાણી. આવ્યા…૨ બાલ ગ્વાલ સહુ સાથે બેસી, જુગતે લાગ્યાં જમવા હો જી, ચાલ્યા વાછરું ચરતાં ચરતાં, રસ્તે આઘા રમવા. આવ્યા…૩ દૂર વાછરું જાતાં દેખી, ડર્યા ગ્વાલ દિલમાહી હો જી, કૃષ્ણ કહે તમેં નવ અકળાશો, લઈ આવું હું આંહી. આવ્યા…૪
૨૮. ઊઠયા ત્યાથી તે વેળા રે ગરબી ઊઠયા ત્યાથી તે વેળા રે, જોવા વચ્છ જમતા જમતા, ભુધર ભવ થયાં ભેળાં રે, થાકી ગ્યાં ભમતા ભમતા…ઊઠયા…ટેક. એ વખતે બ્રહ્મા આવ્યા રે, વાલાનો મહિમા જોવા, વચ્છ હરણ કરીને સીધાવ્યા રે, દેશે કેમ હવે ગૌ દોવા …ઊઠયા ૧ જમુના તટ પાછા જઈને રે, જોવે જ્યાં અંતરજામી, ત્યાં ગોપનંદ કોઈ ન મળે રે, પ્રભુ ઊભા અચરજ પામી …ઊઠયા ૨ ધરિ ધ્યાન વિચારી લીધું, કૃત આ બ્રહ્માએ કીધું, પોતાની માયા પ્રસારી રે, સહુ જનનું કારજ સીધું …ઊઠયા ૩ બહુ બાળક નવીન બનાવ્યાં રે નવીન વાછરું બહુ નામી, એ સહુ લઈ ને ઘર આવ્યા રે, ખરાં તે જ ન મળે ખામી …ઊઠયા ૪
૨૯. પ્રભુ રૂપ ગોપના પુત્ર રે ગરબી પ્રભુ રૂપ ગોપના પુત્ર રે, નિજ નિજ ઘર લાગ્યા જાવા; માતા ધરી મમતા માયા રે, ખુશ ખુશ થઈ લાગી ખવરાવા…પ્રભુ. વછ પોતાના કરી વાલા રે, ગોપી લાગી ધવરાવા, સહુ વૃજજન મળીયા સંગે રે, ગોવિંદના શુભ ગુણ ગાવા…પ્રભુ. ૧ પુરવે જેવી હતી પ્રીતિ રે, તેવી સુત પ્રતિ વરતાણી , રહી કાયમ તેવી રીતિ રે, જગતપતિની ગતિ નવ જાણી…પ્રભુ. ૨ એક વરસ વ્યતિત થવાથી, વિધિ વૃજમાં જોવા આવ્યા, ત્યાં તો છે તે જ પ્રમાણે રે, ફોગટ મહેનત નવ ફાવ્યા …૩ જ્યાં બાળ કૃષ્ણને જોયા રે , ક્રીડા વૃજ વનમાં કરતાં, પિંગલ કહે પૂર્વ પ્રમાણે રે, અનંત ગોપ જોયા ફરતા…પ્રભુ…૪
૩૦. અહો આ કળા કેવી લાવણી કલ્યાણ અહો આ કળા કેવી કહું જે પૂર્વે, મેં જોઈ હતી તે શોભા તેવી…ટેક. એ જ વચ્છ અને એ જ ગ્વાલ છે એ જ કૃષ્ણ છે અવતારી મોહ થવાથી હરણ કર્યું મેં, ભૂલ થઈ મારી…અહો…૧ કહું થઈ ગયા વિચાર કરતાં જગતપિતા તે જડ જેવા હાલ હંસ પર ચડીને આવ્યા, શ્રી હરિની કરવા સેવા…અહો…૨ મોર મુગુટ વાળા મોહનને દેખીને લાગ્યા ડરવા ચ્યાર મુગટ વાળા મસ્તકથી, નમી સ્તુતિ લાગ્યા કરવા…અહો…૩ મહારાજ હવે તવ માયાથી હું બ્રહ્મા ગયો છું હારી ત્રિભૂવનના પતિ દોષ થયો તે, માફ કરોને મોરારી…અહો…૪

૩૧. અનંત આપ છો અને અમાપ છો રાગ : કલ્યાણ – તાલ : દાદરો અનંત આપ છો અને અમાપ છો થાપનાર જગતના અને ઉથાપ છો…અનંત ટેક. શ્રી પતિ જગપતિ સુરપતિ નરપતિ સ્વર્ગપતિ સાકાર ભૂધર ગિરિધર હળધર ભ્રાતા, તપ ઘર દશ અવતાર…અનંત ૧ નિશિચર ગંજન નાથ નિરંજન, ભંજન ધરણી ભાર, અંતરયામી ગરુડગામી, સ્વામી સુખ સંસાર…અનંત ૨ પ્રગટ ગુપ્ત રૂપે નિ:સ્પૂહી રમનારા છો રામ ભુવન ચૌદમાંહી ભમનારા, નારાયણ નિષ્કામ…અનંત ૩ પાર નહીં પંડિત જન પામે, દેવ મોક્ષ દાતાર; ક્ષમા કરો દુ:ખ હરો સદા લગી, વિધિ કરે વિસ્તાર…અનંત ૪
૩૨. ઓળખી શક્યો નહીં પ્રભુ તાલ : ચલતી ઓળખી શક્યો નહીં પ્રભુ અવતારી, ભૂલ થઈ છે ભારી, મોહન લીયો ઉગારી. માફ કરો…ટેક મહા અકળ છે તમારી માયા, તેમાં ભરમાયા ડાયા ડાયા રે….મોહન માફ કરો. ૧ ધરણીધર અવતાર ધરો છો, હરિવર કષ્ટ હરો છો…મોહન માફ કરો. ૨ એમ કહે બ્રહ્મા ત્યાં આવી, શરણે શિષ નમાવી ગયા રિઝાવી રે…મોહન માફ કરો. ૩
૩૩. પ્રભુને કરી પ્રણામ વિધિ ગરબી પ્રભુને કરી પ્રણામ વિધિ બ્રહ્માલોક સિધાવ્યા જ્યાં બેઠા ગોપકુમાર વાલોજી ત્યાં આવ્યા…ટેક. એવી પ્રભુએ માયા ઉપાવી, વર્ષ ગયાની યાદી ન આવી; વીતી નહીં ક્ષણ વાર, બાળકોએ હરિને બોલાવ્યા…પ્રભુને. ૧ સરવે કહે ઝટ ચાલો ચાલો, લીધો નથી અમે એક નવાલો, આપનો છે ઉપકાર, વચ્છ ગોતીને લાવ્યા…..પ્રભુને. ૨ મંદ હસી હરિ બેઠા જમવા, જમી રહ્યા વનમાં લાગ્યા રમવા, ચર્મ દેખાડયું ત્યાં શ્યામ, ગ્વાલોને ખૂબ હસાવ્યાં….પ્રભુને. ૩ મોરમુગુટ પહેરી વનમાળા, રસિયોજી અતિ દીસે રૂપાળા, સુંદર તન શણગાર, ગોકુળ ગામ વધાવ્યા….પ્રભુને. ૪
૩૪. વ્રજમાથી આવ્યા વ્રજરાજ ગરબી વ્રજમાથી આવ્યા વ્રજરાજ, ગોકુળ ગિરિધારી, સર્વ ગોવાળીયાનો સમાજ, નિરખે વ્રજનારી. ટેક. દોડી ગયા સહુ સહુને દ્વાર, માત તાતને મળીયા, માન્યો હરિનો આભાર, દૈતોને દળીયા…વ્રજમાથી.. ૧ માર્યા અજગર મટાડી ઘાત, પ્રસિદ્ધ થયું તે ટાંણે, વર્ષ વીતી ગયાની વાત, જન કોઈ નવ જાણે…વ્રજમાથી.. ૨ સુણીને પ્રભુના અપાર ચરિત્ર, પ્રગટી સહુને પ્રીતિ, ગુણ ગાવા લાગ્યા અગણિત, મટી જમની ભીતિ…વ્રજમાથી. ૩ એવો વ્રજમાં વરત્યો આનંદ, નંદ નંદના નીરખી વદે પિંગલ કવિ ગુણ વૃંદ હૈડામાં હરખી…વ્રજમાથી. ૪
૩૫ . શુક સંભળાવો પરિક્ષિત કહે ગરબી – તાલ : ચલતી શુક સંભળાવો પરિક્ષિત કહે સંદેહ થયો છે. આપ દયા કરી અળસાવો. શુક…ટેક. વ્રજ્જનની અદેખી રીતિ, નિજ પુત્રથી પ્રભુ પર પ્રીતિ, સહુની સરખી એક જ સ્થિતિ…શુક…૧ શુકદેવ જવાબ દીએ સારો, સર્વ પ્રાણીને પ્રાણ સદા પ્યારો, નથી આત્માથી કૃષ્ણ પ્રભુ ન્યારો…શુક…૨ તે કારણથી તે પર પ્રીતિ, નિજ રૂપ સંભાળે તે વીતી, ભક્તિથી ન રહે જામણી ભીતિ…શુક..૩ કઈ વસ્તુ કૃષ્ણ વિના ભાળો, શાસ્ત્રોમાં વાંચી સંભાળો, પિંગલ સત ધર્મ સદા પાળો…શુક…૪
૩6. ચાલ્યા એક દી ગોવાળીયાની સાથ રે ગરબી ચાલ્યા એક દી ગોવાળીયાની સાથ રે, વાછરું ચારવાને લીધી લાલન લાકડી હાથ રે, શત્રુને સંહારવાને… …ટેક. ભેળા ચાલ્યા બળદેવજી ભ્રાત રે, રંગ ભર રમવાને, ભાતાં બાંધી લીધા ભાત ભાત રે, જીવન જમવાને …ચાલ્યા…૧ વદે ગોપાળ કૃષ્ણ પ્રત્યે વાત રે, તાડ વન છે તેવું; એક ત્યાં છે મોટો ઉતપાત રે, ઝટ જોયાં જેવુ. ચાલ્યા…૨ તેમાં રહે છે ધેનુકાસુર રે, પશુ પ્રાણ હણનારો, ખર રૂપ છે જોર ભરપુર રે, હરિ તેને હાલા મારો. ચાલ્યા…૩ તેવું સાંભળી થયા તૈયાર રે, વાલો મહાબળ વાળા, એવા પિંગલ કે સર્વના આધાર રે, રામ સહિત રૂપાળા. ચાલ્યા…૪

૩૭. કૃષ્ણ ચાલ્યા ધરી અતિ ક્રોધ રે ગરબી કૃષ્ણ ચાલ્યા ધરી અતિ ક્રોધ રે તાડ વનમાં ત્યારે, જોડ દીપે બળદેવજી જોધો, જઈ ઊભા જ્યારે. કૃષ્ણ…ટેક. ખર આવ્યો ખોખારી ખૂબ રે લાત મારવા લાગ્યો ધરણી પર પછાડ્યો ધૂળ રે, ભૂંકતો જાય ભાગ્યો. કૃષ્ણ…૧ તેને પકડી લીધો તન કામ રે પ્રાણ હર્યા એક પળમાં દીપે સંગમાં દીનદયાળ રે, બળદેવજી બળમાં. કૃષ્ણ…૨ એવા રાક્ષસ માર્યા છે અનેક રે વન વસતાં કીધાં. તેવી રાખી પ્રભુએ એક ટેક રે, દેવતાને સુખ દીધાં. કૃષ્ણ…૩ રંગ ભીના મોહન મહારાજ રે કાજ શ્રેષ્ટ કરનારા કહે પિંગલસી કવિરાજ રે, હરિ કષ્ટ હરનારા. કૃષ્ણ…૪
૩૮. અલબેલો ત્યાથી ઘેર આવ્યા રે ગરબી અલબેલો ત્યાથી ઘેર આવ્યા રે વ્રજવનિતાએ પુષ્પથી વધાવ્યા રે જશોમતી અને રોહિણા માતા રે, દીપે પુત્રોને સુખની દાતા રે…અલબેલો…૧ પુત્ર બન્નેની મરજી પ્રમાણે રે તેની સેવા કીધી તે ટાણે રે સ્નાન કીધાં સુગંધી તેલ ચોળી રે, અતિ સ્વચ્છ કર્યા શિશ વાળ ચોળી રે…અલબેલો…૨ વસ્ત્ર પહેર્યા સુન્દર વનમાળી રે ઠીક પીરસી માતાજીએ થાળી રે બેઠા જમવા બન્ને ભ્રાત ભેળા રે, થાક ઊતરી ગયો તે વેળા રે…અલબેલો…૩ સુખદ ફૂલોથી સેજ બિછાવી રે ઉપર સૂતા બન્ને ભાઈ આવી રે ગુણ પિંગલ કવિ નિત્ય ગાવે રે, રામ કૃષ્ણને હંમેશા રિઝાવે રે…અલબેલો…૪
૩૯. જદુવર મુખ ભ્રાતનું જુવે જદુવર મુખ ભ્રાતનું જુવે પ્રભાત જાગી, મુખ મંજન કરી આપ ભાત લીએ માગી. ટેક. વનમાં ગહુ સંગ લઈ આવ્યા એક વેળા, તે સમે બળદેવ તે ભ્રાત નહીં ભેળા…જદુવર…૧ વિધ વિધ કરિ વેશ ગ્વાલ લાગ્યા ત્યાં રમવા, તેમ લીએ હાથ તાલ ગોવિંદને ગમવા…જદુગર…૨ વાછરું સહિતગહું લાગી ત્યાં ચરવા, કૃષ્ણજી ક્રીડા અનેક લાગ્યા ત્યાં કરવા…જદુવર…૩ પિંગલ કહે પરમ ભક્ત ધયાન જેનું ધારે, સોઈ હરિ ગ્વાલ સંગ સુરભી વન ચારે…જદુવર…૪
૪૦. ત્યાથી આવ્યા જમુનાના તીરમાં રે પદ તાલ : પંજાબી ઠેકો ત્યાંથી આવ્યા જમુનાના તીરમાં રે વિષ ભર્યું કાલિંદીનાં નીરમાં રે. ટેક. સર્પ ગયા તરવાથી ચૂકી, ધેનું જળ પીવાને ઢુંકી, સૂતી પ્રાણ જ મૂકી અંગ અધીરમાં રે…ત્યાથી…૧ ગ્વાલ બાલ વ્યાકુળ ગરલથી, સુખ ન થાય ઉપાય સરલથી, ધરણીધર નીરખે રાખી મન ધીરમાં રે…ત્યાથી…૨ કૃષ્ણ જગાડે છે નિજ કરથી, નાથ નિહાળે સુધા નજરથી, ત્રિકમજી બચાવવાની તદબીરમાં રે…ત્યાથી…૩ સુરભી લાગી જાગી ચરવા, કુશલ ગ્વાલ જસ લાગ્યા કરવા, પિંગલ સુરતા લાગી શ્યામ શરીરમાં રે…ત્યાથી…૪
૪૧. આવ્યા પ્રભુ જમુનાને તીરે રાગ : માઢ – તાલ : દાદરો આવ્યા પ્રભુ જમુનાને તીરે ધીરે ધીરે, શામ શરીરે કરવા ઉજવળ કામ…આવ્યા ટેક. ચડી કદંબે કાલિંદીમાં કૂદી પડયા કિરતાર, એથી ચડ્યું નીર ઉછાળે આઠ દિશા અંધાર, ફણીધર જાગ્યો કાળી આંખ્ય ક્રોધાળી જીભ જોરાળી, ભાળી સુન્દર શ્યામ…આવ્યા…૧ વાલજીને અંગે વિટાણો જોવે જશોમતી માત, શામળિયાને કોઈ છોડાવે આ શું થયો ઉતપાત, હરિ નવ કોઈથી હારે જે ચિત ધારે પાર ઉતારે, એમ કહે બલરામ …આવ્યા…૨ વિઠ્ઠલજીએ અંગ વધાર્યું, છોડી ઊભો સાપ, તે ટાણે પ્રભુ લાગ તપાસી, ઉપર ચડીયા આપ, ફણીધર લાગ્યો ફરવા, દિલમાં ડરવા બીજું ઉદરવા, ઠરવા ન મળે ઠામ…આવ્યા…૩ પદપ્રહાર થવાથી ફણીધર, લાગ્યું નીકળવા લોઈ, એ વખતે નાગણીઓ આવી, રંક થઈને રોઈ, આ છે પ્રભુ કંથ અમારો, દાસ તમારો, ચ્હાય તો મારો, ચ્હાય ઉગારો, ધણી દયાના ધામ…આવ્યા…૪ દીન દયાળુએ છોડી દીધો શીષ નમાવે નાગ, કૃષ્ણ કહે અહીં કાલંદ્રીનો તમો કરી ઘો ત્યાગ, રહો જઈ સાગર માંહી આવો ન આંહી, રાત દી’ ત્યાહી સુખે કરો વિસરામ …આવ્યા…૫ સગાસંબંધી લઈને ચાલ્યા નીરવિષ કીધું નીર, પિંગલના પ્રભુ સહુ પ્યારા ધન્ય હરિ રણધીર, ગોપી મંગળ ગાવે માત વધાવે ભ્રાત રીઝાવે, આવે ગોકુળ ગામ…આવ્યા…૬
૪૨. મારો વાલો વ્રજજનને ગરબી – તાલ : દાદરો મારો વાલો વ્રજજનને આવી મળીયા રે, ભેટયા ભેટયા બળદેવજી ભ્રાત…મારો…ટેક. પ્રભુ ઝગડો કાલિથી જીતીયા રે તેને શાહબાશી દીએ નંદ તાત…મારો…૧ જળ અમૃત જેવું જમુના તણું રે ઘણાં પશુઓની મટી ગઈ ઘાત…મારો…૨ ગાવા લાગી મંગળ ગીત ગોપીઓ રે કર પકડી પૂછે કુશવાત…મારો…૩ કહે પિંગલ પ્રભુની સત્ય કિરતી રે મીઠડાં ઉતારે જશોમતી માત…મારો…૪

૪૩. શ્રમ થકી ગયા વ્રજવાસી લાવણી શ્રમ થકી ગયા વ્રજવાસી, રાત રહ્યા જમુના તીરે, ગ્રીષ્મ ઋતુ દાવાનળ અગ્નિ, સળગી ઉઠી ધીરે ધીરે…શ્રમ…ટેક. નીંદ્રાવશ હતાં વ્રજ નરનારી, અગ્નિ ચાર તરફ આવી, ઝબકીને તે ઊઠયાં જાગી, વાત પ્રભુને વરતાવી…શ્રમ…૧ અહો કૃષ્ણ તમે નાથ અમારા, આ ભયમાંથી ઉગારો, છે નિરભય હરિ શરણ તમારું, સેવા ઘણી છે સંભારો…શ્રમ…૨ અનહદ શક્તિવાળા ઈશ્વર, કર અગ્નિનું પાન કર્યું, પિંગલ કહે પ્રભુજી જય પામ્યા, હાલ હાલ તે કષ્ટ હર્યું…શ્રમ…૩
૪૪. આવી ગ્રીષ્મ ઋતુ એ વનમાં લાવની આવી ગ્રીષ્મ ઋતુ એ વનમાં, પૃથ્વી પર ઘડીયાં પાણી, લલિત લતા તરુવરને લીધે, વસંત જેવી વરતાણી…આવી ટેક. કૃષ્ણ અને બળદેવ કૃપાળું, વસતા હતાં સંગે વનમાં, શીત મંદ સુંગધ પવનથી, મહા મોદ ધરતા મનમાં…આવી…૧ જે વૃંદાવન જળ ઝરણાથી, શોભી રહ્યું સઘળે સારું, અનંત સરોવરમાંથી ઊઠી, નીર વહે ન્યારું ન્યારું…આવી…૨ પરમ રમ્ય દીસે પુષ્પોથી, કંજ ધરા અતિ સુખકારી કોકિલ કીર સુનાદ કરે છે, હંસ ફરે છે બલિહારી…આવી…૩ ગો સંગે લઈને ગિરિધારી, વિહાર કરતાં એ વનમાં, પિંગલ કવિ કહે ગ્રીષ્મ ઋતુનો, તાપ નહીં લાગે તનમાં…આવી…૪
૪૫. અંબ ઘટા દીપે અતિઘાટી ચોપાઈ – ત્રિતાલ અંબ ઘટા દીપે અતિઘાટી, તરુવરની લાગે છે તાટી, કોકિલ કીર કરે ઝણકારા, કંજ કળી પર ભ્રમર ગુંજારા…૧ દ્રાખ તણ મંડપ સુખદાઈ, લલિત લતા તે પર છવરાઈ, વિધ વિધ ખેલ કરે વ્રજવાસી, એવ વન જોતાં ઘટે છે ઉદાસી…૨ મયૂર પિચ્છ અને વનમાળા, ચેતક મસ્ત કરે કંઈ ચાળા, નટ ગુંલાટે ઝટ ઘટ નામે, રમત કરે પ્રભુ રાજી રાખે…૩ કઈ ગાવે કઈ નાચે કુદે, જઈ આવે કઈ મારગ જુદે, વદે પશુ પંખી સમવાંણી, તાન લીએ સુર તાંણીતાંણી…૪ જે જે ગ્વાલ દેવ તન ધારી, કરે વખાણ સદા સુખકારી, બંસી સુર મધુર બજાવે, હરિવર મન સહુના હરખાવે…૫
૪૬. હે રંગ ભીનો કાનુડો ગરબી – તાલ : દાદરો હે રંગ ભીનો કાનુડો ગોવાળિયાને રમાટે, ગોવાળિયાને રમાડે પ્રભુજી અચરજ સર્વને પમાડે…હે૦ ટેક. સામસામાં ભેરું થઈ ચાલે એકબીજાને ઉઠાવે ભેળા સખા બળદેવને ભાળી હાથ તાળી દઈ હસાવે…હે૦ ૧ એમાં પ્રલંબાસુર એક આવ્યો, ધંધ કર્યાનું મન ધારી, તેની સંગે પ્રભુ પ્રીતિ કીધી, ભોળવ્યો તેને ભારી…હે૦ ૨ એણે બળરામને પીઠે ઉપાડયા, આઘો ગયો અહંકારી, અસુરનો વેશ ધારી લઈને ઊડયો, કાનમાં કુંડળ ધારી…હે૦ ૩ રીસ ચડાવી ભ્રાત બળરામે, મસ્તકમાં મુઠ્ઠી મારી, મુઠ્ઠીના મારથી પ્રાણ ગયો મૂકી, પડયો હેઠો પોકારી…હે૦ ૪
૪૭. હે વ્રજવાસી ગોવાળિયા ગરબી – તાલ : દાદરો હે વ્રજવાસી ગોવાળિયા બળદેવજીને વખાણે બળદેવજીને વખાણે થયું ઠીક, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે હે૦…ટેક. વઈમાં નમાં બેસી સુર આવ્યા કીધી ફૂલોની વૃષ્ટિ એથી થઈ વ્રજવાસી ઉપર, દેવની અમૃત દ્રષ્ટિ…હે૦ ૧ રમતમાં ગોવાળીયાં રોકાણા ચાલી ગઈ ગઉ ચરવા એક વનમાંથી બીજા વનમાં, ફરતી લાગી ફરવા…હે૦ ૨ દાવાનળ અગનીથી દાઝો દોડી પાણી પીવા મોહન જુવે ત્યાં મુજના વનમાં, લાગી ધેનુ બીવા…હે૦ ૩ એટલામાં દાવાનળ અગની વનમાં ફેલાણો પવનથી સઉ આવ્યા શ્રી કૃષ્ણને ચરણે, વિનતિ કરી તનમનથી…હે૦ ૪
૪૮. હે નાથ હે કૃષ્ણ હે વીર લાવણી હે નાથ હે કૃષ્ણ હે વીર કષ્ટ હરનારા ધન્ય ધન્ય તમે રણધીર દયા ધરનારા…હેo ટેક. આવા દાવાનળ અગનીથી અમને ઉગારો ત્રિભુવનપતિ આ વખતે આધાર તમારો…હેo ૧ પીડા ગઈ પામે ત્રાહી ત્રાહી પોકારે ઘણી જલદી કરજો સહાય ભરૂસો ધારે…હેo ૨ દીનતા ભરેલું સુણી પ્રભુ કહે ડરો માં કરું આ ઘડી એ હું શાંત વિચાર કરો માં…હેo ૩ આંખ્યો સહુની વિચાવી પર ઉપકારી કીધું અગનીનું પાન સદા સુખકારી…હેo ૪

૪૯. જ્યાં આંખો ઉઘાડી જુવે લાવણી જ્યાં આંખો ઉઘાડી જુવે વાર નવ લાગી, ભાંડીરવડ પાસે ઊભા કષ્ટ ગયું ભાગી. …જ્યાં. ભગવંત તણું સહુ કહે યોગબર ભારી, અતિ આવ્યો ફરી વિશ્વાસ પ્રભુ અવતારી…૧ પછી બંસીનાદ કરી ગોકુળ હરિ પધાર્યા, નિજપ્રાણ તણા અધાર ગોપીએ નિહાર્યા…૨ એવી વાત સુણી સઉની પીડા અળસાવી, એમ લીયે વારણાં માત જશોમતી આવી…૩ ધન્ય ભાગ્ય ગોકુળ વસે જહાં ગિરિધારી, પિંગલ કવિને છે તેની મુરતિ પ્યારી…૪
૫૦. એમ થતાં વરસા ઋતુ આવી (ચોપાઈ – ત્રિતાલ) એમ થતાં વરસા ઋતુ આવી, શ્રીપતિ દીધા તાપ સમાવી, વાદળ શામ ઘટા વરતાણી, પડવા લાગ્યા નભથી પાણી. ૧ આઠ માસ જળ ખેંચી લીધું, દિનકર તે જળ પછી દીધું, દીન દેખી પુરુષ જેમ દાતા, જીવન ત્યાગી કરે સુખ શાતા. ૨ વીજ રૂપી દ્રાગથી જગ ભાળી, દીયે મેઘ જીવન દુ:ખ ટાળી, તપસી દુર્બળ તપના બળથી, ફરી પુષ્ટ જેમ તપના ફળથી. ૩ તેમ શુષ્ક પૃથ્વી તડકાથી, પુષ્ટ થઈ જળ અતિ પડવાથી; પાખંડી કળી ધર્મ પ્રકાશે, ભુપર વેદ ધર્મ નવ ભાસે. ૪ વરસા ઋતુ પતંગ વ્રતાણા, સાંજ સમે ગ્રહ નભ સંતાણા, રટે પાઠ વેદ ભણનારા, દાદુર સુર કરે ડહકારા. ૫ ઈંદ્રિ આધીવ જન રહેનારા, આડે મારગ વહે અપારા, તેમ સરિતા જળથી છલકાઈ, મારગ અવળ ગઈ મરડાઈ. ૬ ચતુરંગી વ્રખફોજ સુહાવે, અનંત રંગ પ્રથવી પર આવે, ઋષિજન ધાન્ય જોઈ સુખકારી, વણિક અન્ન સંગ્રહ દુ:ખ ભારી. ૭ પ્રભુ ચિત્ત ધરનારા જે પ્રાણી, ખિન્ન થયા નથી જગ દુ:ખ જાણી, પર્વતો જળથી નથી લોપાતા, એમ રહે દ્રઢ જન ફળદાતા. ૮ વણ અભ્યાસ કઠણ જેમ વેદા, ખડથી ગુપ્ત પથ મન ખેદા, વેશ્યા પ્રીત સ્થિર નહીં વરણી, ધીર ન ધરે વીજ નભ ધરણી. ૯ અહંકારથી ઢંકાએલો, પ્રાણ ન શોભે તન પ્રસરેલો, ધનથી હીમ કર ઘેરાએલો, તેમ ન દીપે અધર ટકેલો. ૧૦ સંત સમાગમ જન દુ:ખ વામે, મયૂર દેખી ઘન આનંદ પામે, કૃષ તન જન જેમ તપ કીધાથી, સુખી સંસાર ભોગ લીધાથી. ૧૧ એમ ગ્રીષ્મથી કરમાએલા, નવ પલ્લવ તરુ થયા નમેલાં, સુનૃપ દેખી જન સહુ સુખ છાજે, એક ચોર નીજ મનમાં લાજે. ૧૨ અતિ ઘર દુ:ખદાયક મન આગી, જેમ વિષય જન શકે ન ત્યાગી, કાદવ કાંટાથી સર ભરીયા, સારસ વાસ નહીં પરહરીયાં. ૧૩ ફળ ખજુર જાબું પાકેલાં, ઠામ ઠામ તરુ નવીન થયેલાં, ઋતુ વર્ષા તણી જોઈ રીતિ, પિંગલ પ્રગટી પ્રભુ પદ પ્રીતિ. ૧૪
૫૧. એ વનમાં પ્રભુ રમવા આવ્યા રાગ : પીલું – તાલ : દીપચંદી એ વનમાં પ્રભુ રમવા આવ્યા, બાલ ગ્વાલ બળદેવને લાવ્યા…એ વનમાં. ટેક. વચ્છ ચાલે છે ચરતાં ચરતાં, આંચળથી ગઉને પય ઝરતાં…એ વનમાં. ૧ ભીલ્લ ત્રિયા ભાળી વનવાસી, અતિ પ્રસન્ન થતા અવિનાશી…એ વનમાં. ૨ પરવતથી પડતી જળધારા, એમ જ દેખી ગુફાઓ અપારા…એ વનમાં. 3 ગરજે મેઘ ગુફામાં ગરતા, કંદમૂળનું ભોજન કરતાં…એ વનમાં. ૪ જઈ નદી તીર દનોદન જમતા, રામ સાથ નિત નટવર રમતા…એ વનમાં. ૫ ધરણી ઉપર ગઉ બેસે ધરાઈ, ભેળા મોજ કરે બે ભાઈ…એ વનમાં. ૬ ભૂમિ સર્વ હરિયાળી ભાસે, નીરખી રદય ઉદાસી નાસે…એ વનમાં. ૭ એમ અગાઉ શરદ ઋતુ આવી, મોહન વનમાં ધુમ મચાવી…એ વનમાં. ૮ રવિથી કમળ પ્રભા વરતાણી, કમોદની એક જ કરમાંણી…એ વનમાં. ૯ જેમ સુનૃપથી રૈયત રાજી, નકી ચોર મનમાં નારાજી…એ વનમાં. ૧૦ વણ વાદળ આકાશ વર્તાણું, જળ સુંદર નદીયોમાં જણાણ…એ વનમાં. ૧૧ અતિ સ્વચ્છ સર સરિતા આરો, ગોત્યો ક્યાંય ન લાધે ગારો…એ વનમાં. ૧૨ મોહન શોભે સહુ મંડળથી, મોહન શોભે ચંદ્ર ગ્રહો નિરમળથી…એ વનમાં. ૧૩ શિતળ પવન સરવ સુખદાઈ, વ્રજ સુંદર વિરહ અધીકાઈ…એ વનમાં. ૧૪ સંન્યાસી ઈચ્છા અનુસારી, તીર્થ જવા કીધી તૈયારી…એ. ૧૫ વણજ કાજ મોટા વેહેપારી, ધંધે ચડ્યા લાભ મન ધારી…એ. ૧૬ સૈન્ય ભૂપતિ લાગ્યા સજવા, તેથી રિપુ ધર લાગ્યા તજવા…એ. ૧૭
૫૨. રંગ રમવા રે રંગ તાલ : હીચ ગરબી રંગ રમવા રે રંગ રમવા, આવ્યા એ વનમાં ગોપીને ગમવા રે…રંગ. સંગ ગાયો ગોવાળ ઘણાં શોભે, લટકાળાને જોઈ મન લોભે રે…રંગ ૧ કૃષ્ણ બંસીનો નાદ તુરત કીધો, લાવ ગોપીયુંએ પ્રેમ તણો લીધો રે…રંગ ૨ કરે વર્ણન બંસીનું મોહકારી, નીરખી નીરખી રાજી વ્રજ નારી રે…રંગ ૩ મોર મુગટ ને વૈજયંતીમાળા, કહે પિંગલ વ્રજરાજ છે રૂપાળા રે…રંગ ૪
૫૩. બંસીવારો રે બંસીવારો ગરબી બંસીવારો રે બંસીવારો, એથી વનની શોભામાં વધારો રે …ટેક. સુર મધુર મધુર અધર પર સુહાવે, લાલ રસિક ગીત ગાઈ લલચાવે રે…બંસી. ૧ સખી બંસી કેવી ભાગ્યશાળી રે, રહી રસિયાના હાથમાં રૂપાળી રે…બંસી. ૨ ગામ ગોકુળમાં નથી હવે ગમતું, ભેળું વનમાં રહે છે ચિત્ત ભમતું રે…બંસી. ૩ કહેવ પિંગળ તેને હવે શું કહેવું, રાત દિવસ તે પાસ જઈ ને રહેવું રે…બંસી. ૪
૫૪. બંસરી બાજી રે બનમાહી (રાગ : કાફી – ત્રિતાળ) બંસરી બાજી રે બનમાહી … …બંસરી ટેક. સાંભળતાં સખી આજ હું લાલમાં લોભાણી રે, ભૂલી ઘરનું કાજ ભનકથી જો ભરમાણી રે, પશુ પંખી સહુ મોહ પામીયા નેક સુણીને નાદ, ધ્યાન ધરે ગઉ વચ્છ ધાવતાં, છોડી દૂધનો સ્વાદ…બંસરી ૧ અધર ધરી પ્રભુ આપ, બંસુરી મધુરી બજાવે રે, ત્રિવિધ મટાડે તાપ ભલી ત્રિભુવનમાં ભાવે રે, નીરખે છબી દેવાંગના રે પામે મોહ અપાર કેશ પાસથી કુસુમ ખરે છે, વરણે વારંવાર…બંસરી ૨ સપ્ત સુર ત્રણ ગ્રામ પ્રેમ સાધનમાં પૂરી રે, એકવીશ મૂર્છના અનંત રસમાં ન અધુરી રે, જેવી બંસી હાથ જડી છે તેવી લગાવે તાન, અંગુરી ઉપડે મીઠી એવી, ધૂર્જટિ ચૂકે ધ્યાન…બંસરી ૩ શ્રવણ આવતાં સુર દૂર દુખ રહેથી રે, પામે સુખ ભરપુર સૂણે જે અતિ સ્નેહથી રે, મૂખે જોવા મોહન તણ રે અતિ સ્નેહથી રે, અનવારી નિત બંસી બજાવે, ગુણ પિંગલ કવિ ગાય…બંસરી ૪

૫૫. માર્ગશિર્ષ હેમંત ઋતુમાં લાવણી માર્ગશિર્ષ હેમંત ઋતુમાં, કુમારિકાઓ વ્રત કરતી, કાત્યાયનીનું પુજન કરીને, ધ્યાન સત્ય હરિનું ધરતી… માર્ગશિર્ષ ૧ જમુનાજીના ઉત્તર જળમાં, નિત્ય પ્રભાતે જઈ નાતી, વેળુની એક દેવી બનાવી, પુષ્પ ચડાવી ગુણ ગાતિ… માર્ગશિર્ષ ૨ હે દેવી હે મયમાયા તું, વિનતી શ્રવણ ધરી લેજે, નંદ નંદ આનંદ રૂપ નીત, દયા કરી વર તે દેજે… માર્ગશિર્ષ ૩ એક માસનું તે વ્રત ઉત્તર, પૂર્ણ કર્યું ધરીને પ્રીતિ પતિ કૃષ્ણ મહારાજ પામવા, રાખી દ્રઢ એક જ રીતિ… માર્ગશિર્ષ ૪ એક દિવસ સહુ નાહવા આવી, ઊતરી વસ્ત્ર તટ ઉતારી, પિંગલ ફળ દેવા પુજાનું, આવ્યાં નંદસુત અવતારી… માર્ગશિર્ષ ૫
૫૬. સખા અનેક સંગે રાગ : કલિંગડો – તાલ : દાદરો સખા અનેક સંગે ઊભા પ્રભુ ઉમંગે શિર કચ ઓળે શરીર ચોળે, અતિ સુગંધી અંગે…સખા. ૧ જુવતી વ્રજની જમુના જળમાં, રમે અપાર રંગે…સખા. ૨ ગીત હરિગુણ મુખથી ગાતી, તરતી જળને તરંગે…સખા. ૩ ચીર હરીને કદમ પર ચડીયા, પ્રભુજી એવે પ્રસંગે…સખા. ૪
૫૭. આવો સહુ ગોપીયું આવો ગીત આવો સહુ ગોપીયું આવો, વસ્ત્રો જલ્દી લઈ જાઓ, લલીતા વહેમ ન લાઓ, હસો ને ખૂબ હસાવો…આ. ટેક. વસ્ત્ર વિના જળમાંથી વ્હાલા, કેમ નીકળવું બહાર, પુરુષ દેખી લાજ પામે છે, નાજુક એવી નાર, છબીલા તંત ઘો છોડી, કૈયે છીએ બે કર જોડી…આ. ટેક મોહન કહે મારા મનમાં, કાંઈ નથી એ વિકાર, પ્રેમ ભક્તિનો પંથ છે ન્યારો, સમજી લેજ્યો સાર…આવો ૧ કોક કહેશે શું ખેલ કરે છે, લોકની રાખો લાજ, સમજો છો નથી કાંઈ જ છેટે, કંસરાયનું રાજ…છબી. ૨ કૃષ્ણ કહે શીદ વાર કરો છો, બોલવાથી શું થાય, બહાર આવ્યાં વિના વ્રજની બાળા, એકે નથી ઉપાય…આવો. ૩ અલબેલાજી દાસીયો ઉપર, રાખજો કાયમ રહેમ, કુમારિકાઓ જળથી કાયર, કરવું છે હવે કેમ…છબી. ૪ સ્વામી કહે તેમ કરવું સાચું, દાસીનું એ કામ, ધીરજ રાખી વસ્ત્ર ધરીને, જાવ તમારે ધામ…આવો. ૫ એમ કહ્યાથી બહાર સહુ આવી, પહેર્યા વસ્ત્ર પવિત્ર, લલનાનું તે વેળા લોભાણું, શામાળિયામાં ચિત, ઊભી સહુ આવી સામી, નિહાળે છે બહુનામી…છબીલા. ૬ રસિયોજી કહે છે હું છઉં રાજી, સત્ય રાખો વિસવાસ, રમશું આપણ વનરાવનમાં, આવતી રાતે રાસ, ચાલી પછી સુંદરી સંગે, આવી નિજ દ્વાર ઉમંગે. ૭
૫૮. મોહનજી રે ત્યાંથી ચાલ્યો ગરબી : ત્રિતાલ ચલતી મોહનજી રે ત્યાંથી ચાલ્યો વનમાં, ભેળા મિત્રો કુંજ ભુવનમાં…મોહનજી. જ્યારે ઈચ્છા થઈ ભોજનની રે, મિત્રે જાણી લીધી પ્રભુમનની રે, આ વનના ફળો ગયા છે ઉલી, ભૂખ લાગી ભાતા ગયા ભૂલી…મોહનજી. વિપ્રતિયનો અનુગ્રહ કરવા રે, ધન્ય ભાવ તેનો ઉર ધરવા રે, વદે નટવર રે, ગ્વાલો પ્રત્યે વાણી, ઝટ લેજ્યો તમે ચિત્ત જાણી…મોહનજી. આંહી બ્રાહ્મણ વેદ ભણેલા રે, બહુ યજ્ઞો કાજ બણેલા રે, અન્ન માગો રે નામ અમારા કહીને, આવો જલ્દી ભોજન લઈને…મોહનજી. પછી ગોવાળ આજ્ઞા પ્રમાણે રે, ત્યાંથી ચાલ્યા સરવે તે ટાણે રે, અન્ન માગ્યું રે વિપ્રોએ નવ આપ્યું, એણે ગ્વાલોનું વચન ઉથાપ્યું…મોહનજી.
૫૯. ઝટ આવ્યાં રે ગ્વાલો ગરબી ઝટ આવ્યાં રે ગ્વાલો પાછા જઈને, ઊભા કૃષ્ણને થઈ તે કઈ ને,…ઝટ ટેક. કહે નાથ થવું શું એનાથી રે, તમે જઈ માગો તેની ત્રિયાથી રે, તે દેશે રે ભોજન ભાવેથી તમને, એથી લાગશે સારું અમને…ઝટ ૧ ચાલી આવ્યાં જ્યાં પત્ની શાળા રે, બણી ઠણી બેઠી હતી બાળા રે, ગોવાળો રે વાણી વદ્યા તેને ભાળી, આવ્યાં વનમાં શ્રી વનમાળી…ઝટ ૨ ભાઈ બળદેવજી છે ભેળા રે, તેને જમવાની થઈ છે વેળા રે, અન્ન લેવા રે આપ પાસે કહ્યું અમને, તે કહી સંભળાવ્યું તમને…ઝટ ૩ પ્રભુ દરશનની તે પ્યાસી રે, વાટ જોતી હતી વનવાસી રે, સર્વ ચાલ્યા રે ઉત્તર ભોજન લઈને, ઝટ દરશન કીધાં જઈને…ઝટ ૪
૬૦. શ્યામની શ્યામની ગરબી શ્યામની શ્યામની શ્યામની રે, છબી નીરખી છે સુંદર શ્યામની, બની શોભા તેમાં બળરામની રે…છબી. ટેક. મોર મુગટ ધરી વનમાળા, કોટિક લાજે છબી કામની રે…છબી. ૧ પુરણ પુરુષોતમ પહેર્યા પીતાંબર, ઠીક નજર ઠરવાના ઠામની રે…છબી. ૨ મંદ મંદ હસતાં ઊભા છે મોહનજી, ગઉ સંગ ગોકુળ ગામની રે…છબી. ૩ પિંગલ કહે જઈ પ્રણામ કરે છે, ભાવ ધરી વિપ્રોની ભામની રે…છબી. ૪

૬૧. પ્રીતથી પ્રીતથી પ્રીતથી રે ગરબી પ્રીતથી પ્રીતથી પ્રીતથી રે, પ્રભુ બોલાવી તેહેને પ્રીતથી, રાજી થઈને જમ્યા રુડી રીતથી રે…પ્રભુ. ટેક. મહા ભાગ્ય વાળી અમારે માટે ચાલી આવી એક ચિત્તથી રે…પ્રભુ. ૧ કેવી અમારી સત્ય ભક્તિ કરો છો, નિત્ય નિત્ય એક જ નિતથી રે…પ્રભુ. ૨ સુકૃત કરવાથી ક્રતારથ થઈ છો. હવે મળો પતિને જઈ હિતથી રે…પ્રભુ. ૩ પિંગળ કહે કરો જગ્ન પરીપુરણ રાજી થશે તમારા ચરિતથી રે…પ્રભુ. ૪
૬૨. વિપ્ર ત્રિયા કહે ગરબી : તાલ – દાદરો વિપ્ર ત્રિયા કહે ક્યાં હવે જઈએ, શરણે રાખો શામ રે, આપ વિના કોણ થાય અમારું, ધણી દયાના ધામ રે…વિપ્ર ત્રિયા ટેક. કૃષ્ણ કહે મમ સેવા કારણ, દેશે નહીં કોઈ દોષ રે, દેવ તમારી સાક્ષી દેશે, રાખશે નહીં પતિ રોષ રે… વિપ્ર ત્રિયા…૧ પુરણ યજ્ઞ કરો પતિ સંગે, ભેરુ થશે ભગવાન રે, કાયમ નીતિથી ભક્તિ કરજ્યો, ધરજો મારું ધ્યાન રે… વિપ્ર ત્રિયા…૨ સુંદરી આજ્ઞા લઈને ચાલી, આવી પોતાને દ્વાર રે, પિંગળ રાહ જોતાં હતા, વિપ્રો આપ્યું માન અપાર રે… વિપ્ર ત્રિયા…૩
૬૩. એક ત્રિયાને ગરબી : તાલ – દાદરો એક ત્રિયાને તેને પતિએ રોકી હતી નિજ દ્વાર રે, પ્રભુ છબીમાં ચિત્ત પ્રોઈને, દેહ તજ્યો તે વાર રે. વિપ્ર કહે ધન્ય છે વનિતાને, ઓળખ્યા આપોઆપ રે, બ્રાહ્મણ થઈને આપણ ભૂલ્યા, પૂર્વનું એ છે પાપ રે. …એક…૧ વેદ વેદ છે નેતી નેતી, પુર્ષ ગણે છે પુરાણ રે, આતમા રૂપે એક અનાદિ, વિશ્વ કરે છે વખાણ રે. …એક…૨ આ માયાથી પર છે એવા, કૃષ્ણ પ્રભુ કિરતાર રે, મનુષ્ય રૂપે થઈને મોહન, વરતાવે વહેવાર રે. …એક…3
૬૪. ઈન્દ્રનાં યજ્ઞની થાય છે ગરબી ઈન્દ્રનાં યજ્ઞની થાય છે તયારી, ગોકુળ ગામમાં રે લોલ, એ સર્વ જોઈને કૃષ્ણ અવતારી, આવ્યા નંદ ધામમાં રે લોલ. ઈંદ્રનાં…૧ પ્રશ્ન કર્યો આ શું કરો છો પિતાજી કહો ને કૃપા કરી રે લોલ, ત્યારે નંદજી શાંત થઈ બેઠા, દીધો નહીં ઉત્તર ફરી રે લોલ. ઈંદ્રનાં…૨ કૃષ્ણ કહે કામ એવું શું છાનું, આપે અહી આદર્યું રે, લોલ મિત્રના સંગમાં વિચાર મેળવીને, કરે તો કહે સારું કરયું રે લોલ. ઈંદ્રનાં…૩ પરંતુ ગાડરીયા પ્રવાહની પેઠે, કરવું શા કામનું રે લોલ, નંદજી કહે આ કૃત્ય કરવાનું છે, ઈંદ્રના નામનું રે લોલ. ઈંદ્રનાં…૪
૬૫. કહે કૃષ્ણ તેથી શું થાવાનું રાગ : કહારવો પીલુ કહે કૃષ્ણ તેથી શું થાવાનું, એ છે મિથ્યા અથડાવાનું કહે…ટેક પરંપરાના ચાલ પ્રમાણે, નંદ કહે તે નિભાવાનું. કહે…૧ એ વરષા ઋતુમાં જળ આપે, એમાં બળ છે અન્ન ઉપાવાનું. કહે…૨ પુરુષારથ કરવાથી પામે છે, ખરેખરું ફળ ખાવાનું. કહે…૩ કર્મનું ફળ છે ઈન્દ્ર કરે શું, જ્ઞાન વિના જશ ગાવાનું. કહે…૪
૬૬. કહે કૃષ્ણ આ યજ્ઞ નથી રાગ : કહારવો પીલુ કહે કૃષ્ણ આ યજ્ઞ નથી કરવાનો, નિશ્વય કીધો નથી ફરવાનો. કહે…ટેક ગૌબ્રાહ્મણ ગોવરધન માટે, યજ્ઞ હવે આદરવાનો. કહે…૧ પકવો ભોજન સુંદર પયમનાં, ઠાઠ કરી મન ઠરવાનો. કહે…૨ આ ઉપાય છે સૌથી ઉત્તમ, ભુખ્યા નાં ઉદર ભરવાનો. કહે…૩ પિંગળશી કહે યજ્ઞનો પ્રારંભ, ઈન્દ્રનો ગર્વ ઉતરવાનો. કહે…૪

૬૭. નંદજી કૃષ્ણ કહે તેમ રાગ : ધનાશ્રી – ત્રિતાલ નંદજી કૃષ્ણ કહે તેમ કરે, દિલમાં ન કોઈથી ડરે…નંદજી. ટેક. ગોવરધન કારણ ગોકળમાં, યજ્ઞ ક્રિયા આદરે…નંદજી. ૧ કરે હોમ વિપ્રો નિજ કરથી, વેદ મંત્ર ઉચરે…નંદજી. ૨ જાત જાત પકવાન જમ્યાથી, ઠીક વિપ્રચિત્ત ઠરે…નંદજી. ૩ પ્રદક્ષણા કીધી પરવતની, સહુનાં કારજ સરે…નંદજી. ૪ ગોપી મંગળ ગીત ગાઈને, રામ છબી ઉર ધરે…નંદજી. ૫
૬૮. એથી ઈન્દ્રે માન્યું અપમાન રાગ : ધનાશ્રી – ત્રિતાલ એથી ઈન્દ્રે માન્યું અપમાન, છે કોણ આપ સમાન…એથી. ટેક. કર્યો યજ્ઞ ગોવર્ધન કાજે, દીધું તેને બળીદાન…એથી. ૧ નાથ કૃષ્ણ અને ગોપ નંદ પર, ધર્યું ક્રોધથી ધ્યાન…એથી. ૨ કર્યો હુકમ જે પ્રલય કરનારા, મેઘ હતા મસ્તાન…એથી. ૩
૬૯. હું છું ઈશ્વર હાલ રાગ : ધનાશ્રી – ત્રિતાલ હું છું ઈશ્વર હાલ ઈન્દ્ર કહે, બ્રજને કરો બેહાલ…ઈન્દ્ર ટેક. વ્રજ ઉપર જઈ જળ વરસાવો, કરી દીયો કંગાલ…ઈન્દ્ર ૧ સજી આયુધ ઐરાવત ચડીને, હું આવું ધરી ઢાલ…ઈન્દ્ર ૨ મોહનનો તેને બહુ મદ છે, ખરો નથી હજી ખ્યાલ…ઈન્દ્ર ૩ બાર મેઘ આવ્યાથી બીના, બ્રજના સહુ જન બાલ…ઈન્દ્ર ૪
૭૦. આવ્યો ઈન્દ્ર ચડી ગરબી – તાલ : દાદરો આવ્યો ઈન્દ્ર ચડી રે…ટેક. ઈન્દ્ર ચડીને જ્યારે આવીયો, ત્યારે વ્રજમાં થયો હાહાકાર રે…આવ્યો ૧ મૂશળધારે મેઘ મંડાણો ભૂમિ ન ઝીલે ભાર રે…આવ્યો ૨ ઝબૂકે વીજળી ને પવન ઝકોળા, અતિ થયો અંધકાર રે…આવ્યો ૩ ગંભીર નાદે જલધર ગાજે, ધીમી પડે નહીં ધાર રે…આવ્યો ૪ પિંગલસી કહે મનુષ્ય મૂંઝાણા, પશુઓ કરે છે પોકાર રે…આવ્યો ૫
૭૧. એ વેળા કિરતન તાલ : દીપચંદી એ વેળા વ્રજજન આવીયાં, ધારી કૃષ્ણનું ધ્યાન, વિનંતી કરે વ્રજનાથને, દિયો પ્રભુ અભેદાન. એ…૧ કરવું શું સુરપતિ કોપીયો, હઠથી કરે છે હેરાન, ગરજે છે ગગનમાં ગરવથી, મેહ થયો મસ્તાન. એ…૨ અરજ સુણીને ઊભા થયા, નટવર કરુણાનિધાન, ટચલી આંગળીએ તોળીયો, ગોવરધન ગુણવાન. એ…૩ ગુફામાં રહ્યા ગોપ ગોપીઓ, સુખ સહુ પામ્યા સમાન, પિંગલ પ્રાક્રમથી પ્રભુ, ઈન્દ્રનું ઉતાર્યું અભિમાન. એ…૪

૭૨. સાત દિવસ લગી ઊભો કિરતન તાલ : ચલતી સાત દિવસ લગી ઊભો શામળિયો, ધન્ય ગિરીવર ધારી, ધન્ય ગિરીવર ધારી, નિભાવ્યાં વ્રજના નરનારી. સાત…ટેક વાદળમાથી ખૂટા વારી લાગી નઈ કારી, પછી અમરપતિ અચરજ પામ્યો,નીરખી ગતિ ન્યારી. સાત…૧ મેઘ બાર પછી ચાલ્યા મૂંઝાઈ હિંમતને હારી, અંબરમાં દરશાણા આવી સુરજ સુખકારી સાત…૨ નાથ કહે સહુ બાર નીકળો અળગી અધારી, જન સઉ ચાલ્યાં ગાડા જોડી ધેનું હંકારી સાત…૩ પિંગલ સ્થિર પાછો પરવતને, મૂકી દીધો મોરારી, વ્રજપતિને પછી દેવ વધાવે કિરતી વિસ્તારી…સાત ૪

૭૩. ગુણ સહુ લાગ્યાં રે ગરબી ગુણ સહુ લાગ્યાં રે ગાવા, વળી વળી આવ્યાં પ્રભુને વધાવા…ગુણ. ટેક. વ્રજ્જન તન મન ધન દિયે વારી, નંદજી પ્રસન્ન થયા પુત્રને નિહારી મળી થયા રાજી રે માતા, ભાવેથી ભેટ્યા બળદેવ ભ્રાતા…ગુણ. ૧ આકાશ મારગે દેવ સહુ આવ્યાં, વૃષ્ટી ફૂલોની કરીને વધાવ્યા, તાપ મટ્યા જનના રે તે ટાણે, વળી સિદ્ધ ચારણો વશેકે વખાણે…ગુણ. ૨ ગગનમાં દુદુંભિ રહ્યાં છે ગાજી, રસિયોજી થયા તેથી રાજી, વ્રજમાં શાંતિ રે વરતાણી, વદે સર્વ જય જય મુખથી વાણી…ગુણ. ૩ એમ સંકટોથી ગોવાળને ઉધાર્યા, પિંગળ કહે પ્રભુ વ્રજમાં પધાર્યા, ગોપીઓ લાગી રે ગાવા, મિત્ર સદા રેજો ચિત્ત વસી માવા…ગુણ. ૪
૭૪. ઈંદ્ર વિનંતી કરે છે (રાગ : સોરઠ – તાલ : દાદરો) ઈંદ્ર વિનંતી કરે છે, શનણે આવીને, કીધો અળગો મિથ્યા અહંકાર શીશ નમાવીને …ટેક. સદા સત્ત્વગુણથી ભરી મૂરતી છે મહારાજ, રજ તમ રહિત રમાપતિ આપ પ્રગટીયા આજ, આપ પ્રગટીયા આજ નાથ દયા લાવીને…ઈંદ્ર. ૧ સુખ દેવા અતિ સંતને ખળનો કરવા અંત, પુરુષ રૂપ પ્રથ્વી વિશે આવ્યાં આપ અનંત, આવ્યાં આપ અનંત ભક્ત મન ભાવીને…ઈંદ્ર. ૨ એક અનાદિ આપ છો જગતપિતા છો આપ, ઓળખ્યા નહીં મેં આપને ત્રિવિધ મટાડો તાપ, ત્રિવિધ મટાડો તાપ સુધા વરસાવીને…ઈંદ્ર. ૩ અંધ હોય અધિકારથી જે ભૂલે મુજ નામ, એને સ્મરણ આપવા આપું કષ્ટ તમામ, આપું કષ્ટ તમામ સુખ અળસાવીને…ઈંદ્ર. ૪ ઋષિ હે સુરપતિ જાઓ તમારે ધામ, સત્ય કદી નવ ચૂકજો કરજો ઉત્તમ કામ, કરજો ઉત્તમ કામ ગરવ ગુમાવીને…ઈંદ્ર. ૫
૭૫. અહો પ્રભુ આપ એક આદિ લાવની અહો પ્રભુ આપ એક આદિ, સુરભી કહે તમ થઈને અમારી, અવિચળ આબાદી…અહો ટેક. તમે અમારું નિત દૈવત છો, તમે અમારા ઈંદ્ર; જગતનિયંતા અંતરજામી, તમે સૂર્ય ને ચંદ્ર…અહો ૧ તમે ભૂમિનો ભાર ટાળવા, અવતરીયા છો આજ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તમે છો, મુગટ મણી મહારાજ…અહો ૨ નિજ પયથી અભિષેક કરીને, નમી ચરણ અરવિંદ, ગઉ ભેળી થઈ ગિરધારીનું, નામ ધર્યું ગોવિંદ…અહો ૩ કિન્નરુ નારદ અને વિદ્યાધર શિવ ચારણ ગુણ ગાય, પીંગળ કહે ગૌદ્ધાર સીધાવી, પ્રભુને લાગી પાય…અહી ૪
૭૬. એકાદશી વ્રત કર્યું નંદરાયે રાગ : આશાગોડી – તાલ : દીપચંદ એકાદશી વ્રત કર્યું નંદરાયે, પછી લાગ્યાં પ્રભુને પાયે, બારશ પ્રભાતે ધર્મ બણાવા, નંદ આવ્યાં કાલિંદીમાં નાવા. એક દૂત વરુણનો આવ્યો, છળ કરી નંદને લઈ સીધાવ્યો, જ્યાં જુવે ગોવાળો નાઈ, ત્યાં દીઠા નહીં નંદરાઈ. પછી સાદ લાગ્યાં તે કરવા, આડા અવળા લાગ્યાં ફરવા, આવ્યાં કૃષ્ણ ત્યાં પ્રભુ અવિનાશી, વરુણ લઈ ગયો કહે વ્રજવાસી. નીજ ભક્તોને અભય દેનારા, વરુણ પાસે ગયા પ્રભુ પ્યારા, પ્રભુને નીરખી વરુણ પગે પડીયા, સનમુખ બેસી વાતે ચડીયા. આજ દેહ સફળ થયો માહારો, હું છું ચરણ સેવા કરનારો, સર્વ શાસ્ત્રોથી હું છું અજાણ્યો. તેથી અવળો મત મેં તાણ્યો. તાત લાવ્યો હું અહીં તમારો, એ છે મોહોટો દોષ અમારો, પિતાને સંગે વ્રજમાં પધારો, સર્વે કાજ સેવકનાં સુધારો. આવ્યાં નંદને લઈ અવતારી. નીરખે કૃષ્ણપતિને વ્રજનારી, કૃષ્ણ સત્ય પ્રભુ એમ વાણી, વેદ ગ્વાલો પરસ્પ જાણી. ધન્ય ઈશ્વરના ડહાપણને, સૂક્ષ્મ દેહ દેખાડે આપણને, તે તો સંકલ્પ ઝટ સિદ્ધ કીધો, દેહ સૂક્ષ્મ દેખાડી દીધો. ગોપ નંદ થયા તે જ્ઞાની, તજી તૃષ્ણા થયા ધર્મ ધ્યાની, બ્રહ્મલોક જોયું તેણે ભારી, વૈકુંઠ જોયું વ્રતધારી. ગુણ કૃષ્ણપ્રભુના ગાયા, જાણી તેની અકળત માયા.
૭૭. શર્દ થકી પ્રફુલ્લિત થએલી શર્દ થકી પ્રફુલ્લિત થએલી રજની શોભી રહેલી, વિધ વિધ વેલી રે શ્રી વૃંદાવનમાં ટેક. એવી રાત્રી જોઈ અંજવાળી, ભાવ વધ્યો ત્યાં ભાળી, મન વનમાળી રે શ્રી વૃંદાવનમાં ૧ યોગમાયાનો આશ્રમ કરીને, રમવા ઈચ્છા હરિને, થઈ ચિત્ત ઠરીને રે શ્રી વૃંદાવનમાં ૨ ચંદ્ર ઉદય પામ્યો સુખકારી, સુંદર કિરણ પ્રસારી, રસિક વિહારી રે શ્રી વૃંદાવનમાં ૩ મોહન ગાયું ગીત મનોહર, સુણી વ્રજનારી ઘર ઘર, પ્રીતિ પરસ્પર રે શ્રી વૃંદાવનમાં ૪
૭૮. પ્રેમ ગોપી રે પ્રેમ ગોપી ગરબી – તાલ : દાદરો પ્રેમ ગોપી રે પ્રેમ ગોપી, વૃંદાવનમાં અંગ ઓપી રે…પ્રેમ. ટેક. કોઈ ખાતી ખાતી નીર નાતી, કોઈ દોડી ગોવિંદ ગુણ ગાતી રે…પ્રેમ. ૧ કોઈ દોડી આંગણ ગહુ દોતી, કોઈ પહોંચી ગઈ મોતી પરોતી રે…પ્રેમ. ૨ કોઈ ભૂલી ઘરકામ આવી ભાગી, કોઈ આવી ત્રશનાં ઉપાયી ત્યાગી રે…પ્રેમ. ૩ કવિ પિંગળ કહે સર્વ મોહ પામી, જોઈ બોલાવે અંતરજામી રે…પ્રેમ. ૪

૭૯. ભાન ભૂલી રે ભાન ભૂલી ગરબી – તાલ : દાદરો ભાન ભૂલી રે ભાન ભૂલી, મોહન મળવામાં અંગ અંગ ફૂલી રે. ભાન. ટેક. અલંકારો નિજ હાથનાં ઉતારી પહેર્યો, પગમાં આતુર થઈ પ્યારી રે. …ભાન. ૧ સખી ચૂકી ગઈ ઓઢવી સાડી, આવી ઊભી રહી મસ્તકે ઉઘાડી રે. …ભાન. ૨ પેહરી ચોળીની એક બાંહ પૂરી, એક રહી ગઈ છે અધુરી રે. …ભાન. ૩ ઉલટ પુલટ તે શ્રંગાર સજી આવી, હસ્યાં ગિરિધારી સર્વને હસાવી રે. …ભાન. ૪
૮૦. વ્રજવામ મંદિર છોડી આવી કિરતન – તાલ : ચલતી વ્રજવામ મંદિર છોડી આવી, કેમ આવા ભયંકર વનમાં…વ્રજવામ. ટેક. રેહેવું એકલું ઘરથી બારું, ત્રિયા દીસે ન ઠીક તમારું, એ માની લ્યો કહેવું અમારું…વ્રજવામ. ૧ જોશે વાટ સુજન ઘરવાસી, એથી થાશે માબાપ ઉદાસી, પતિ પામશે કષ્ટ તપાસી…વ્રજવામ. ૨ આહા રજની કેવી અજવાળી, ભલે આવ્યાં તો દ્રષ્ટિથી ભાળી, વળો પાછાં સુંદર કટિવાળી…વ્રજવામ. ૩ ઝટ વ્રજમાં પાછાં જોઓ, ધન્ય બાળ પોતાનાં ધવરાવો, કરી સેવા સ્વામીને રીઝાવો…વ્રજવામ. ૪
૮૧. ગુણવાન સુંદર ગોપી કિરતન – તાલ : ચલતી ગુણવાન સુંદર ગોપી રાખો, ચિત્ત નિજ પતિમાં રોપી…ગુણવાન. ટેક. પતિ હોય કદી મહા પાપી, મહા વ્યાધિ શરીરે વ્યાપી, ત્રિયા ત્યાગ ન કરવો તથાપી…ગુણવાન. ૧ એ છે નારીનો ધર્મ અનાદિ, તેમ શાસ્ત્ર કહે સત્યવાદિ, એથી લજ્જાની રહે છે આબાદી…ગુણવાન. ૨ અંગ સંગથી સુખ નહીં આવે, મન સંગથી દુ:ખ મટી જાવે, પ્રભુ ધામને અંતે પાવે…ગુણવાન. ૩ જાર કર્મથી કિરતિ જાશે, પછી સ્વર્ગનું સુખ નહીં પમાશે, કેવું નિંદીત કામ કહેવાશે…ગુણવાન. ૪
૮૨. માહારાજકૃષ્ણ કિરતન – તાલ : ચલતી માહારાજકૃષ્ણ મરમાળા વદે છો, શું જાવાનું મોરલીવાળા…માહારાજ. ટેક. અમે આવ્યાં આશ કરીને, ધંધો ઘરનો દૂર કરીને, કેમ જાવું નિરાશ ફરીને…માહારાજ. ૧ માત પિતા અને સુત ભ્રાતા, પતિ અને સંબંધી પ્રખ્યાતા, તે સર્વનાં છો પ્રાણદાતા…માહારાજ. ૨ શરણે આવ્યાંનાં બરદ સંભાળો, તમે તાપ વિરહનો ટાળો, વાહાલા કેમ પાછાં હવે વાળો…માહારાજ. ૩ એવી સાંભળી ગોપીની અરજી, થયા ગોવિંદ તેના ગરજી, માવે રમવા બતાવી મરજી…માહારાજ. ૪
૮૩. શામ લાગ્યાં રમવા ગરબી – તાલ : દાદરો શામ લાગ્યાં રમવા ગોપીના સંગમાં રે, અતિ ઓપે છે આનંદ અંગમાં રે. ટેક. હરિ તાળી દિયે છે હાથ હાથમાં રે, નજર સહુની છે રાધાનાથમાં રે…શામ. ૧ શામ ગાય છે મધુર ઊંચા સુરથી રે, પ્રાણરૂપે વખાણે પ્રેમ પૂરથી રે…શામ. ૨ મંદ હસવું ને ચાલવું માનમાં રે, ઘેલી કીધી ગોપીને રસ ગાનમાં રે…શામ. ૩ કહે પિંગળસી વાત કાન કાનમાં રે, ધણી રાખજો કૃપા સદાય ધ્યાનમાં રે…શામ. ૪
૮૪. પ્રભુજી બોલાવે ગોપીને ગરબી – તાલ : દાદરો પ્રભુજી બોલાવે ગોપીને પ્રેમથી રે, એથી આવ્યું ઘણું અભિમાન જો. ટેક. હરિને હસે હસાવે હેતથી રે, સમજાવે કરી નેણાં નિશાન જો…પ્રભુજી ૧ મરદંગ વાજે મનોહર મોરલી રે, તેમ લીયે નાચે રમે કરતાંન જો…પ્રભુજી ૨ કહે કવિ પિંગળ ગોપીનો મદ કાપવા રે, ધાણી થયા એ સમે અંતરધ્યાન જો…પ્રભુજી ૩

૮૫. ગોપએ દેખ્યા નઈ ગરબી ગોપએ દેખ્યા નઈ જ્યારે ગોવિંદને, આકુળ વ્યાકુળ થઈ છે અપાર જો. ટેક. કૃષ્ણ જેવો વેશ કરીને કામની રે, હસી હસી સખીઓથી કરે છે વિહાર જો…ગોપીએ ૧ પછી વન વૃક્ષોને લાગી પૂછવા રે, દીયો કોઈ શામળીયાંનાં સમાચાર જો…ગોપીએ ૨ મહા ભાગ્યવાળી છે વ્રજતણી ભૂમિકા રે, પામે પ્રભુચરણો વારંવાર જો…ગોપીએ ૩ પિંગલ પ્રભુ વિના દુ:ખ પામીને રે, થાકી ઊભી પછી તે ઠાક જો…ગોપીએ ૪
૮૬. ગોતી ગોતીને હું થાકી કિરતન : ત્રિતાલ ગોતી ગોતીને હું થાકી છઉં ગિરધારી, વાલા ક્યાં જઈને સંતાણા છો જાઉં વારી. ટેક. વંદ્રાવનમાં આવીને પ્રથમ લગાડી પ્રીત, સુખ દઈને દુ:ખ આપશો એ શું ઉત્તમ રીત; હવે હું કઈ કઈ તમને નટવર ગઈ છું હારી…ગોતી ૧ આમ થવાથી આપનો કોણ કરે વિશ્વાસ, વ્રજની વામની જોગથી નિર્બળ થઈ નિરાશ; તમે શું કરવા અમને તરછોડો અવતારી…ગોતી ૨ જીવ હોય ત્યાં આવજો કૃપા તો જ કહેવાય, અવસર ચૂકે અન્નનાં છોડ સુકાઈ જાય, વરસે તો પણ આવે કામ પછી શું વારી…ગોતી ૩ રસિયા કાયમ રાખજો બાંય ગ્રહ્યાની લાજ, ભૂલ હોય તે ભૂલશો કહે પિંગળ કવિરાજ, મળવું જોશે અમને તો પણ હે મોરારી…ગોતી ૪
૮૭ . અરજ સુણીને જલદી આવ્યાં લાવણી અરજ સુણીને જલદી આવ્યાં, વાલો વનરાવનમાં જી, નંદકુંવરને નેણે નીરખી, જીવ આવ્યો વ્રજ્જનમાં જી…ટેક. વીટીને ઊભા વ્રજ વનિતા, મોહન રાજી મનમાં જી, જુવતી કંઈ આવી કરપરસે, તાકી જુવે છે તનમાં જી…અરજ. ૧ બમણી ત્યાં પ્રભુ પ્રીત બતાવે, લલચાવે લાવનમાં જી, રસિયોજી કહે આવો રમીયે, ભેળા કુંજ ભુવનમાં જી…અરજ. ૨ ગોપી કહે છે અમારું ગિરધર, દૈવત છે દરશનમાં જી, પિંગલ પ્રીત કરી સુખ દે, મળજો રેજો મગનમાં જી…અરજ. 3
૮૮. રસિયો ચાલ્યાં રસમંડળ ગરબી – તાલ : દાદરો રસિયો ચાલ્યાં રસમંડળ રમવા, મંડળ રમવા ગોપી મનમાં ગમવા આજ…ટેક. પેર્યા પગમાં ગોપીએ ઝાંઝર ને રમઝોળ, ફરવા લાગી ફુદડી કરતી રંગ કિલોલ, નીરખી નીરખી છબી લાગી નમવા આજ…રસિયો. ૧ જ્યાં જુવે ત્યાં જણાય છે એક ગોપી એક કાન, દેવ દર્શને આવીયા ચડી ચડી વઈમાન, ભુવન તજી વનમાં સુર લાગ્યાં ભમવા…રસિયો. ૨ ગગડયાં દુદુંભી ગગનમાં પુષ્પવૃષ્ટિ અનપાર, સુંદર ગૂંથેલા સરસ હઈયે દીપે હાર, ખલભલ ભુભાર શેષ લાગ્યો ખમવા…રસિયો. ૩ પિંગળશી કહે પ્યારથી ગાય મધુર સુર ગાન, વૃંદાવનમાં આવીયા ધૂરજટિ છોડી ધ્યાન, દઈતોને કષ્ણ પ્રભુ લાગ્યાં દમવા…રસિયો. ૪
૮૯. નાચે થેઈ થેઈ પ્રભુ બહુનામી કહારવો નાચે થેઈ થેઈ પ્રભુ બહુનામી, જ્યાં જુવે ત્યાં અંતરજામી…નાચે ટેક. લલાનાને મુખ ચુંબન લે છે, ખેલ કરે છે નહીં ખામી…નાચે ૧ સ્વેદના કણથી મુખ શોભે છે, ગોપી નિહાળે ગરુડગામી…આચે ૨ કૃષ્ણ પ્રભુને કાન્તા કરથી, પરશ કરે છે સુખ પામી…નાચે ૩ પિંગળશી કહે ગોપીની પ્રીતિ, ચિત્તમાં દ્રઢ ધારે સ્વામી…નાચે ૪
૯૦. રાસ રમવા ચાલ્યાં બ્રજરાજ રે રાસ રમવા ચાલ્યાં બ્રજરાજ રે, લલીતાદી ગોપી મળી હસવા લાગી, કમર કસવા લાગી સર્યા કાજ રે…ટેક પીતાંબર કટી પાતળી, ગુણસાગર ગોપાળ, ગુણસાગર ગોપાળલાલ, ગરુડગામી નહીં રસમાં ખામી, આપ અંતરયામી ઓપે આજ રે…રાસ ૧ મુખમયંકદ્રગ મોહની લચકે જેનીલંક, નીરખી કામની કામની રતિ બણી ગઈ રંક, લળી લટકે ગોપી ગીત ગાવા લાગી, મજા થાયા લાગી, વિપત જાવા લાગી બીન બાજ રે…રાસ ૨ બાળાના શ્રમ બિંદુને હરિ લુંછતા હાથ, સ્નેહ થકી સમજાવતા નિકટ રહીને નાથ, નાથ નીરખી જુવે છબી ન્યારી ન્યારી, પ્રાણ પ્યારી પ્યારી, જાઉં વારી વારી ગરીબનવાજ રે…રાસ ૩ પિંગળ પ્યાસી પ્રેમની વ્રજવાસી સૌ વામ, વૃંદાવનમાં આવીને હરિએ પૂરી હામ હામ હરીયે પૂરી હૈયે હરખી હરખી,  નેણે નીરખી નીરખી…રાસ ૪

૯૧ . રહી રાત પાછલી થોડી ગરબી – તાલ : દાદરો રહી રાત પાછલી થોડી રે, ગોપી ગોકુળમાં આવી, પ્રીતિ પતિ તોય ન તોડી રે, બહુ સ્નેહથી બોલાવી…રહી. ટેક. વનમાં જે ગોપી ગએલી રે, સ્વામી જોઈ ઘર સૂતેલી, કેવી છે અકળ પ્રભુ કેલી રે, વેદે પણ નવ વરતેલી…રહી. ૧ કરી જે જે વનમાં ક્રિડા રે, ચિત્ત દઈને જે સાંભળશે, તેને નહીં આવે પીડા રે, માગ્યા સુખ નિત નિત મળશે…રહી. ૨ આવે ન જરા મન આધી રે, અળગી રહે સર્વ ઉપાધી રે, સત્ય ભક્તિ જેણે સાધી…રહી. ૩ પિંગળ કહે શાસ્ત્ર પ્રમાણે રે, વરણન શ્રી ગોપીવરનું, તમે ભૂલો નહીં કોઈ ટાણે રે, નામ ભલું નટનાગગરનું…રહી. ૪
૯૨ . એક દી યાત્રા કરવા ગરબી એક દી યાત્રા કરવા ગોવાળીયા રે, ચાલ્યાં ગાડા જોડીને સાથ રે…એક દી. ટેક. અંબિકા વનમાં રાજી થઈ આવીયા રે, નિરમળ સરસ્વતીના નીર જો, તેમાં નાયા ગ્વાલ સહુ પ્રીતથી રે, તનને શુદ્ધ કરી ઊભા તીર જો…એક દી. ૧ ગાયો સુવર્ણ વસ્ત્ર – અન્ન આપીયા રે, દીધા વિપ્રોને વિધ વિધ દાન જો, રાત્રિ ગોપી નંદ ત્યાં આવી રહ્યા જો, નંદ બાવો સૂતા પ્રભુને ધરી ધ્યાન જો…એક દી. ૨ એ સમે ભૂખ્યો અજગર આવીયો રે, નંદને ગળવા લાગ્યો નિરધાર જો, કૃષ્ણ કૃષ્ણ કહીને લાગ્યા પોકારવા રે, હાલ આવી તેનો કીધો સંહાર જો…એક દી. ૩ તાતને બચાવ્યા પ્રભુએ તે ઘડી રે, અજગરે ધાર્યું દેવનું અંગ જો, શ્રાપ હતો પૂર્વનો તુર્ત તે છૂટીયા રે, પડ્યો હરિ શરણે ગુણ ગાય તે પ્રસંગે જો…એક દી. ૪
૯૩ . એક દિવસ અદભુત પરાક્રમવાળા લાવણી એક દિવસ અદભુત પરાક્રમવાળા ઈશ્વર અવિનાશી, શ્રેષ્ટ ભ્રાત બળદેવ સંગમાં, વનમાં આવ્યા વ્રજવાસી…એક. ટેક. ગાવા લાગી ગીત ગોપીયો, કૃષ્ણ તણું વર્ણન કરીને, મોહન જુવે પ્રસન્ન મુખથી, ધ્યાન એક તે પર ધરીને. ૧ મનુષ્ય રૂપે બંધુ મળીને, ગીત પછી લાગ્યા ગાવા. ગોપી સુણીને મુર્છિત થઈ ગઈ, દેહ ભાન લાગી જાવા. ૨ કુબેરનો એક યક્ષ અનુચર, આવ્યો વનમાં અભિમાની. શખચુડ હતું નામ તેહનું, અતિ બળવાળો અજ્ઞાની. ૩ તે જ વખત વનવાસી ત્રિયાને, પકડી લઈ ચાલ્યો પાપી. ગળે પકડે જેમ સિંહ ગાયને, એમ લઈ ગયો દુખ આપી. ૪ બાંગ સાંભળી બંને બંધુ, તે પાછળ દોડ્યા તેવા, ડરશો માં ડરશો માં કેહેતા, જઈ પહોંચ્યા જોયા જેવા. ૫ તુરત ત્રિયાનો ત્યાગ કરીને, ભાગ્યો યક્ષ મરદ ભાળી, પ્રાણ હર્યા તેના એક પળમાં. મૂઠી મારી વનમાળી. ૬ મણી લઈ તેના મસ્તકથી, જેષ્ઠ ભ્રાતને જઈ દીધો. અબળાઓને આપ ઉગારી, મહા ચળકતો મણી લીધો. ૭ ‘પિંગળશી’ કહે ધન્ય પ્રભુને, કરથી પરાક્રમ કઈ કીધા. માત તાત તેમ વ્રજમંડળને, દયા કરી અતિ સુખ દીધા. ૮
૯૪ . માત જસોમતી પુત્ર તમારો પ્રભાતિ – તાલ : દીપચંદી માત જસોમતી પુત્ર તમારો, મોહ લગાડે છે અમને રે. એના વિના સુખ ઘડીયે ન આવે, તે માટે કહીયે તમને રે…માત. ટેક. શીદ કરો નજરૂથી છેટે, શીદને ધેનું ચરાવો રે, શીદને દીયો છો ભાતાં સંગે, ખૂબ ઘરે ખવરાવો રે…માત. ૧ જીવનને નવ દેજયો જાવા, એટલી અરજ અમારી રે, ઘરે રહેવાથી સુખ છે ઘણાને, કરશું સેવા તમારી રે…માત. ૨ વાલાનું મૂખ જોવા માટે ફરવું પડે છે વનમાં રે, સહન નથી થાયો શું કહીએ, તાપ વિરહનો તનમાં રે…માત. ૩ તાણ પડે તો દેશું તમને, વસ્તુ બમણો વેરો રે, ‘પિંગળશી’ કહે સૌનો મટાડો, ચોરાશીનો ફેરો રે…માત. ૪

૯૫ . કોણ જાણે બંસીનો કેવો પ્રભાતિ કોણ જાણે બંસીનો કેવો, સુર મધુર સુખકારી રે. સાંભળતા દુ:ખ સર્વ નાસે, મુરતિ કામણગારી રે…કોણ. ટેક. ભનક થકી ઘર કારજ ભૂલી, ભોજનીયા નવ ભાવે રે, મોહનને જલદી મળવાની, યાદી ઘડી ઘડી આવે રે…કોણ. ૧ જ્યારે જીવન દુર જવાથી, સૂર નથી સંભળાતો રે, ત્યારે સખી અમારા તનમાં, આતમ રહે અકળાતો રે…કોણ. ૨ નવિન કળા ગત નોખી, વાલો નિત્ય વગાડે રે, પિંગળશી કહે પ્યારો પ્રીતમ, ગોપીને મોહ પમાડે રે…કોણ. ૩
૯૬ . જ્યારે જ્યારે જમુનાજીમાં પ્રભાતિ જ્યારે જ્યારે જમુનાજીમાં કૃષ્ણ વિહાર કરે છે રે, ત્યારે ત્યારે શીત સુગંધી મંદ, પવન પ્રસરે છે રે…જ્યારે ટેક. તેમજ ગંધર્વના મળી ટોળાં, ગુણ ગોવિંદના ગાવે રે, ઈંદ્ર અને બ્રહ્મા અધિકારી, દરશન માટે આવે રે…જ્યારે ૧ ગોવર્ધન પર્વતને ધારી ગૌરક્ષા કરનારા રે, મુઢ ઘણા રાક્ષસને મારી, વ્રજપીડા હરનારા રે…જ્યારે ૨ મોર મુગટ વનમાળાવાળા, રંગ ભીનો રૂપાળા રે, સ્નેહભર્યા બળદેવની સંગે, દીપે દીનદયાળા રે,…જ્યારે ૩ દેવકીજીને ઉદર જનમેલા નંદ ઘરે ઉછરેલા રે, પિંગળકહે હરિજનના મનમાં, હેત ધરીને રહેલા રે…જ્યારે ૪

૯૭ . ગઉ દિવસે લઈ ગોકુળમાથી પ્રભાતિ ગઉ દિવસે લઈ ગોકુળમાથી, વાલો વસે જઈ વનમાં રે ચ્યાર પહોર વીતે શી રીતે, મૂંઝાઈ રહેવું મનમાં રે…ગઉ ટેક. મુરતિ માવાની છે મનોહાર, તેને રહે ચિત્ત તાકી રે, ભુવન તજી કેમ જાવું ભેળું, પીડા તે છે પાકી રે…ગઉ ૧ જમુના તટ ઉપર જઈને બંસી મીઠી બજાવે રે સાંભળતા સખી પડે નહીં, યાદી તેની આવે રે…ગઉ ૨ વ્રજની ત્રિયાને વશ કરનારી વિઠ્ઠલજીની વાણી રે, નટવરને છેટે નેણાંથી, જાવા દીયું કેમ જાણી રે…ગઉ ૩ પિંગળસી કહે દ્વાર પધારો, સાંજ સમે સુખકારી રે આરતી માત જશોદા ઉતારે, નીરખે વ્રજની નારી રે…ગઉ ૪
૯૮. વદે છે શુકદેવ વાણી પ્રભાતિ – તાલ : દીપચંદી વદે છે શુકદેવ વાણી, ભરતવંશી ભૂપને, જે રૂદામાં સત્ય જાણે, રામજીના રૂપને. …વદે છે. ટેક. અરિષ્ઠ નામે અસુર આવ્યો, બળદ થઈ બાંધવા, એ સમે વ્રજલોક લાગ્યાં, કૃષ્ણને આરાધવા…વેદ છે. ૧ જબ્બર કાયા કોંટ જેની, નજર ક્રોધ નિહાળતો, પહાડ નદિયું તીર પૃથ્વી, ખરીથી ખડતાળતો…વેદ છે. ૨ આપ બળ મહેદાન આવી પ્રભુએ પડકારીયો, પછાડ્યો બે શીંગ પકડી, મુઢ બળને મારીયો…વદે છે. 3 સર્વ વ્રજને સુખ દીધું, હરી પીડા શ્રી હરિ, પુષ્પવૃષ્ટિ કહે પિંગળ, કોટી દેવોએ કરી…વદે છે. ૪
૯૯ . એક વખતે મુનિ નારદ પ્રભાતિ એક વખતે મુનિ નારદ, કંસ પાસે આવીયાં, લળીને તે પાય લાગ્યાં, વિધિ કરીને વધાવીયા…એક ટેક પછી નારદ કંસ પ્રત્યે, કહે સાંભળ દ્રઢ કરી, હણી તે જે હાથથી નહીં, દેવકીની દીકરી…એક ૧ દેવકીના દીકર્યા તે કૃષ્ણ હળધર જાણજ્યો, મારે તો હવે ભય મટ્યો છે, એવો વહેમ ન આણજ્યો…એક ૨ શ્રવણ એવું સાંભળીને, કંસ રાજા કોપીયો, હાથ ખગ વાસુદેવ હણવા, થર હરી ઊભો થયો…એક ૩ નારદ કહે વસુદેવને હણતા, ઠીક તમારું નહીં થશે, પુત્રો તેના કહે પિંગળ, જોઈને નાસી જશે…એક ૪
૧૦૦ . કંસરાયે કેદ કીધા દેવકી પ્રભાતિ કંસરાયે કેદ કીધા દેવકી વસુદેવને, મૃત્યુ આવ્યું તોય ન મેલી, તેણે બુરી ટેવને… ...કંસરાયે. ટેક. કેશીને બોલાવી કીધું કંસરાયે કાનમાં, કૃષ્ણનો જઈ નાશ કરવો, ધરી રાખો ધ્યાનમાં…કંસરાયે. ૧ મુષ્ટિક ચાણુર શલમલને, પછી લાગ્યો પડકારવા, અહીં જ્યારે એ ભ્રાત આવે, મલ વિદ્યાએ મારવા…કંસરાયે. ૨ માવતને પછી એમ કીધું, શત્રુને નવ મૂકવો, કુવળીયાપિડ નામનો કરી, મસ્ત છૂટો મૂકવો…કંસરાયે. ૩ કંસ કહે અક્રુરજીને, આપ હેતુ છો અતિ, પિંગળ કહે વસુદેવસુતને, ઝટ લાવો કરી જુગતી…કંસરાયે. ૪
૧૦૧ . કહે વ્રજમાં દેત્ય કેશી પ્રભાતિ કહે વ્રજમાં દેત્ય કેશી, અશ્વ રૂપે આવીયો, મહા ક્રોધે હાક મારી, ધરા પડ ધ્રુજાવીયો…કહું. ટેક. વડી સાંકળ કેશવાળી, દેહ કાળી ડરામણી, ડાબાથી અહીં શીશ દમતો, હાલ આવ્યો હણહણી…કહું. ૧ કંસ નૃપનું ભલું કરવા, વૈર રિપુનું વાળવા, આવીને સનમુખ ઊભો, ગર્વ વ્રજનો ગાળવા…કહું. ૨ પાછલા બે પાય પકડી, પાપી દહિતને પાડીયો. હાથથી પ્રભુ બળ કરી, અસમાનમાં ઉડાડીયો…કહું. ૩ પડ્યો હેઠો પ્રાણ છોડી, વિબુધ પુષ્પ વધાવીયા, કહે પિંગળ કૃષ્ણક્રીડા, અમર જોવા આવીયાં…કહું. ૪
૧૦૨ . એક દિવસ પરબતના શિર પ્રભાતિ એક દિવસ પરબતના શિર પર, ગોવાળો રમતા, ચોર થઈ ઘેટાને ચોરી, ભાગી જતાં ભમતા. ...એક દિવસ. ટેક. મય દાનવનો પુત્ર વ્યોમાસુર, એ વખતે આવ્યો, ગોવાળીયાનો વેશ ધરેલો, ફોગટ થઈ ફાવ્યો… ...એક દિવસ. ૧ ગોવાળીયાને ગુફામાં નાખી, બાર બંધ કરતો, બાકી રહ્યા બેચાર ગોવાળો, જાણ્યો હરિ હરતો… ...એક દિવસ. ૨ પકડી લીયે જેમ સિંહ પશુને, એમ પકડી લીધો, મોહનજીએ મારી મારીને, પૂરો કરી દીધો… ...એક દિવસ. ૩ તુરત ગુફાના ઢાંકણ તોડી, ગ્વાલોને લાવ્યા, પિંગળશી કહે પ્યારા પ્રીતમ, ઉત્તમ ઘર આવ્યા… ...એક દિવસ. ૪

૧૦૩ . નારદ કહે છે કૃષ્ણ નમામી પ્રભાતિ – તાલ : દીપચંદી નારદ કહે છે કૃષ્ણ નમામી નાથ બહુનામી, આત્મા રૂપે પ્રાણી સરવમાં, છો અંતરયામી. નારદ… ટેક. હે યોગેશ્વર હે જગદીશ્વર હે સુંદર સ્વામી, સાત્વત કુળમાં શ્રેષ્ઠ શિરોમણી, કેશવ વિષ્કામી…નારદ. ૧ કાષ્ઠમાં જેમ રહ્યો છે અગમી, તેમ સરવ તનમાં, રમી રહ્યા છો સાક્ષી રૂપે, મહા પુરુષ મનમાં…નારદ. ૨ ધર્મનું રક્ષણ કરવા માટે, મનુષ દેહ ધારી, પૃથ્વી ઉપર જય પામ્યા છો, રાક્ષસને મારી…નારદ. ૩ હજી ઘણા દૃષ્ટોને હણશો, વ્રજને સુખ દેવા, પિંગળ કહે ઋષિ નારદ પધાર્યા, સત્ય કરી સેવા…નારદ. ૪
૧૦૪ . બને ભાયોને બોલાવા પ્રભાતિ બને ભાયોને બોલાવા, અક્રુરજી આવ્યા, લલીત મનોહર મથુરામાંથી, રથ જોડી લાવ્યા…બને. ટેક. અક્રુર મનમાં વિચાર કરે છે, પુન્ય હશે સારું, ઠાકોરજીનાં દરશન થાશે, ભાગ્ય મહા મારું…બને. ૧ કંસે મોટો અનુગ્રહ કીધો, આજ્ઞા મને આપી. મળશે તેથી મોહન મુજને, કષ્ટોને કાપી…બને. ૨ મુનિજન તપસી મોટા મોટા, વાટ જોઈ રે છે, દરશન થાવા તેને દુરલભ, કવિ પિંગળ કે’ છે…બને. ૩
૧૦૫ . મારા તરફનો મોહનના મનમાં પ્રભાતિ મારા તરફનો મોહનના મનમાં, વેમ નહીં આવે, એ છે સહુના અંતરયામી, ભક્તિ ચિત્ત ભાવે…મારા. ટેક. આવ્યો છઉં કંસનો મોકલે લો, ડોળ ઉપરનો, અંદરથી હું સોળે આના, નોકર નટવરનો…મારા. ૧ ઊભો રહીશ હું મોહન આગળ, જ્યારે કર જોડી, ત્યારે મળશે રાજી થઈ, ભવબંધનને તોડી…મારા. ૨ કૃષ્ણ બોલાવશે કાકા કહીને, જન્મ સફળ થાશે, હાથ ગ્રહ બળરામ હસીને, ઘરમાં લઈ જાશે…મારા. ૩ આ પરમાણે ચિતવન કરતાં, ગોકુળમાં ગરીયા, પિંગળ અક્રુરને પ્રભુ પોતે, ભેટયા ગુણ ભરીયા…મારા. ૪
૧૦૬ . અક્રુરજી તમે ભલે આવ્યા પ્રભાતિ : તાલ : દીપચંદી અક્રુરજી તમે ભલે આવ્યા, કૃષ્ણ કહે પૂજા કરી, આપ્યું તેને શ્રેષ્ટ આસન, હૈયે હરખાણા હરિ… અક્રુરનજી ટેક. જુગતેથી ભોજન જમાડી, અક્રુરને રાજી કર્યા, સર્વ વિધિ સત્કાર કરીને, એમ નંદજી ઉચર્ય… અક્રુરનજી. ૧ જ્યાં સુધી નૃપ કંસ જીવે, ત્યાં સુધી દુખ નટ ટળે, ઘેટા જેમ કસાઈ ઘરમાં, તેમ સહુ જન ટળવળે… અક્રુરનજી. ૨ હાથેથી ભાણેજ હણીયાં, બેનને કીધી સજા, જીવવું દુરલભ હું જાણું, તમે છો તેની પ્રજા… અક્રુરનજી. ૩ ઉત્તર અક્રુરજીએ આપ્યો, યોગ્ય જાણી એ સમે, પિંગળસી કહે મોદ પામ્યા, રામ મુરતિ ચિત્ત રમે… અક્રુરનજી. ૪

૧૦૭ . કૃષ્ણ કહે અહીં આવવું પ્રભાતિ કૃષ્ણ કહે અહીં આવવું, તે કેવા કારણથી કહો, કોઈથી નવ ડરું કાકા, રૂદામાં નિર્ભયક રહો…કૃષ્ણ ટેક. અક્રુરજી કહે આપને પ્રભુ, બોલાવા હું આવીયો, કંસનાં કહેવા પ્રમાણે, બેસવા રથ લાવીયો…કૃષ્ણ. ૧ નારદે જે કહ્યું હતું તે, કપટ સરવે કંસનું, અક્રુરજીએ કહી બતાવ્યું, વૈર જાદવ વંશનું…કૃષ્ણ. ૨ સાંભળી બે ભ્રાત હસીયા, નિવેદન કર્યું નંદને, જદુપતિ સજ થયા જાવા, તોડવા રિપુ ફંદને…કૃષ્ણ. ૩ નંદરાયે આપી આજ્ઞા, ગોકુળ આખા ગામને, જરૂર મથુરા કાલ જાવું, કૃષ્ણ અને બળરામને…કૃષ્ણ. ૪
૧૦૮ . સાંભળી તે ખબર ગોપી પ્રભાતિ સાંભળી તે ખબર ગોપી, અતિ ઉદાસી થઈ, મનોહર વ્રજત્રિયા મૂખની, કાંતિ કરમાઈ ગઈ…સાંભળી. ટેક. કેટલીએક ધ્યાન કરતી, સ્થંભ જેવી થઈ રહી, કેટલી અક્રુરજીને, દોષ મૂખથી દઈ રહી…સાંભળી. ૧ કેટલી પ્રભુનાં ચરિત્રો, સ્નેહથી સંભારતી. કેટલી મથુરા જાવાની, વાતો કરીને વારતી…સાંભળી. ૨ વનિતાઓ કહે હે વિધાતા, તુને દયા નથી આવતી. સ્નેહ ગાંઠ છોડવવામાં, કેવી તારી છે ક્રતિ…સાંભળી. ૩ જદુપતિથી જુદા પડવું, મૃત્યુ જેવું જાણવું. પિંગળ પ્રભુ નવ જાય મથુરા, એવું કારણ આણવું…સાંભળી. ૪

૧૦૯ . ક્રુર છે આ કામમાં પ્રભાતિ ક્રુર છે આ કામમાં, અક્રુર તેને કોણ કહે. નોય તેહની બુદ્ધિ નિર્મળ, કંસ આગળ તે રહે…ક્રુર છે. ટેક. શામળીયાને સમજાવીને, મથુરા લઈ જાય છે, તેણેથી વ્રજવાસીનાં મન, થાળીનાં મગ થાય છે…ક્રુર છે. ૧ નીરધારા વહે નયને, અંગ કંપે આકળી, આવી ગોપી નંદ આંગણ, મોહનજીને જઈ મળી…ક્રુર છે. ૨ શામ અમને કેમ છોડો, વિચારો મનમાં વળી, જળ વિના મછલી નાં જીવે, તેમ મરશું ટળવળી…ક્રુર છે. ૩ પ્રભુ બોલ્યા કહે પિંગળ, આઠ દિવસે આવશું, કદી મન ચિંતા નવ કરશો, સ્નેહથી બોલાવશું…ક્રુર છે. ૪
૧૧૦ . ત્યાથી ચાલ્યા પ્રભુ અવતારી રાગ : કલીંગડો – તાલ : ચલતી ત્યાથી ચાલ્યા પ્રભુ અવતારી, મથુરા જાવાને મોરારી… ટેક ભ્રાત પ્રબળ બળદેવજી ભેળા, શતરુનોમદ હરવા, ગોરસ ઘ્રત ઘટ લીધા ગ્વાલે, કંસની નજરે કરવા…ત્યાથી. ૧ વોળાવા જે ગોપી આવેલી, ઊભી થઈને ઉદાસી, આહા બણી સખી આંખ્યું આપણી, પ્રભુ દરશનની પ્યાસી…ત્યાથી. ૨ આ વ્રજ લાગે છે અળખામણું, પાર થયા દુ:ખદાઈ, સ્નેહથી બોલશું કેની સંગે, જીવનની છે જુદાઈ…ત્યાથી. 3 ઓધીને આધારે અબળા, વ્રજમાં પાછી આવી, પિંગળશી કહે પ્રભુ પધાર્યા, સત્વર રથને ચલાવી…ત્યાથી. ૪
૧૧૧ . આવ્યા જમુનાં તટ અવિનાશી રાગ : કિરતન આવ્યા જમુનાં તટ અવિનાશી, અતિ યોગ તણા અભ્યાસી…આવ્યા. ૧ ભેળા સ્નાન કરી બે ભાઈ, રથ આવી બેઠા જદુરાઈ, અક્રુરજી મનમાં ઉદાસી…આવ્યા. ૨ પછી અક્રુર જળમાં ઉતરીયા, દીધી ડુબકી દિલમાં ડરિયા, પ્રભુ માયા અનંત પ્રકાશી…આવ્યા. ૩ જોયા કૃષ્ણને પાછા જળમાં, બળદેવ સહિત અતિ બળમાં, ભાગવતની કળા ઘણી ભાસી…આવ્યા. ૪ અક્રુર આવ્યા જળ બારા, પિંગળ નીરખ્યા પ્રભુ પ્યારા, નિજ મનની ભ્રાંતિ નાસી…આવ્યા. ૫
૧૧૨ . અક્રુરજી જોઈને થઈ ગયા પ્રભાતિ અક્રુરજી જોઈને થઈ ગયા આકળા, ગોવિંદનાં લાગીયાં ગુણ ગાવા, આદિ ને અંતમાં આપ છો એકલા, એ જ રૂપે અવિનાશી આવા… અક્રુરજી ટેક. કમળના કોશથી વિધિ પરગટ થયા, ભલું તે મધ્યથી જગત ભાસ્યું, તત્ત્વ પાંચે મહાતત્ત્વ એથી થયું, નિરખતાં આપને પાપ નાસ્યું… અક્રુરજી ૧ માયાનાં મોહથી મુરખ સમજે નહીં, આત્મરૂપે રહ્યા નાથ એવા, ધર્મરક્ષા કજુ દેહ માનવ ધર્યો, ચૌદ બ્રહ્માડમાં કરે સેવા… અક્રુરજી ૨ કર્મને ત્યાગીને ધ્યાન મુનિવર કરે, નર ભજે મુરતિને શીશ નામી, કહે પિંગળ કવિ અનંતદેખી કળા, સર્વમાં આપ છો એક સ્વામી… અક્રુરજી ૩
૧૧૩ . અગ્નિનું તેજ પ્રભાતિ અગ્નિનું તેજ તે વદન છે આપનું, રવિનું તેજ તે નેત્ર રાજે, પૃથ્વીનું રૂપ તે ચરણ પરમાણવા, સકળ આશકતે નાભી છાજે. અગ્નિનું. ટેક દિશાઓ શ્રવણ ને શીશ દશે સ્વરગ, ભુજ અભે દેવનું રૂપ ભાસે, ઉદધી સમ ઉદર ને પ્રાણવાયુ અજ્વળ, તે થકી કાળ વિક્રાળ ત્રાસે. …અગ્નિનું. ૧ વૃક્ષ છે રોમ ને, કેશ ઘનરૂપ છે, ગિરિ તે હાથ નખ દોય ગણવા, અહરનિશી દ્રગતણું મટકું છે આપનું, હરિ અદભુત તન દોષ હણવા. …અગ્નિનું. ૨ પ્રજાપતિ આપની શિશ્નું ઈંદ્રિપણા, વૃષ્ટિ સમ આપનું વીર્ય વાધે, કલ્પીને વિશ્વતન કહે પિંગળ કવિ, સર્વ જન ભોગ ને સાધે. …અગ્નિનું. ૩
૧૧૪ . ધર્મકાજ આપ ધર્મ કાજ આપ જે જે દેહ ધારો, તે તે રૂપથી ભવાબ્ધી પ્રભુ તારો, ધર્મ કાજ આપ…ટેક. નમું તમને હું મચ્છ અવતારી, હયગ્રીવ રૂપ જાઉં બલિહારી, મધુકેટભને નાખ્યા તમે મારી…ધર્મ કાજ. ૧ મંદરાચળ ધરનાર બહુ નામી, કચ્છરૂપ નમું સદા છો અકામી, નાથ છો વારાહરૂપ સત્ય સ્વામી…ધર્મ કાજ. ૨ નમું રૂપ હું નૃસિંહને નિહાળી, ભજુ વામનનું રૂપ સત્ય ભાળી, સર્વ પ્રથવી ત્રયપેંડમાં સંભાળી…ધર્મ કાજ. ૩ ક્ષત્રી રૂપી વન કાપનાર શૂરા. પરશુરામ પિતા આજ્ઞામાં પૂરા, એકે વાતમાં નથી તમે અધુરા…ધર્મ કાજ. ૪ નમું રાવણને નાશ કરનારા, ધનુષ હાથમાં અજીત ધરનારા, વળી સીતાને આપ વરનારા…ધર્મ કાજ. ૫ વાસુદેવ રૂપ નમું હું વિહારી, બુદ્ધરૂપને નમું હું ધ્યાન ધારી, કલ્કીરૂપને નમું હું લાભકારી…ધર્મ કાજ. ૬ મહામોહને પમાડે આપ માયા, હું ને મારું એમ જુઠ હરખાયા, જ્ઞાન વિના ફરી જન્મ ધરે કાયા…ધર્મ કાજ. ૭ અનિત્ય દેહને જે આત્મ માનનારા, દુ:ખરૂપ સુખદ માને પુત્ર દારા, નથી આપનું સ્વરૂપ જાણનારા…ધર્મ કાજ. ૮ જપે અક્રુરજી વિનતિ હાથ જોડી, સત્ય પિંગળ કે અહંકાર છોડી, તમે જન્મ મરણ બંધ દીયો તોડી…ધર્મ કાજ. ૯

૧૧૫ . અક્રુરજી જળ બહાર આવીયાં લાવની અક્રુરજી જળ બહાર આવીયાં, અચરજ પામ્યા આપ અતિ, કૃષ્ણ કહે જળમાં શું દીઠું, સત્ય કહો ધારણ સુમતી…અક્રુરજી ટેક. અક્રુરજી કહે જળ થળ ઉપર, વસ્તુ જે અચરજ વાળી, વિશ્વરૂપ આપમાં વસે છે. ભિન્ન કદી મેં નવ ભાળી…અક્રુરજી ૧ એમ કહી રથ હાંકયો આતુર, પહોંચ્યા મથુરા સાંજ પડી, કંઈ ભક્તો દીદાર કરે છે, પ્રથવી પર સાષ્ટાંગ પડી…અક્રુરજી ૨ ગોવાળીયાને કહે ગિરધારી, જુઓ પ્રથમ તમે જયકારી, પિંગળ અક્રુરજી મથુર પહોંચ્યા, વાત કંસ ઢીગ વિસ્તારી…અક્રુરજી ૩
૧૧૬ . પાછલે પહોર પછે ગરબી પાછલે પહોર પછે ચાલ્યા પ્રભુજી, ગોવાળ સંગ ગિરિધારી રે, પુરણ બ્રહ્મને મથુરાપુરીમાં, નીરખે છે નરનારી રે…પાછલે. ટેક. મોટા દરવાજા ફાટક મણીનાં, છજા સોનેરી છાજે રે, તેમાં કોઠારો રૂપા ત્રાંબાના, જેમાં ગ્રહ વાટિકા રાજે રે…પાછલે. ૧ હાટ હાટ હીરાં સુંદર હવેલીઓ, મોતીની લટકે માળા રે, ચોક ચોક જળના ફુવારા શોભે, રંગ રંગના રૂપાળા રે…પાછલે. ૨ અંબર અડી રહી ઊંચી અટારીયો, નાદ કરે મોર નવરંગી રે, પિંગળ કહે જોઈ રાજી પ્રીતમ, સાંભળો ભક્તોના સંગી રે…પાછલે. ૩
૧૧૭ . ધીરા ધીરા ધીરા ગરબી ધીરા ધીરા ધીરા ધીરા, વયા જાય છે બે વીરા રે, હાથીની સુંઢ જેવા હાથ છે, જેના હરિ જદુવંશના હીરા રે…ધીરા ટેક. ખુલ્લો માથે કંઈ ખાતી ખાતી આવી, કઈ નાતી નાતી રે, ગુણ ગોવિંદના ગાતી ગાતી, જોવા આવી ત્રિયા જાતી રે…ધીરા. ૧ સાહેલીઓ કંઈ સરખી સરખી, પુષ્પથી વધારે પ્રેમ પરખી રે, નેણાં સુફળ થયાં નરખી નરખી, હૈયે સરવ તે હરખી રે…ધીરા. ૨ એટલામાં એક ધોબી આવ્યો, વસ્ત્ર માંગ્યા વનમાળી રે, ક્રોધ કરી તેણે નાં કીધી, પ્રભુની આજ્ઞા ન પાળી રે…ધીરા. ૩ હાલ હાલ હાથની થપાટથી હરિયે, તેનું મસ્તક નાંખ્યું તોડી રે, દરજીએ વસ્ત્ર યોગ્ય સીવી દીધા, પિંગળ કહે કર જોડી રે…ધીરા. ૪
૧૧૮ . હસતાં હસતાં ઊભા હરજી ગરબી હસતાં હસતાં ઊભા હરજી, દરજીને વેણ દીધું રે, સમૃતિ સંપત્તિ ભક્તિ મળશે, કાજ તેં અમારું કીધું રે. હસતાં. ટેક હરિભક્ત છાનો મથુરામાં હતો, સુદામાં નામનો માળી રે, તેને ઘેર ગયા ત્રિભુવનના પતિ, ભાવ તેનો અતિ ભાળી રે…હસતાં. ૧ માળી ફૂલની પહેરાવી માળા, રામકૃષ્ણ બેઈ છે રૂપાળા રે, અવિચળ તેને ભક્તિ આપી, વળીયા પાછા બળવાળા રે…હસતાં. ૨ રાજમારગે ચાલ્યા રંગભીના, મથુરાં જોતાં માવો રે, આવ્યા અહી તે ધનભાગ્ય આપણાં, વસ્તી કહે છે વધાવો રે…હસતાં. ૩ પિંગળ કહે બળમાં પરિપૂરણ, પિતાબર પહેરનારા રે, મંગલકારી મુરતિ જેની, મૂઢ કંસને મારનારા રે…હસતાં. ૪
૧૧૯ . ભગવતે મારગે જાતાં ભાળી ગરબી ભગવતે મારગે જાતાં ભાળી, વનિતા સુંદર મુખવાળી રે, ચંદનનું પાત્ર તેના હાથમાં શોભે, કુબડી રંગે કાળી રે…ભગવતે. ટેક. કેને માટેક ચંદન તું કોણ છો, એમ પૂછયું અવિનાશી રે, અંગરાગ રાખવાનું કામ મને આપ્યું, હું છું કંસની દાસી રે…ભગવતે. ૧ કુબજાએ ચંદન મોહ પામીને, લાલને અંગે લગાવ્યું રે, પૂર્વનું હતું તે આ સમે પ્રીતમ, ડોઢું હેત દરશાવ્યું રે…ભગવતે. ૨ પગ ઉપર પગ રાખી પકડી, ત્રિકમે કરથી તાણી રે, નવ જોબના તે બણી ગઈ નારી, રતિ રૂપમાં વરતાણી રે…ભગવતે. ૩ કુબડી મટી ગઈ લાગી કહેવા, જીવન નહીં દઉં જાવા રે, ચાલો પધારો કરું હું સેવા, મારે મંદિરીયે માવા રે…ભગવતે. ૪

૧૨૦. કૃષ્ણ કહે સુંદર રાગ : ભૈરવી – ત્રિતાલ કૃષ્ણ કહે સુંદર કટીવાળી, ધીરજ ચિત્તમાં રાખ્ય ધરી, એ પછી હું તારે ઘર આવીશ, ધારેલું તે કામ કરીશ…કૃષ્ણ. ટેક એમ કહી વિદાય આપી, ચાલ્યા રસ્તે સુખકારી, અતિ ભેટો લઈ લઈ ને આવ્યા, પૂજા કરવા વેહેપારી…કૃષ્ણ. ૧ શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા, ઈન્દ્રધનુષ નજરે આવ્યું, તુરત ઉઠાવી નાખ્યું તોડી, દઈવત પોતે દરશાવ્યું…કૃષ્ણ. ૨ ભાંગ્યું તેનો નાદ સાંભળી, દિલમાં કંસ ઘણો ડરીયો, રખેવાળ ત્યાં નિશદિન રહેતા, કોપ અતિ મનમાં કરીયો…કૃષ્ણ. ૩ પકડો પકડો એમ પુકારી, લાલનને ઘેરી લીધાં, ભુજ બળથી બને ભાયો યે, દૃષ્ટોને મારી દીધા…કૃષ્ણ. ૪

૧૨૧ . પ્રભુનું જોઈ અદભુત પરાક્રમ રાગ : ભૈરવી – ત્રિતાલ પ્રભુનું જોઈ અદભુત પરાક્રમ, નગરવાસી લાગ્યાં નમવા, માન સહીત મથુરા નગરીમાં, ભુધરજી લાગ્યાં ભમવા…પ્રભુ. ટેક અસ્તાચળ માથે રવિ આવ્યો, વરતાણી સંધ્યા વેળા, ઉતારા ઉપર પ્રભુ આવ્યા, ભ્રાત ગ્વાલ સરવે ભેળા…પ્રભુ. ૧ ધરણીધર બેઠા પગ ધોઈ, જુગતેથી ભોજન જમવા, પયવાળા પકવાન પીરશાં, ગિરધારી ને મન ગમવા…પ્રભુ. ૨ કંસ તણા અવળા કૃત્યોને, જગજીવન લીધાં જાણી. સુંદર સૈયા પર પછી સૂતા, પ્રસન્ન થયા સારંગ પાણી…પ્રભુ. 3
૧૨૨ . નિદ્રા નવ આવે કાળ ડરાવે તાલ : ચલતી નિદ્રા નવ આવે કાળ ડરાવે, નૃપ કંસને…નિદ્રા. ટેક. જ્યારે ત્યારે ફડકી જાગે, ભાળે ભુંડા વેશ, ઊંડા શબ્દો શ્રવણે આવે, કરવા જેવા કલેશ રે…નિદ્રા. ૧ સ્વપ્નામાં ખરની અસવારી, જુવે આગની જ્વાળા, કરથી જે જે ઘાત કરેલી, તે દેખે તતકાળ રે…નિદ્રા. ૨ ગજબ વાતમાં રાત્રિ ગાળી, વિધ વિધ કરી વિચાર રે, પ્રભાતમાં મલને પડકારી, લડવા કર્યા તઈયાર રે…નિદ્રા. ૩ ઘણા મલ લાગીયા ઘુમવા, થયા નગારે ધાવ, મંચ નાખીયા મોટા મોટા, રંક મળ્યા કઈ રાવ રે…નિદ્રા. ૪
૧૨૩ . શ્રી કૃષ્ણ વિચારે કરવી શિક્ષા તાલ : ચલતી શ્રી કૃષ્ણ વિચારે કરવી શિક્ષા, શું હવે કંસને…શ્રી કૃષ્ણ. ટેક કર્યું પરાક્રમ જે ગઈ કાલે, સહુ જાણે સંસાર, તો પણ સમજ્યો નહીં તે મુરખ, છે લડવા તૈયાર રે…શ્રી કૃષ્ણ. ૧ પાપ કર્મ આવી પહોંચ્યાં છે, તે નવ્ય છોડે તંત, મારા કરથી તે માયાનો, આવ્યો નિશ્ચે અંત રે…શ્રી કૃષ્ણ. ૨ કંસ દ્વારમાં કેદ કરેલા, બેઠા છે માં- બાપ, મુઢ દયા નવ લાવે મનમાં, તેનો છે મુને તાપ રે…શ્રી કૃષ્ણ. ૩ દુ:ખ સમંધી સહુને દીધું, તોય નથી સંતોષ, હવે કંસ નૃપને હણવાથી, દેશે નહીં કોઈ દોષ રે…શ્રી કૃષ્ણ. ૪
૧૨૪ . ધારી રે આયુધ કર ધારી રે આયુધ કર ચાલ્યા છત્રધારી રે, ખળ હણવામાં જેનું ભુજબળ ભારી રે…ધારી રે. ટેક. વાગ્યા નગારાં પ્રભાતવેળા, આવ્યો કાને અવાજ રે, ત્યાં જાવા કીધી તૈયારી, ધન્ય ધન્ય ધન્ય ગુણવંતા ગિરધારી રે…ધારી રે. ૧ મલને જ્યાં હતો અખાડો મોટો, ત્યાં પહોંચ્યા તતકાળ રે, દૈવતવાળા પુરુષો દેખી, આવી આવી આવી નમ્યા મોટા અધિકારી…ધારી રે. ૨ રંગ મંડપ આગળ રાખેલો, કરી કુવળીયા પીડ રે, તે દેખી કટી બાંધી કસીને, કુદી કુદી કુદી આવ્યા પ્રભુ પડકારી રે…ધારી રે. ૩ ગંભીર વાણીથી કહે ગરજી, મહાવત ને મોરારી રે, દે મારગ તું અંદર જાવા, મૂઢ મૂઢ મૂઢતને નાંખીશ હું મારી રે…ધારી રે. ૪
૧૨૫ . માવત કોપ્યો રે શઠ દાવો ગરબી માવત કોપ્યો રે શઠ દાવો નવ ચુક્યો, હાથી છૂટો રે મોહનજી પર મુક્યો…માવત. ટેક લાંબી સુંઢે રે પ્રભુને પકડી લીધાં, ઝટ થઈ જુદા રે, ઘાવ કરી પર કીધા…માવત. ૧ ગરુડ રમાડે રે જેમ સરપને જાણી, ભ્રમર ભમાડે રે દતીને મહી દાણી…માવત. ૨ પૂછે પકડી રે પાછો ખેંચી પાડે, એકજ કરથી રે ઊંચે તરત ઉપાડે…માવત. ૩ મોરો માંડે રે શ્યામ જાય ત્યાં છટકી, ભૂલ્યો ભૂલ્યો રે હાથી ભટકી ભટકી…માવત. ૪
૧૨૬ . અંતે થાક્યો હાથી ઊભો હારી ગરબી અંતે થાક્યો હાથી ઊભો હારી, સનમુખ ચાલી રે મુષ્ટિ મસ્તક મારી…અંતે ટેક. થર થર ધ્રુજે રે ભાગ્યો પાછો થાકી, દ્રગ નવ સુંજે રે પામ્યો પીડા પાકી…અંતે. ૧ આપે લીધો રે કરમાં દંત ઉખેડી, મદઝર માર્યા રે છળથી છેડી છેડી…અંતે. ૨ રંગ તે રાતું રે શરીર શામળીયાનું, આનન ઓપે રે ભીનું પરશેવાનું…અંતે. ૩ આગળ આવ્યો રે દંતોશળ કરધારી, સર્વે વધાવ્યા રે પિંગળ મુરતિ પ્યારી…અંતે. ૪

૧૨૭ . ભુજ બળ વાળા રંગભૂમિમાં ઠુમરી ભુજ બળ વાળા રંગભૂમિમાં, આવ્યા હરિ અવતારી રે, નારાયણ શોભે બહુનામી, નીરખે છે નર નારી રે…ભુજ. ટેક જણાતા મલને તે વજા જેવા, જન સહુ ઉત્તમ જાણે રે, સુંદરીયોને કામ સરીખા, કંસને કાળ પ્રમાણે રે…ભુજ. ૧ પુત્ર બરાબર માતપિતાને, તત્ત્વરૂપ ત્યાગીને રે, દૈવત રૂપ જણાતા દિનપતિ, યાદવને અનુરાગી રે…ભુજ. ૨ પોતે કંસ મનસ્વી હતો પણ, દિલમાં પ્રભુથી ડરીયો રે, પિંગળ કહે દેખી પસતાયો, ભુપ ગરવથી ભરીયો રે…ભુજ. ૩
૧૨૮ . ચાણુર મલ કહે શ્રી કૃષ્ણને ઠુમરી ચાણુર મલ કહે શ્રી કૃષ્ણને, વિનય સહિત મુખ વાણી રે. બેઈ ભ્રાત છે બહુ બળવાળા, તમને કહું શું તાણી રે. ચાણુર…ટેક. કંસ રાજાએ આજ્ઞા કરી છે, મલ્લ યુદ્ધ કરવાની રે, માન પામેલા શૂરવિરોમાં, વાત નથી ડરવાની રે…ચાણુર. ૧ રૈયત રાખે નૃપને રાજી, પુરણ તે સુખ પામે રે, સ્વામીથી જે અવળા ચાલે, કિરતિ જરા નવ કામે રે…ચાણુર. ૨ ચારેલી છે વનમાં સુરભી, કસરતમાંહી કસેલા રે, અમે તમે લડીયે આવેલા, ઊઠો ઝટ અલબેલા રે…ચાણુર. ૩
૧૨૯ . ચાણુરની સાથે લડવા રાગ : સારંગ ચાણુરની સાથે લડવા લાગ્યો નંદલાલો, વીર અડર છે વાલો…ચાણુરની ટેક. એક બીજાને બાથમાં લઈને, એકબીજાને તાણે, એક બીજા પગમાં આટી દઈને, ઝટપટ ખેંચી જાણે…ચાણુરની ૧ ખભા સાથે રાખે ખભા, છાતી સાથે છાતી, મસ્તક સાથે મસ્તક માંડી, ઘાવ કરે છે ઘાતી…ચાણુરની ૨ ક્રોધ થકી પગના ધમકારા, ધરણી તેથી ધ્રુજે, મરદ મંડાણા રણભૂમિમાં, જોર હથુકા ઝૂઝે…ચાણુરની ૩ કહે જોનારા અયોગ્ય કેવી, વાત થાય છે વીરા; પિંગળ કહે પથ્થરની સામા, હોય ન કદીયે હીરા…ચાણુરની ૪
૧૩૦ . જદુવરના જેવો બીજો નથી તાલ : ચલતિ જદુવરના જેવો બીજો નથી કોઈ બળીયો, છે નટવરનો ચીત્તનો છળીયો…જદુવરના. ટેક. પછી મલને અધર ઉપાડ્યો, લાગ ન આવ્યો લટકયો, કૃષ્ણ પ્રભુએ જોર કરીને, પ્રથવી ઉપર પટકર્યો…જદુવરના. ૧ માળા તુટી આયુષ્ય ખૂટી, શરી ગયું છે છૂટી, વિમુખ હરિથી ઉગરવાની, બીજી ન મળે બુટી…જદુવરના. ૨ મુષ્ઠિક ને સિર મુષ્ઠિ મારી, રોળ્યો છે બળરામે. એક ઘડીમાં જીત પામીયા, નારાયણને નામે…જદુવરના. ૩ ફુટ નામના બીજા મલને, કરથી નાખ્યો ફુટી. શલ અને તો શલના પણ ત્યાં, શીશ ગયા છે ફુટી…જદુવરના. ૪
૧૩૧ . પછી કંસ કેવા લાગ્યો રે તાલ : દીપચંદી પછી કંસ કેવા લાગ્યો રે, મારો આને કોઈ મારો, એણે સહુને મારી નાખ્યા રે, ઉગરવાનો ન મળે આરો…પછી. ટેક. વસુદેવના પુત્રોને વળી, હાંકી કાઢો હાલ, ગોવાળિયાનું દ્રવ્ય હરી લ્યો, નંદને કરો બિહાલ, દેવકી વસુદેવને રે શતરુ રૂપે સંહારો…પછી. ૧ ઉગ્રસેનનું શીશ ઉડાવો, તે નહીં મારો તાત, બળહીણો થઈ લાગ્યો બકવા, પ્રગટયો સનેપાત, એ પર કુદી આવ્યા રે, વેગ થકી મોરલીવારો…પછી. ૨ કંસ આવતા જોઈ કૃષ્ણને લડવા થયો તૈયાર, પ્રભુયે તેને લીધો પકડી, માર્યો કરથી માર, નીચો દીધો નાંખી રે, નટવરજીનો ખેલ છે ન્યારો…પછી. ૩ જેમ કરીને સાવજ ઝાલે, એમ દબાવ્યો આપ, તેની છાતી ઉપર ચડીને, ઠીક લગાવી થાપ, પિંગળ કહે પાપીનો રે, પ્રાણ ગયો પરબારો…પછી. ૪
૧૩૨ . જુવો કંસ રાજા કેવો રે તાલ : દીપચંદી જુવો કંસ રાજા કેવો રે, મુક્તિ પામ્યો મરવાથી, અંતે વૈંકુઠ ગયો એવો રે, ધ્યાન રૂપે ધરવાથી…જુવો. ટેક. કંક અને નીગ્રોધક નામે, એનાં બંધુ આઠ, કંસ પડ્યાથી આવ્યો કોપી, ઠીક કરીને ઠાઠ, માર્યા બળરામે રે રણભૂમિમાં ગરવાથી…જુવો. ૧ ગગડયા દુદુંભી તુરત ગગનમાં, મળ્યા અમર વૈમાન, સીધ ચારણ ગંધર્વ મળીને કરે કીરતિગાન, દેવ આવી દેખે રે, હરખ્યા પીડા હરવાથી…જુવો. ૨ કેદ હતા છે છૂટા કીધાં, મોહનજી માબાપ, પ્રભુ બળરામ શરણમાં પડીયા, ત્રિવિધી મટીયા તાપ, આશીષો ઘણી આપી રે, એ વખતે ઉગરવાથી…જુવો. ૩ વસુધા ઉપર જય જય વાણી, અતિ થયો આનંદ, શ્રી હરિએ આવી અળસાવ્યા ફોગટ એવા ફંદ, પિંગળ કવિ પુજે રે, સહુનાં કાજો સરવાથી…જુવો. ૪

૧૩૩ . પુત્રને ભાવે માતપિતાને તાલ : દીપચંદી પુત્રને ભાવે માતપિતાને, કૃષ્ણ કહે કર જોડી રે, આપ તણે ઉદર જનમીને, થઈ છે સેવા થોડી રે…પુત્રને ટેક. જન્મ થયા પછી દ્રષ્ટિ ન જોયા, તલખ્યું ચિત્ત તમારું રે, લાડ લડાવી સુખ નવ લીધું, સારું ચાહ્યુ અમારું રે…પુત્રને ૧ કેદ રહ્યા નિજ સુતને કારણ, ધારણ કાયમ ધારી રે, આંહી રહી દુ:ખ અનંત ભોગવ્યાં, કીધી રક્ષા અમારી રે…પુત્રને ૨ ધર્મ અર્થ ને કામ મોક્ષ તે, જે દેહે સિદ્ધ થાય રે, તે તન જેનાથી છે ઉત્પન્ન, બદલો કેમ અપાય રે…પુત્રને ૩ પાળે નહીં જો માતપિતાને, સમર્થ દ્રવ્યથી છકેલો રે, પિંગળ કહે મિથ્યા જીવે છે, માનો પુત્ર મરેલો રે…પુત્રને ૪
૧૩૪ . માતાજી સુણો પિતાજન તાલ : દીપચંદી માતાજી સુણો પિતાજન, કંસ હતો દુ:ખકારી રે, આવી શક્યા નહીં તેના ભયથી, કરવા સેવા તમારી રે…હે માતાજી ટેક. ક્ષમા કરો છો દયાના સાગર, હું છું બાળ તમારો રે, ચૂકીશ નહીં હવે કદીયે સેવા, આવ્યો શરણ ઉગારો રે…હે માતાજી ૧ ભાવ સહિત બોલ્યા બે ભાયો, વિનય ભરેલી વાણી રે, પ્રેમ થકી સુણી માતાપિતાનાં, દ્રગમાં ચાલ્યા પાણી રે…હે માતાજી ૨ બોલાવી ખોળે બેસાર્યા, પુત્ર ઘણા છો પ્યારા રે, જનનીતા તનથી તે વેળા, વહી દૂધની ધારા રે…હે માતાજી ૩ ઉગ્રસેનને સૌ યાદવના, તુરત બણાવ્યા રાજા રે, પિંગળશી કહે ન્યારા પોતે, રહી કરે શુભ કાજા રે…હે માતાજી ૪
૧૩૫ . જુદા પડેલા સહુ જાદવને તાલ : દીપચંદી જુદા પડેલા સહુ જાદવને, ભગવત કીધા ભેળા રે, નવીન કળા મથુરા નગરીની, વરતાણી તે વેળા રે…જુદા. ટેક. પૂર્ણ થયું સુખ સર્વ પ્રજાને, ગર્વ રીપુનો ગાળ્યો રે, ભારી હતો જે દૃષ્ટ તણો ભય, ત્રિકમજીએ ટાળ્યો રે…જુદા. ૧ સ્નેહી સેવક સગાસબંધી, ભયથી ગ્યાતા ભાગી રે, તે સહુને લીધાં તેડાવી, આપ્યા સુખ અનુરાગી રે…જુદા. ૨ વૃદ્ધ યુવા બાળક વયવાળાં, પુષ્ટ પ્રભુના દરશન કરતાં, કૃષ્ણ પ્રભુના દરશન કરતાં, કાંઈ રહી નહીં ખામી રે…જુદા. 3 ઉગ્રસેનની પાળે આજ્ઞા, આવી નમે અધિકારી રે, પિંગળસી કહે કૃષ્ણ પ્રભુની, એજ ખરી બલિહારી રે…જુદા. ૪
૧૩૬ . પિતા લાગ્યા જઈને પાઈ રાગ : ધન્યાશ્રી – ત્રિતાલ પિતા લાગ્યા જઈને પાઈ, રાજી થયા નંદરાય…પિતા. ટેક. ભેળા છે બળદેવજી ભ્રાતા, આજ્ઞા કરી સદાય…પિતા. ૧ કૃષ્ણ કહે બે કર જોડી, મનમાં હરખ ન માંય…પિતા. ૨ કીધા મોટા પોષણ કરીને, ભવ આખો ન ભૂલાય…પિતા. ૩ પિંગળ પ્રભુ કહે આપ પધારો, માતપિતા વ્રજમાંય…પિતા. ૪
૧૩૭ . શ્રી કૃષ્ણે સહુનો કર્યો સતકાર રાગ : ધન્યાશ્રી – ત્રિતાલ શ્રી કૃષ્ણે સહુનો કર્યો સતકાર, આપ્યું દ્રવ્ય અપાર…શ્રી કૃષ્ણે. ટેક. વસ્ત્ર ઘરેણાં ધાતુના વાસણ, દીધા અનંત ઉદાર…શ્રી કૃષ્ણે. ૧ પ્રેમથી વિહવળ નંદપિતાજી, કરી શકે ન ઉચાર…શ્રી કૃષ્ણે. ૨ સહુ યાદવની સગવડ કરીને, પછી આવીશ ધરી પ્યાર…શ્રી કૃષ્ણે. ૩ પિંગળ નંદજી વૃજમાં પધાર્યા, વરત્યો જય જયકાર…શ્રી કૃષ્ણે. ૪
૧૩૮ . કૃષ્ણલીલાનો પુરણ મેં ગ્રંથ કીધો કિરતન – તાલ : ચલતી કૃષ્ણલીલાનો પુરણ મેં ગ્રંથ કીધો, લક્ષ દઈને દશમસ્કંધનો સાર, ગ્રહણ કરી લીધો રે…કૃષ્ણ. ટેક. પ્રભુ ગુણ ગાવા જડ મતિ જાવા, રામ રીઝાવા દેહ મનુષ્યનો દીધો રે…કૃષ્ણ. ૧ સુક્રત કરવા પરદુ:ખ હરવા ભવજળ તરવા, પંથ નિહાળ્યો સીધો રે…કૃષ્ણ. ૨ ગુરુકૃપાથી જ્ઞાન થવાથી, દ્રઢ શદ્ધાથી પિંગલ અમી રસ પીધો રે…કૃષ્ણ. ૩

૧૩૯ . એના એ ઈશ્વર છે વહેમ (ગરબી) એના એ ઈશ્વર છે વહેમ ન આણજો, વ્રંદાવનમાં કીધો બાળ વિહાર જો, ભૂમિ ઉપર ભક્તોના દુ:ખ ભાંગવા, અનંત વેશેથી લીધા છે અવતાર જો…એના. ટેક. પ્રથમ યુદ્ધ કરવાના સત્ય પ્રસંગમાં, અર્જુનને આપ્યો છે પોતે ઉપદેશ જો, ધર્મ બતાવ્યો ક્ષત્રિનો ત્યાં ધન્ય છે, કૃપા કરી અળસાવ્યો મનનો કલેશ જો…એના. ૨ ભવસાગર તરવાનું નાવ મળાય છે, ગીતા જેવો નિજ વાયકનો ગ્રંથ જો, ગુરુ મુખથી જાણીને વધારો જ્ઞાનને, પુરણ બ્રહ્મ મળવાનો તેમાં પંથ જો…એના. ૩ નિષ્કામી નારાયણ નકળઁક નામ છે, ક્યારે ન વ્યાપે તેના મનમાં ક્રોધ જો, લોભાણા નહીં કદીયે મોહ ને લોભમાં, બાળક જાણીને દીધો છે સદબોધ જો…એના. ૪ એથી રાખો અંતરમાં નિત્ય આસતા, ચાલો નીતિથી સમજી લેજો સાર જો, સમજ્યા વિનાનું સુખ નહીં આસંનસારમાં, પિંગળ કવી કહે પામે નહીં કોઈ પાર જો…એના. ૫
૧૪૦ . જુદા નથી તેને ગરબી જુદા નથી તેને જુદા કેમ જાણવા, કુડા નથી તેને કુડા કેમ કહેવાય જો, ભક્તને આધીન કાયમ ભગવાન છે, ગુણ તેનાં મહાસંત મુની જન ગાય જો…જુદા. ટેક આવે તેનાં મનમાં પુરણ આસતા, સારા હોય જેના પૂર્વ તણા સંસ્કાર જો, મેલ વિનાનું મન હોય જે મનુષ્યનું, વિશ્વપતિનો તેને હોય વિચાર જો…જુદા. ૧ મિથ્યા છે દુનિયા તે સાચું માનવું, સત્યરૂપે છે સત્ ચિત્તને આનંદ જો, સચરાચરમાં વ્યાપી રહ્યા છે શામળો, ફોગટ બીજા તૃષ્ણાના છે ફંદ જો…જુદા. ૨ પિંગળ જોશો તેનું સાચું પારખું, ભક્તિ કરો નીતિમા રાખો ભાવ જો, સહેજે સુખ અવિનાશી તમને આપશે, લેજો તમે સતસંગ તણો શુભ લાવ જો…જુદા. ૩
સઘળે સ્થાનકે દીઠો રાગ : હીંચનો સઘળે સ્થાનકે દીઠો પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો, શોકસભામાં ન દીઠો… ટેક કાન કુબજાની જોડલી વખાણતો, ગામડે ગામડે દીઠો, નંદ યશોદાના ભાગ્ય વખાણતો, ઝુપડે ઝુપડે દીઠો…પિંગળશીને ૧ ગાન ગાનારાની જીભને ટેરવે, રાતદી રમતો દીઠો, રાજપુતોની તીખી તલવારો ને, લાડ લડાવતો મેન દીઠો…પિંગળશીને ૨ કૃષ્ણ વિનાનું શિવ બ્રહ્માનું, દાન લેતા ન મેં દીઠો, ડેલીએ બેઠો અડિખમ ડુંગરો, દેતા દેતા દીઠો…પિંગળશીને ૩ દાતારોને પૈસાનાં દુ:ખડા, સાચા પોકારતો મેં દીઠો, જુલમી વ્યાજની વેદના ઉચરતો, સાચો ચારણ દીઠો… પિંગળશીને ૪ મહારાજાઓને ડાયરે ડાયરે, સાચું સંભળાવતો મેં દીઠો, ઝુપડીઓની વણીને વેદના, ગીતમાં ગાતો મેં દીઠો… પિંગળશીને ૫ ભક્તોનાં પાતળીઆ તંબૂરના તારમાં, છેવટ સમતો મેં દીઠો, કૃષ્ણના હાથમાં સોંપી હરદાનને, હોડી હંકારતો મેં દીઠો… પિંગળશીને ૬